________________
શ્રીઆદ્ધમાર નામના મુનિવરની કથા. (૧૯) કુમારે આ તે શું આભૂષણ મોકલ્યું હશે?” એમ વિચાર કરતા આદ્રકુમારે પિતાના હાથ, પગ, મસ્તક, કંઠ, હદય અને શ્રવણાદિકને વિષે તે સુવર્ણમય જિનપ્રતિમા બાંધી જોઈ પણ તેથી તે કાંઈ શેભા પાપે નહીં. પછી તે પ્રતિમાને પોતાની સામે બાજઠ ઉપર મૂકી અને નિહાળી ઉહાપોહ કરતા શુદ્ધ બુદ્ધિવાલા તે આદ્રકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે વિચાર કરવા લાગ્યો કે “અહો ! માન દુર્ગચ્છા કરવાથી સંયમને વિરાધે હું અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છું. માટે ધિક્કાર છે મને, પરંતુ ધન્ય છે તે એક જ છે કે જે અભયકુમારે શ્રી અરિહંતની પ્રતિમા મોકલી મને પ્રતિબોધ પમાડી હારા ઉપર ઉપકાર કર્યો. હવે પછી એ હારે પરમ મિત્ર છે. કારણ એણે મને ધર્મ પમાડી મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. કહ્યું છે કે –
कस्तस्मात्परमो बंधुः, प्रमादाग्निप्रदीपिते ॥
यो मोहनिद्रया सुप्तं, भवगेहे प्रबोधयेत् ॥१॥ પ્રમાદરૂપ અગ્નિથી બળતા સંસાર રૂપ ઘરને વિષે મેહરૂપ નિદ્રાથી સુતેલા પુરૂષને જે જગાડે તેના વિના બીજો કયે ઉત્તમ મિત્ર છે? અર્થાત્ કઈ નથી. માટે હવે હું આર્ય દેશ પ્રત્યે જઈ સંયમ લઈશ.” આ પ્રમાણે વિચાર કરી તથા તે સુવર્ણરૂપ જિનેશ્વરની પ્રતિમાનું ભક્તિથી પૂજન કરી આદ્રકુમાર પિતાના પિતાને કહેવા લાગ્યા. “હે તાત ! અભયકુમાર મિત્રે મહારી સાથે એવી પ્રીતિ કરી છે કે હું તેના વિના રહી શકતો નથી. માટે આપ મને એક વખત આજ્ઞા આપે કે જેથી એકવાર તેને મળી ઝટ પાછા અહિં આવું.” પિતાએ કહ્યું. “હે વત્સ! તેં એ રોગ્ય કહ્યું છે. પણ તે અમને સુખકારી નથી, કારણ અમારા શત્રુઓ પગલે પગલે હોય છે. રાજ્યના સર્વ ભારને ધારણ કરવામાં સમર્થ એવો તું અમારે એકને એક પુત્ર છે માટે ત્યારે સર્વથા અભયકુમારની પાસે જવું નહીં. હે વત્સ! ત્યારે અહિં. યાંજ રહીને અભૂત વસ્તુ મેકલવાથી તેની સાથે પ્રીતિ વધારવી.” પિતાએ આ પ્રમાણે નિષેધે એટલે ભવથી ઉદ્વેગ પામેલો તે આદ્રકુમાર બહુ શેકાતુર થયે. આદ્રકિ ભૂપના મનમાં આ વાત જાણવામાં આવી તેથી તેણે પુત્રના રક્ષણ માટે તેની પાસે પોતાના પાંચસે સુભટો રાખ્યા. જેમ તારાઓ ચંદ્રને વિટલાઈને રહે તેમ તે પાંચસે સુભટે હંમેશાં આદ્રકુમારને વિટલાઈને રહેતા હતા.
પછી શંકાયુક્ત ચિત્તવાળે બુદ્ધિવાળે અને કાર્યને જાણ એ આદ્રકકુમાર પાંચસે સુભટેની સાથે હંમેશાં નગરની બહાર અશ્વ ખેલાવવા જવા લાગ્યો. સુભાટે જોતાં છતાં શુદ્ધ બુદ્ધિવાલો આદ્રકકુમાર પોતાના અશ્વને ખેલાવતે ખેલાવતો પિતે દિવસે દિવસે વધારે વધારે દૂર જાય અને પાછો આવે. “અહો ! આ કુમાર અશ્વ ખેલાવવાનું કે સારે અભ્યાસ કરે છે ?” એ તેણે હમેશાં તે સર્વે સુભટેના
૧૭