________________
(૧૩૮)
શ્રીરષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ નને કહ્યું. “હે નાથ! મ્હારી આશા પૂર્ણ કરે અને ઉગ્ર એવા કામદેવના આગ્રહને ચૂર્ણ કરે.” સુદર્શન શ્રેષ્ઠીએ કહ્યું “અરે અપંડિત ! હું નપુંશક છું તે વાત શું તે લેકમાં નથી સાંભળી મહારા નપુંશકપણુની વાત તે સર્વત્ર લેક પ્રસિદ્ધ છે.” પછી કપિલાએ શૃંગાર તથા હાવભાવાદિકથી સુદર્શન શ્રેષ્ટને બહુ #ભ પમાડવા માંડે. પણ જેમ કપાતકાલના પવનથી મેરૂપર્વત કંપાયમાન થાય નહીં તેમ તે કંપ્યા નહિં. “નિચે એણે પિતાનું નપુંશકપણું બતાવ્યું તે ખરું છે.” એમ ધારી કપિલાએ તરત તેમને પૂત્ર કરી વિદાય કર્યા. પછી ઉપસર્ગથી મુક્ત થએલા અને પિતાને ઘરે આવેલા સુદર્શન શ્રેષ્ઠીએ એવો અભિગ્રહ લીધે કે “આજથી હારે કેઈના ઘરે એકલા જવું નહીં.”
એકદા ઈંદ્ર મહોચ્છવને દિવસે કપિલ પુરોહિત અને સુદર્શન શ્રેણી સહિત ચંપાપુરીને રાજા દધિવાહન નંદનવન સમોન પિતાના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયે. રાણું અભયા પણ પુરેહિત સ્ત્રી કપિલાની સાથે ત્યાં ગઈ. રસ્તે દેવતાના સમાન કાંતિવાલા છ પુત્રો સહિત મનેરમાને જોઈ કપિલાએ અભયારણને પૂછયું “આ છ પુત્રો સહિત કેની સ્ત્રી છે?” અભયારણુએ કાંઈક હસીને કહ્યું. “અરે સખિ શું તું એને નથી ઓળખતી?” આ નગરીના આભૂષણ રૂપ સુદર્શન શ્રેણીની એ સ્ત્રી છે. સર્વ ગુણના વિભવ અવા તે છ પુત્રો એના ઉદરથી ઉત્પન્ન થએલા છે. માટે હે સખી? નગરશ્રેણી એવા સુદર્શનનાજ એ છ પુત્રો છે એમ તું જાણ.” રાણી અભયાનાં એવાં વચન સાંભળી ચિત્તમાં વિસ્મય પામેલી કપિલા કાંઈક હસીને મૈન ધારણ કરી બેસી રહી એટલે ફરી અભયારાણીએ પૂછ્યું. “હે સખી ! મારા વાત કહેવાથી તે હસી કેમ?” કપિલાએ કહ્યું. “સુદર્શન શ્રેણી તે નપુંશક છે તે આ પુત્રો એના કયાંથી? એથી મને બહુ આશ્ચર્ય થયું છે.” અભયારાણીએ એ પુરૂષ રત્નનું તે નપુંશકપણું શી રીતે જાણ્યું.” એમ પૂછયું એટલે કપિલાએ પૂર્વે બનેલી સર્વ વાત અભયારણને કહી. અભયાએ હસીને કહ્યું. “હે સખી! ખરું છે એ પરસ્ત્રીઓને વિષે નપુંશક તુલ્ય છે માટે હે મુગ્ધ ! એ ચતુર પુરૂષે તને છેતરી છે.” ક્રોધ કરીને કપિલાએ કહ્યું. “હે સખી? હું પણ તને ત્યારે જ ચતુર જાણું કે જ્યારે તું એ શ્રેષ્ટીને રમાડ” રાણીએ કહ્યું “મેં એને રમાડેલા જાણ.” આ પ્રમાણે પરસ્પર વાદ કરતી એવી તે બન્ને જણીઓ ક્રીડા કરીને પોતપોતાને ઘેર ગઈ.
પછી રાણી અભયાએ આ વાત પિતાની ધાવમાતાને જણાવી એટલે તેણીએ કહ્યું કે “જેમ કેઈ બળવંત પુરૂષ સિંહની કેશવાલીને, નાગરાજના ફણા રત્નને અને ગજપતિના દંતશળને લેવા સમર્થ થાય નહીં તેમ પરમ અરિહંતના ભક્તજનેમાં મુખ્ય એવા એ ગુણવંત સુદર્શનને તું બ્રહ્મવ્રતથી શી રીતે ભ્રષ્ટ કરવા સમર્થ થઈશ?” અભયારણુએ કહ્યું. “હે માત! તું એકવાર તેને અહિં લાવી