________________
' (૧૯૨)
શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. આ પ્રમાણે પોતાના ગુણરૂપ કાષ્ટને બાળી નાખનારા, શકરૂપ અગ્નિથી વ્યાપ્ત અને મોહરૂપ અગ્નિથી જ્વાજલ્યમાન થતા એવા પિતાએ કહ્યું, એટલે સંસારમાં ભ્રમણ કરવાથી ઉદ્વેગ પામેલા બન્ને પુત્રએ શેકરૂપ અગ્નિથી તપ્ત થએલા અંગવાળા, ગૃહસ્થાશ્રમમાં રહેવા માટે બહુધા આગ્રહ કરતા અને વારંવાર દીન વચન બેલતા એવા પિતાને આ પ્રમાણે કહ્યું.
હે પિતા! જીવહિંસામય વેદ ભણવાથી સુખ મળતું નથી તેમજ અન્નહ્મચારી એવા બ્રાહ્મણને જમાડવાથી દુર્ગતિમાં જવું પડે છે. વળી દુર્ગતિમાં પડતા પ્રાણીઓને પુત્રો રક્ષણ કરનારા થતા નથી. માટે હે તાત! અમને આજ્ઞા આપે. કામ ક્ષણમાત્ર સુખ આપે છે અને ભંગ તે તેથી પણ વધારે દુઃખ કરનાર છે. અતિ કામના સુખો, તીવ્ર દુખના સ્થાન અને મોક્ષસુખના શત્રુઓ છે. દ્રવ્યને અર્થે આમ તેમ ભમતો અને અવિરતિનો ઈચ્છક માણસ, નિરંતર તપ્ત થયો છતે રહે છે. હા, હંમેશા સરસ આહાર અને પાનમાં આસકત એ પુરૂષ પરવશ થઈને ક્ષણમાત્રમાં મૃત્યુ પામે છે. આ હારું છે, આ હારું નથી, આ કરવા ગ્ય છે અને આ કરવા યોગ્ય નથી એમ કહેતા એવા પુરૂષને મૃત્યુ, બીજા ભવ પ્રત્યે પહોચાડે છે. માટે અમે સર્વ સંસારના મહા ભયને ભેદી નાખનારા શ્રી અરિહંત ધર્મની સાધના કરવાને અર્થે પંચ મહાવ્રત અંગીકાર કરશું.” ભૂગપુરોહિતે પુત્રને લાભ પમાડવા માટે કહ્યું.
હે પુત્ર! આપણા ઘરને વિષે બહુ દ્રવ્ય છે. કામગે પણ અસંખ્ય છે વળી સ્વજને અનુકુળ અને ચાકરે ભકિતવંત છે. જેની લોકો બહુ સ્પૃહા કરે છે તે આપણું સ્વાધિનમાં છે.” પુત્રોએ કહ્યું, “હે પિતા! ધર્માધિકારને વિષે સ્વજનેનું કે કામગનું જરા પણ પ્રજન નથી અને તે સાધુઓ થઈશું.” પુહિતે ફરીથી ધર્માધાર જીવને ખંડન કરવા માટે કહ્યું. અગ્નિ અરણના કાણમાં નહિ છતાં અને તેલ તલમાં નહિ છતાં જેમ ઉત્પન્ન થાય છે, તેમ શરીરમાં પણ પાંચ ભૂતથી જુદે કેઈ જીવ નથી, કિન્ત પાંચ ભૂતરૂપજ છે. એવી જ રીતે બીજી પણ અપ્રત્યક્ષ વસ્તુઓ સમજવી.
પુત્રોએ કહ્યું કે જીવ અમૂર્ત હોવાથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી તે ફક્ત ડાહ્યા વિદ્વાન માણસ જાણે શકે છે. આકાશની પેઠે કદાચિત્ નિત્ય સ્વરૂપવાળો જીવ નિરંતર કર્મ બાંધે છે. સ્વાર્થને અને ઉત્તમ એવા અરિહંત ધર્મને જાણતા એવા અમે હવે પછી ન કરાય એવા પાપકારી કર્મને નહિં કરીએ. અમેઘ પડતી એવી વસ્તુવડે અત્યંત હણાએલા અને ચારે તરફથી ઘેરાયેલા લોકને વિષે અમે પ્રીતિ પામતા નથી” પિતાએ કહ્યું લોક શેનાથી હણાએલો છે? અને શેનાથી ઘેરાયલે છે? તે મને કહે. “પુત્રોએ કહ્યું. અમેઘ પડતી એવી રાત્રી છે. લેક મૃત્યુથી હિણુએલ અને જરાથી ઘેરાયેલું છે. એમ અમે જાણ્યું છે. જે જે રાત્રીઓ જાય તે તે પાછી આવતી નથી. માટે ધર્મ કરનાર પુરૂષની જ સફલ રાત્રીએ જાય છે.”