________________
(શ્રીહરિકેશબેલ નામના મુનિવરની કથા (૧૫૫) આ પ્રમાણે વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રતિબધ પામેલા બલે લોચ કરી, શાસનદેવીએ આપેલા વેષને અંગીકાર કરી વ્રત લીધું.
એકદા તે મુનિરાજ વિહાર કરતા કરતા વાણારસી નગરીએ ગયા. ત્યાં તેમણે હિંદુક ઉદ્યાનની મધ્યે રહેલા ગંડીયક્ષના મંદીરમાં બાગવાનની રજા લઈ નિવાસ કર્યો. મુનિરાજના તપથી ગંડીયક્ષ બહ શાંત ચિત્તવાલો થયો, તેથી તે નિરંતર ભકિતથી મુનિરાજની સેવા કરવા લાગ્ય? એક દિવસ ત્યાંના રાજા કેશલિકની પુત્રી ભદ્રા, પુષ્યાદિ સામગ્રી લઈ તે ગંડીયક્ષની પૂજા કરવા આવી. પૂજા કરી રહ્યા પછી ભાવથી પ્રદક્ષિણા કરતી એવી ભદ્રાએ મલથી દુર્ગધવાળા તે સાધુને જોઈ થુંકવા વિગેરે દુર્ગછા કરવા લાગી. તેણીના આવા કૃત્યથી મુનિરાજની ભકિત કરવામાં તત્પર યક્ષે ગુસ્સે થઈ ભદ્રાને ગાંડી બનાવીને બહુ પીડા પમાડવા માંડી. આ વાતની ભૂપતિને ખબર પડી ત્યારે તેણે પોતાની પુત્રીને યક્ષમંદીરે લઈ જઈ બલિદાન વિગેરે કરી ભદ્રાને એક મંડલમાં બેસાડી પછી યક્ષ તેણીના અંગમાં આવી બેલવા લાગ્યા. આ જગપૂજ્ય મુનિરાજને જોઈ તેણીએ થુંકવા વિગેરે દુર્ગ
ચ્છા કરી છે, તેથી મેં એણીને ગ્રહણ કરી છે, હું તેને ક્યારે પણ છોડવાને નથી.' કહ્યું છે કે પૂજ્ય પુરૂષની હેલના, જીવને ક્યારે પણ છેડતી નથી. ? ભૂપતિએ પગે લાગીને કહ્યું. હે સ્વામિન દેવેંદ્ર ! આ હારી પુત્રીએ મુગ્ધપણાથી તે મુનિરાજને અપરાધ કર્યો છે, માટે તે બાલાને ત્યજી દ્યો, હવે તે ફરીથી અપરાધ કરશે નહીં, કહ્યું છે કે સંતપુરુષે પરાધીન બાલકને વિષે દયાવંત હોય છે.” યક્ષે કહ્યું: “હે નૃપ ! જો એ તમારી પુત્રી, મુનિરાજને વરે તે હું તેને ત્યજી દઉં. રાજાએ, તે વાત અંગીકાર કરી એટલે યક્ષે ભદ્રાને ત્યજી દીધી. પછી ભૂપતિએ, પુત્રીને મુનિની સાથે વિવાહ કર્યો પણ મુનિ તે નિઃસંગ હોવાથી તેને ત્યજી દઈ ચાલ્યા ગયા. પછી ભૂપતિએ, પિતાની પુત્રીને ઋષિપત્ની બનાવી પોતાના રૂદ્રદેવ પુરોહિતને આપી. યજ્ઞમાં દીક્ષા લેવાની ઈચ્છાવાલા તે પુરેહિતે પણ “આ હારી યજ્ઞપત્ની થશે” એમ ધારી તેણીને સ્વીકાર કરી.
ચાંડાલના કુલમાં ઉત્પન્ન થયા છતાં પણ સર્વ પ્રકારના ગુણને ધારણ કરનારા તે જિતેંદ્રિય બલ મુનિરાજ તે દિવસથી લેકમાં “હરિકેશ બલ” એવા નામથી પ્રખ્યાત થયા.
એકદા પાંચ સમિતિ અને ઉત્તમ ત્રણ ગુપ્તિથી પવિત્ર એવા તે હરિકેશબલ મુનિ, ભિક્ષાર્થે પેલા રૂદ્રદેવ પુરોહિતે આરંભેલા યજ્ઞ મંડપમાં ગયા. તીવ્રતપથી દુર્બલ એવા તે મુનિને યજ્ઞ કરવાની સામગ્રી પાસે આવેલા જોઈ અધમ વિપ્રે હસવા લાગ્યા, એટલું જ નહિ પણ જાતિમદથી હિંસા કરનારા, અજિતેદ્રિય, અબ્રાચારી અને અન્ન એવા તે વિપ્રે પરસ્પર કહેવા લાગ્યા. “ અરે ! કાલને પણ ભયંકર એવા અપવિત્ર દેહવાળે, મોટી નાસીકાવાલે, મળવ્યાસ શરીરવાળા અને મહાભયંકર એ આ કોણ આવે છે ? ” પછી તેઓએ મુનિરાજને કહ્યું “ અરે