________________
શ્રીહર્ષિલ વૃત્તિ-ઉત્તરા નારા શ્રી વર્તમાન જિનેશ્વરે સાધુઓની સ્થિરતા માટે કહ્યું છે. લોકમાં મેં અક્રિયાવાદિ સર્વે ને અનાર્ય અને મિથ્યા દ્રષ્ટિ જાણ્યા છે. માટે હું આત્માને આત્માથીજ જાણુંછું.” ક્ષત્રિય મુનિનાં આવાં વચન સાંભળી વિસ્મય પામેલા સંયતમુનિએ પૂછયું “હે ભગવન ! તમે આત્માને શી રીતે જાણે છે ?” ક્ષત્રિય મુનિએ ફરીથી કહ્યું. બ્રહ્મલોક નામના સ્વર્ગથી ચવીને મનુષ્ય ભવ પામેલે હું પોતાની અને પરની આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણુંછું.
असीइसयं किरियाणं अकिरिअवाईण हुंति चुळसीई ॥
अन्नाणी सत्तही वेणइः आइण च बत्तीसा ॥ १ ॥ ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી, પર વિનયવાદીના ભેદ છે.
હે સાધે! એ પ્રકારે કિયાદી ચારે ભાવને જાણે તે ક્રિયાદીવાદીઓના કુસં ગને ત્યજી દે. કારણુ જ્ઞાન વિના કરેલી ક્રિયા ફલ આપનારી થતી નથી. તેમજ ક્રિયા વિનાનું જ્ઞાન પણ ફળ આપતું નથી. માટે હે સંયતમુનિ ! અક્રિયાને ત્યજી દઈ તથા શુદ્ધ ક્રિયાનું નિત્ય આચરણ કરતા એવા તમે સમ્યક્ત્વસહિત અતિ દુસ્તર એવા ધર્મનું આચરણ કરે. ઉત્તમ ધર્મ અર્થથી શોભતા એવા આ ઉપર કહેલી ગાથાને સાંભળી સંત એવા ભરતાદિ ન ઉત્તમપદ પામ્યા છે. ક્ષત્રિયમુનિનાં આવાં વચન સાંભળી જ્ઞાનતત્વવાળા સંયતમુનિ દીર્ઘકાલ પર્યત તપ કરી મોક્ષપદ પામ્યા.
શ્રી સંત’ નામના પાનનો યા સંપૂર્ણ.
सेणिअपुरओ जेणं,परुविअं अवितहं अणाहत्त।
तं वंदे हयमोहं, अमोहचरिअंनिअंठमुणि ॥१८॥ જેમણે 8 શ્રેણિક ભૂપતિ પાસે પિતાનું સત્ય અનાથપણું પ્રગટ કર્યું તે સફલ ચારિત્રવાળા અને મોહને નાશ કરનારા અનાથી નામના નિગ્રંથમુનિને હું વંદના કરું છું. તે ૧૮ છે
* 'श्रीअनायि' नामना निग्रंय मुनिवरनी कथा. * આ ભરતક્ષેત્રના મગધ દેશમાં ઉત્તમ એવા રાજગૃહ નગરને વિષે પૃથ્વીમાં પ્રસિદ્ધ એવા શ્રી શ્રેણિક રાજા રાજ્ય કરતો હતે. એકદા તે ભૂપતિ, પોતાના ઉત્સાહથી નંદનવન સમાન મંડિકુક્ષી નામના ઉદ્યાનમાં ગજ, અશ્વ અને સેના સહિત કીડા કરવા ગયે. નંદન વનમાં ઇંદ્રની પેઠે ત્યાં હર્ષથી ક્રીડા કરતા તે શ્રી શ્રેણિક પતિએ કઈ ઉત્તમ સાધુને દીઠા, ઇતિઓના સમૂહને વશ કરી રહેલા, ત્રણ