________________
(૧૮)
ગષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. હારી કેડને વિષે જાણે મહેન્દ્રનું વજ પડયું હાયની ? એવી મહા ઘર વેદના પીડા કરવા લાગી. હે રાજન ! આ હારી વેદનાને દૂર કરવા માટે વૈદ્યવિધાના જાણ અને મંત્રશાસ્ત્રમાં નિપુણ એવા બહુ ચતુર મહાદ્યો આવ્યા. તેઓએ હારા માટે ચાર પ્રકારના એષધ પ્રયોગ કર્યા પરંતુ તેઓ મને દુઃખથી છોડાવી શક્યા નહીં એજ હારૂં અનાથપણું છે. મ્હારા પિતા હારે માટે સર્વ ગૃહાવાસ આપી દેવા તૈયાર થયા પણ કેઈએ મને વેદનાથી છોડાવ્યા નહીં.એજ હારું અનાથપણું છે. હે રાજન ! પાસે બેઠેલી માતા પણ બહુ શેક કરવા લાગી પરંતુ મને દુઃખથી છોડાવવા સમર્થ થઈ નહીં એજ હા અનાથપણું છે. હારા ન્હાના અને સ્ફોટા ભાઈઓ કષ્ટ પામવા લાગ્યા તેઓએ પણ મને છોડાવ્યા નહીં. એજ હારું અનાથપણું છે. મ્હારાં દુઃખથી દુ:ખી થએલી હારી ન્હાની અને હેટી હેનોએ પણ મને દુઃખથી છેડા નહીં, એજ હારું અનાથપણું છે. જેઓ સ્નેહને લીધે હારા પડખાને ક્ષણમાત્ર છોડતી નહતી એવી અને હારા ઉપર પૂર્ણ પ્રેમ ધરનારી મહારી પતિવ્રતા સ્ત્રીઓ હારી ઘર વેદના જોઈને ભજન ન કરતાં રૂદન કરવા લાગી. પરંતુ તેઓએ પણ મને દુઃખથી છોડાવ્ય નહીં એજ હારૂં અનાથપણું છે.
(અનાથીમુનિ શ્રી શ્રેણિક રાજાને કહે છે કે,) હે ભૂપ! આ પ્રસાણે હારી વેદના ટાલવાને કઈ સમર્થ થયું નહીં છેવટ હું જ તે વેદનાને દૂર કરવા સમર્થ થયો, કારણ આ અનંત એવા સંસારને વિષે મેં દુષ્કર એવી બહુ વેદનાઓ સહન કરી છે. મેં ધાર્યું કે જે આ વિસ્તાર પામેલી હારી વેદના એકવાર નાશ પામશે તે હું ક્ષમાવંત અને ઉદાર થઈને પ્રવજ્યા અંગીકાર કરીશ. હે રાજશિરેમણિ! આ પ્રમાણે વિચાર કરીને હું જેટલામાં સુઈ ગયે. તેટલામાં પ્રભાત થતાં હારી સર્વ વેદના નાશ પામી ગઈ. હે ભૂપ ! રોગરહિત થએલા મેં સવારે હારા બંધુ વિગેરેની રજા લઈ આરંભ ત્યજી દઈ અને શાંત આત્માવાલા થઈને અનગારપણું અંગીકાર કર્યું. તે પૃથ્વીનાથ! મેં ચારિત્ર અંગીકાર કર્યું તેથી જ હું પિતાને, પરનો, વ્યસન, સ્થાવર અને સામાન્ય રીતે કહીએ તે સર્વ પ્રાણીઓનો નાથ (સ્વામી) થયો. આ આત્મા જ ભયંકર પ્રવાહવાલી વૈતરણી નદી છે. કઠીન નરક દુઃખ આપનારું શામલી વૃક્ષ છે. તેમાં પ્રવર્તનારો જીવ છે તેને સ્વર્ગ અને મોક્ષના હતપણાથી ઇચ્છિત ફલ આપનારી કામધેનુ કહી છે અને આત્મા એજ નંદનવન છે. જિનેશ્વર પ્રભુએ સુખ અને દુઃખને કર્તા આત્માને માન્ય છે. તેમાં જે તે સારે મા ચાલે તે મિત્ર (સુખને કર્તા) અને અવલે માર્ગે ચાલે તે અમિત્ર (દુ:ખને કર્તા) છે. હે રાજન ! વલી બીજું એક અનાથપણું કહું છું તે તું સાવધનપણે સાંભલ. જે મંદ પુરૂ નિગ્રંથપણું સ્વીકારીને પછી ખેદ પામે છે તે પણ અનાથ જાણવા જે પુરૂષે પ્રવજ્યા લઈ જ્હોટા પ્રમાદથી પાંચ મહાવ્રતને પાલતા નથી અને રસને વિષે કેલેલુપ તથા ઇંદ્ધિઓને સ્વાધિન રાખતા નથી તેઓને શ્રી