________________
(૧૪)
શ્રી હષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ, હેવાથી તે શેરીમાં કોઈ જવા સમર્થ થતું નહીં અને જે જાય તે નિચે મૃત્યુ પામે. આવા કારણથી લેકમાં તે શેરીનું નામ “હુતવહરચ્યા ” એવું નામ પડયું હતું. કહ્યું છે કે જે જેવા સ્વભાવનું હોય, તેવું તેનું ઘણું કરીને લેકમાં નામ પડે છે. મુનિએ “આ શેરીમાં જઈ શકાય છે?” એમ પૂછયું એટલે પુરોહિતના પુત્ર ઉત્તર દીધો કે “ હા, સુખે જઈ શકાય છે.” તે પછી શેરી માં જતા એવા સાધુના તપપ્રભાવથી તે શેરી શીતલ થઈ ગઈ. એ ઉપરથી પ્રતિબધ પામેલા પુરોહિતપુત્રે દીક્ષા લીધી પછી જાતિમદ અને કુલમદ કરતે એ તે પુરોહિત પુત્ર મુનિ, મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા અને ત્યાં નિરંતર અસંખ્ય સુખો ભોગવવા લાગ્યું.
- ગંગા નદીને કાંઠે બલકેદ અટકવાલા ચાંડાલો વસતા હતા. એઓને બલકેદ નામને ઉત્તમ બુદ્ધિવાળો અધિપતિ હતે. તેને ગેરી અને ગાંધારી એવા નામની બહુપ્રિય બે સ્ત્રીઓ હતી. પેલે પ્રધાનના પુત્રનો જીવ જે સ્વર્ગમાં દેવતાપણે રહ્યો હતે, તે ત્યાંથી આવીને ગરીના ઉદરને વિષે અવતર્યો. ગેરી સ્વપ્નામાં વસંતત્રતુને વિષે પ્રકુલ્લિત થએલા આમ્ર વૃક્ષને જોઈ જાગી ગઈ. તેણીએ પોતાના સ્વપ્નાની વાત બાલકેદપતિને હર્ષપૂર્વક નિવેદન કરી. બલકે સ્વપ્ન પાઠકને બોલાવી સ્વપ્નાની વાત પૂછીને પ્રિયાને ઉત્તમ પુત્રના ફલને સૂચવનારે તે સ્વપ્નવિચાર કહ્યો. સમય પૂર્ણ થયે ગારીને શુભ દિવસે પુત્ર જનમ્યું. તે પુત્ર પૂર્વ ભવે કરેલા જાતિમદ અને કુલમદ રૂપ કર્મથી કાળે, કુરૂપવાળે અને દુઃસ્વરવાળે થયે. માતાપિતાએ તેનું મહાત્સવપૂર્વક “બલ” એવું નામ પાડયું. અનુક્રમે તે પુત્ર ક્રોધી અને અત્યંત કલેશપ્રિય થયે તેથી તેને સ્વજનેએ (મિત્રએ) પિતાના સમૂહથી કાઢી મૂક્યો. એટલે તે હંમેશા એળે રહેવા લાગ્યા. અહો ! ક્રોધનાં ફલ કેવા આશ્ચર્યકારી છે?
એકદા તે ચાંડાલના બાલકે એકઠા થઈ મદિરાનું પાન અને માંસનું ભક્ષણ કરતા હતા. બલ તેઓના મધ્યે ન જઈ શકવાથી દૂર રહેલો હતે. એવામાં એક સાપ નિકલ્યો તેને પેલા ચાંડાલના બાલકોએ “ આ સાપ ઝેરી છે” એમ કહીને મારી નાખ્યો. વળી થોડીવાર થયા પછી ત્યાંજ એક અલસીયું નિકહ્યું. ચંડાલના બાલકોએ તેને “આ ઝેરરહિત છે.” એમ કહી જવા દીધું. બલ, આ સર્વ તમાસો ઉભે ઉભે જેતે હતો, તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે સર્વ પ્રાણીઓ કેવલ પિતાના દષથીજ કલેશ પામે છે અને નિરંતર પોતાના દેષને જેનારે પુરૂષ સુખી થાય છે માટે વિવેકી પુરૂષે આ ગાથા કહી છે
भदएणेव होअव्वं, पावइ भहाणि भद्दओ॥
सविसो हम्मई सप्पो, भेरुंडो तत्थ मुच्चई ॥१॥ દરેકે ભદ્રપ્રકૃતિવાળા થવું. ભદ્રક હેય તે કલ્યાણને પામે. જેમ વિષવાળે સર્ષ માર્યો અને અલસીયું મુકી દિધુ.