________________
(૧૧૮)
બીગ વિમલ વૃત્તિ-ઉત્તર ત્યજી દઈ તેના આગમન પર્યત ઉભા રહેવા લાગ્યા. જ્યારે તે ઇદ્રનાગ આહાર કરીને જાય ત્યારે લેક, ભેરીના નાદથી સંકેત કરતા કે હવે સે પોત પોતાનાં કાર્ય કરે.”
એકદા તે રાજગૃહનગરમાં શ્રી વિરપ્રભુ સમવસર્યા. તે વખતે દેવતાઓએ ત્યાં આવીને સમવસરણ રચ્યું. પછી ગેચરીને અવસરે તીર્થંકર પ્રભુએ સાધુઓને કહ્યું.
હે ભદ્રો ! હમણું રાજગહ નગરમાં અનેષણીય આહાર છે માટે વાર કરે. થોડા વખત પછી ભિક્ષા માટે જજે. ” પ્રભુમાં આવાં વચન સાંભળી તે સેવે સાધુઓ ત્યાંજ રહ્યા. ઇંદ્રનાગનું પારણું થયા પછી તીર્થપતિએ ગૌતમને કહ્યું. “હે વત્સ! તું ઈનાગ પાસે જઈને એમ કહે કે “હે બહુપિંડક ! ઇંદ્રિનાગ ! તને એક પિંડિક જેવા ઈચ્છે છે. ” તારે ત્યાં આવવુ એગ્ય છે એમ જણાવ્યું છે. પ્રભુની આજ્ઞાથી ગમે ત્યાં જઈ ઈંદ્રનાગને તેજ પ્રમાણે કહ્યું. પછી ગોતમનાં વચન સાંભલી ઈનાગ વિચારવા લાગ્યા. “ ફક્ત એક ઘરને વિષે ભેજન કરનારા મેં બહુપિંડ શી રીતે કર્યા ? શ્રી વિરપ્રભુએ મોકલેલા આ મૃષા ભાષણ કેમ કરે છે ? ખરું જોતાં તે અનેક ઘરથી આહાર ગ્રહણ કરનારા તેઓ જ બહુ પિંડિક છે. વલી તે ઇંદ્રનાગ ફરીથી વિચારવા લાગ્યા. “ વીતરાગ એવા એ જિનેશ્વર કયારે પણ સર્વથા મૃષા ભાષણ કરે નહિ. હા, મેં જાણ્યું ખરેખર હું જ બહુ પિંડિક તીર્થ છું. કારણ સર્વે નાગરવાસી જને મહારે માટેજ ઉત્કૃષ્ટ આહાર નિપજાવે છે અને તેના સર્વાગીપણાથી મને પાપ લાગે છે. અહો ! તમે કહેલું બહુ પિંડિમ્પણું ખરેખર હારે વિષે જ લાગું થયું મેક્ષના અભિલાષી આ મહાત્માઓ તે નિરંતર ગૃહસ્થોએ પોતાને માટે બનાવેલા એષણીય આહારને ગ્રહણ કરે છે. આ પ્રમાણે વિચાર કરતા ઈનાગને જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું તેથી શુભ આશયવાલા તેણે પ્રતિબોધ પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી કૃતાર્થ અને વિધિના જાણ એવા તે નાગ મુનિ વિધિ પ્રમાણે સંયમને આરાધી કેવલજ્ઞાન મેળવી મેક્ષ પામ્યા.
બાલ્યાવસ્થામાં મરકીના રેગથી પોતાના કુલ ક્ષય થવાને લીધે એકલા રહેલા અને નિરંતર ભિક્ષાવૃત્તિ કરતા તેમજ અજ્ઞતપ કરતા એવા તે ઇંદ્રનાગ તાપસ સાધુએની તપશ્ચર્યાની વિધિને જોઈ, જિનેશ્વરનાં વચન સાંભલી પ્રતિબંધ પામ્યા. પછી ચારિત્ર પાલી મોક્ષને પામેલા ઇંદ્રનાગ મુનિને હું સ્તવું છું.
'श्रीइंद्रनाग ' नामना मुनिवरनी कथा संपूर्ण
अम्हाणमणाउट्टी, जावज्जीवंति सोउ मुणिवयणं ॥
चिंतंतो धम्मरुइ, जाओ पत्तेअबुद्धजइ ॥ ९४ ॥ અમાવાસ્યાને દિવસે વિહાર કરતા એવા સાધુઓને જોઈ ધર્મરૂચિ તાપસે પૂછયું. “તમારે આજે અનાદી (ફલ પત્રાદિના છેદન રૂપ અહિંસા) નથી ? ”