________________
શ્રી ઇષુકાર ? આદિ છે મહિષ આની કથા.
(૧૩)
"7
આવા પુત્રોના વચનથી જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે એવા ભૃગુએ તેઓને આગળ કરતાં મધુર વચનથી કહ્યું: “ આપણે સાએ એક સ્થાનમાં દીકાળ પર્યંત એકઠા રહી અને પછી સમ્યક્ત્વને ધારણ કરતા છતા અંતે સાથેજ સંયમ લેશું. ’ પુત્રોએ કહ્યું : “ હે પિતા! જે પુરૂષની મૃત્યુની સાથે મૈત્રી હાય તા પણ મૃત્યુ પ્રાપ્ત થયે છતે તે મનુષ્યને નાસી જવાની શું શકિત ખરી ? જે પુરૂષ એમજ જાણે છે કે હું ક્યારે પણ મરવાના નથી તેજ પુરૂષ આવતી કાલે વ્રત લેવાની ઇચ્છા કરે છે. માટે હે પિતા ! અમે તે આજેજ દીક્ષા લેશું. કારણ સંસારમાં કચે પુરૂષ કાઈના શાશ્વતા સ્વજન છે. ” પુત્રનાં આવાં વચન સાંભળી દીક્ષા લેવાને તૈયાર થએલા ભૃગુ પુરેાહિતે પેાતાની સ્ત્રીને વિઘ્નકારી જાણી તેણીને કહેવા લાગ્યા.
“ હે પ્રિયે ! પુત્રો દીક્ષા લેવા તૈયાર થયા છે માટે હવે મ્હારે પણ ગૃહાવાસમાં નહિ રહેતાં દીક્ષા લેવાના સમય થયા છે. જેવા પાંખા વિનાના પક્ષી, સૈન્ય વિનાના રાજા અને વહાણમાં નાશ પામેલા દ્રવ્યવાળા વિષ્ણુર્ હેાય તેવા પુત્ર વિનાના હું છું. ” સ્રીએ કહ્યું: “હે વિભા ! આપણા ઘરમાં ઘણું ધન છે માટે ઈચ્છા પ્રમાણે કામભાગને ભાગવી છેવટ આપણે સંયમ લેશું ” ભૃગુ પુરાર્હુિતે કહ્યું: “ હે પ્રિયે ! ભાગવેલા લાગા મને ત્યજી દે છે માટે હમણાં હુંજ પાતે ભાગાંને ત્યજી દીક્ષા લઈશ. ” સ્ત્રીએ કહ્યું: “ હું પ્રિય ! તમે વ્રત લઇ તેને પાલવા અસમર્થ થશેા. કારણ તમે મને સંભારશેા, એટલુંજ નહીં પણ મ્હારા સાંયને, પ્રેમને અને લેાગીન્દ્રિયથી ઉત્પન્ન થએલા સુખને સંભારશે. માટે મ્હારી સાથે માણસાને અતિ દુર્લભ એવા ભાગોને ભાગવા. વ્રતમાં ભિક્ષાચર્યાં અને વિહાર એ બહુ દુ:ખકારી છે. ” ભૃગુએ કહ્યું: “ હે પ્રિયે! જેવી રીતે મ્હારા પુત્રોએ માહરૂપ સર્પને અને ભાગાને ત્યજી દઈ દીક્ષા લેવા તૈયાર થયા તેવીજ રીતે આસકિતરહિત હું પણુ સજનાના સગને ત્યજી દઈ અપ્રતિબદ્ધપણાથી પુત્રોની પેઠે વ્રત પાળીશ. જેમ રાહિત નામના મત્સેા, પાતાના તીક્ષ્ણ પુચ્છ્વાદિવડે જાલને છેદી નાખી જલમાં વિચરે છે તેમ હું પણ ભાગાને ત્યજી દઈ ધર્મને વિષે વિચરીશ. ” પતિનાં આવાં વચન સાંભળી સ્ત્રીએ કહ્યું “ પુત્રસહિત તમે દીક્ષા લીધે છતે હું શી રીતે ઘરને વિષે રહું ? ” પછી ધન ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહને ત્યજી દઈ પુત્ર અને પ્રિયા સહિત દીક્ષા લેવાને તૈયાર થએલા ભૃગુ પુરોહિતને સાંભલી ઈષુકાર નૃપતિ તેણું ત્યજી દીધેલા દ્રવ્યને લેવા તૈયાર થયા. આવી રીતે પુરેાહિતનું દ્રવ્ય લેવા તૈયાર થએલા પેાતાના પતિને કમલાવતી રાણીએ કહ્યુ .
..
“ હું મહિપતિ ! લેાકમાં વમેલું ભક્ષણ કરનારા પુરૂષા બહુ નિંદાપાત્ર થાય છે તેા પાતાના પુરોહિતે ત્યજી દીધેલા ધનને તમે શા માટે લેવાની ઇચ્છા કરી છે. ? હું નૃપ ! આત્માથી અન્ય એવી સર્વ વસ્તુને ત્યજી દઈ જ્યારે ત્યારે તમે મૃત્યુ પામશેા અને તમારૂં રક્ષણ કરનાર એક ધર્મ છે. ખીજી કાઈ નથી, જેમ