________________
(૧૩૪ )
શ્રીહમિડલ કૃત્તિ ઉત્તસદ્ધ. કરું.” હસ્તિ આ વિચાર કરતો હતો એટલામાં તે આદ્રકુમાર મુનિના માહા
મ્યથી તેના સર્વ બંધે ત્રુટી ગયા. જેથી તે હસ્તિ આદ્રકુમાર મુનિને નમસ્કાર કરી વનમાં જતો રહ્યો. તાપસી, આદ્રકુમાર મુનિનું આવું માહાસ્ય જોઈ તેમની પાસે આવ્યા એટલે તે મહા મુનિએ તેમને યુક્તિથી પ્રતિબંધ પમાડયા.
હવે આદ્રકુમાર મુનિનું આગમન જાણી તથા હસ્તિને છોડાવવાની વાત સાંભળી શ્રેણિક તથા અભય કુમારાદિ બહુ જનોએ હર્ષથી ત્યાં આવી ઉચ્છલતા પ્રેમચુત માંચવાલી ભક્તિથી નમસ્કાર કરી તે મુનીશ્વરને પૂછયું કે “હે આદ્રકુમાર મુનિ ! તમે હસ્તિને શી રીતે છોડાવ્યો?” આદ્રકુમાર મુનિએ કહ્યું “હે મહારાજ ! બંધનથી હસ્તિને છોડાવવું મને દુષ્કર લાગ્યું નહીં, કારણ તપને પ્રભાવ વિચિત્ર છે. પરંતુ હે ભૂપતિ ! મેં નહિ છેદી શકાય એવા જે તંતુરૂપ લતા પાશ છેદ્યા છે તેજ મને બહુ દુષ્કર લાગે છે” શ્રેણિક રાજાએ “એ શી રીતે ?” એમ પૂછયું એટલે આદ્રકુમારે તેમની પાસે પોતાને સઘળો વૃત્તાંત કહીને ફરીથી કહ્યું કે “હારા પુત્રે મને સૂતરના તાંતણાથી બાર વાર બાંધે હતા તે બંધન હું મહાદુઃખથી બાર વર્ષે છેદી શક્યો છું. હે નરાધીશ ! એ બંધનની આગળ આ હસ્તિનું બંધન શા હીસાબમાં છે.”
આદ્રકુમારનું આવું વૃત્તાંત સાંભળી શ્રેણિકાદિ સર્વે માણસે બહુ વિસ્મય પામ્યા. પછી તે આદ્રકુમાર મહા મુનિની ધર્મદેશના સાંભળી વૈરાગ્ય પામેલા શ્રેણિકાદિ સર્વે ને પિત પિતાના ઘરે ગયા. આદ્રકુમારે પણ પિતાના સર્વ શિ સહિત શ્રીવીરપ્રભુ પાસે આવી સંયમ અંગીકાર કર્યું. નિઃસંગપણે ઘેર તપ કરતા એવા તે મહામુનિ સર્વ કર્મને ક્ષય કરી મોક્ષપદ પામ્યા. હે ભવ્યજનો! જે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા અને અભય કુમાર મંત્રીએ મોકલેલી શ્રી આદિનાથની સુવર્ણ પ્રતિમા જોઈ પૂર્વ ભવનું જાતિસ્મરણ જ્ઞાન પામ્યા તેમજ સમકીત પામ્યા પછી આર્ય દેશમાં આવી દીર્ઘકાલ પર્યંત ચારિત્ર પાળી નિર્વાણપદ પામ્યા. તે શ્રી આદ્રકુમાર મુનિને પોતાની શુદ્ધિને અર્થે પ્રણામ કરે.
'श्रीआर्द्रकुमार नामना मुनिवरनी कथा संपूर्ण.
नालंदाए अद्धत्तेरस-कुलकोडिकयनिवासाए ॥ पुच्छिअ गोअमसामी, सावयवयपच्चरकाणविहि ॥ १०१॥ जो चरमजिणसमीवे, पडिवन्नो पंचजामिश्र धम्मं ॥
पेढालपुत्तमुदयं, तं वंदे मुणिअसयलनयं ॥ १०२॥ સાડાબાર કોડ શ્રાવક કુલના નિવાસ સ્થાન એવા નાલંદા પાડામાં શ્રી ગીતમર્ચવામીને શ્રાવકત્રતના પચ્ચખાણની વિધિ પૂછી જેણે શ્રી વીરપ્રભુ પાસે પંચ મહાત