________________
wN
“શ્રીધર્મચિ નામના મુનિવરની કથા.
(૨૯) સાધુઓએ કહ્યું “ અમારે જાવજીવ પર્યત અનાકુટી છે, ” સાધુઓનાં આવાં વચન સાંભલી વિચાર કરતા એવા તે ધર્મરૂચિ પ્રત્યેકબુદ્ધ મુનિ થયા. ૯૪
* 'श्रीधर्मरुचि' नामना मुनिवरनी कथा * આ ભરતક્ષેત્રમાં કલ્યાણના વિસ્તારવાલું વસંતપુર નામે નગર છે. જે નગરમાં પ્રસન્નતાના મીષથી જાણે મૂર્તિમાન હોયની ? એ શ્રી અરિહંત પ્રભુને ધર્મ નિવાસ કરે છે. તે નગરમાં પોતાના પુત્રની પેઠે પ્રજાનું રક્ષણ કરનારો અને પરિણામથી પવિત્ર લક્ષ્મીવાળો જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતે. તે ભૂપતિને રૂપ, સિભાગ્ય અને ભાગ્યાદિ ગુણેને ધારણ કરનારી તથા ધર્મકર્મમાં કુશલ એવી ધારિણી નામે સ્ત્રી હતી. નિરંતર વિષયસુખ ભોગવતા એવા તેઓને ધર્મમાં પવિત્ર સ્થિતિવાલે ધર્મરૂચિ નામે પુત્ર થયો.
એકદા જિતશત્રુ ભૂપતિ, ક્રિડા કરવા માટે પોતાના અંત:પુરના ઉદ્યાનમાં ગમે ત્યાં તેણે કઈ શ્રમણ તાપસને જોઈ ભક્તિથી પ્રણામ કર્યા. તે તાપસે પણ રાજાની આગળ પાપના તાપથી પીડા પામેલા જનસમૂહને અમૃતની નદી સમાન ધર્મદેશના આપી તે આ પ્રમાણે -
હે પ્રાણીઓ ! આયુષ્ય વાયુએ કંપાવેલા વાદલાના સમાન ચપલ છે. સર્વે સંપત્તિઓ સમુદ્રના કલોલ સમાન અસ્થિર છે. તારૂણ્ય પણ તેવું જ અનિશ્ચલ છે. સર્વે વિષયે કિંપાક ફલ જેવા છે, માટે તમે સંસારસમુદ્રને તારનારા તથા શિવ સુખ આપનારા શ્રી ધર્મને અંગીકાર કરે. ” તાપસના આવા ધર્મોપદેશનાં વચન સાંભલી અત્યંત વૈરાગ્યવાસિત થએલા જિતશત્રુ ભૂપતિએ પોતાના પુત્ર ધર્મરૂચિને કહ્યું. “ હે ઉત્તમ બુદ્ધિવાળા પુત્ર ! હમણાં તું આ વિસ્તારવંત રાજ્યને અંગીકાર કર અને હું પોતે સ્ત્રી સહિત તાપસવ્રત અંગીકાર કરીશ. ” ધર્મચિ વિચાર કરવા લાગ્યું. “ પિતા આ રાજ્ય મને આપી પોતે શા માટે વાનપ્રસ્થ ધર્મ અંગીકાર કરે છે ? ” પછી તેણે માતાને પૂછયું. “ હે માતા ! મ્હારો પિતા અને રાજ્ય સેંપી પોતે તપવન પ્રત્યે શા માટે જાય છે ? ” માતાએ કહ્યું. “હે વત્સ ! અનેક પ્રકારે દીર્ધકાલ પર્યંત ભગવેલું રાજ્ય ભવાંતરે નરકાદિકની વેદના આપે છે અને તે રાજ્યને ત્યજી દઈ પાલેલું વ્રત મેક્ષ સુખને અર્થે થાય છે. એ જ કારણથી ત્યારે પિતા રાજ્ય ત્યજી દઈ તાપસી દીક્ષા લે છે. ” માતાનાં આવાં વચન સાંભલી અત્યંત ભય પામેલે ધર્મરૂચિ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે “ધિક્કાર છે ધિક્કાર છે આ રાજ્યને કારણ કે જે જોગવતાં છતાં નરકાદિ દુઃખ આપનારું થાય છે. માટે હમણું પિતાએ આપવા માંડેલું તે નરકાદિ દુઃખ આપનારું રાજ્ય હારે કઈ પણ રીતે ગ્રહણ કરવું નહી. ” આમ વિચાર કરીને ઉત્તમ બુદ્ધિવાલા તે ધર્મરૂચિએ પિતાને કહ્યું. “હે તાત! મેં તમારું હારે વિષે પૂજનને એ