________________
શ્રીઆદ્ધકમાર નામના મુનિવરની કથા. (૧૭) મને જાણ એ મહાસતી બંધુમતીએ શીલરક્ષા માટે પિતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ ઘોર મહા પાપથી મલીન થએલા અને દુરાત્મા એવા હારે હમણાં જીવવામાં શું લાભ છે ? ” આ પ્રમાણે વિચાર કરી અનશન લઈ તે મહામુનિ પોતાના દઢ એવા તે દુર્ગચ્છા કર્મને આલેચ્યા વિના શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયા. પવિત્ર ચારિત્રવાલા મિત્ર સાધુ પણ આયુષ્ય પૂર્ણ થયે શુભ ભાવથી મૃત્યુ પામીને સ્વર્ગમાં દેવતાપણે ઉત્પન્ન થયો,
હવે સામાદિત્યને જીવ સ્વર્ગથી ચવીને અનાર્ય એવા આદન દેશમાં આકિ નામના ભૂપતિને આદ્રકુમાર નામે શ્રેષ્ઠ પુત્ર થયો. મિત્રને જીવ પણ સ્વર્ગથી ચવી શ્રેણિક રાજાની નંદા રાણીને અભયકુમાર નામે પવિત્ર પુત્ર થયો, છેવટ બંધુમતી સાધ્વીને જીવ પણ સ્વર્ગથી આવી વસંતપુરમાં ધનશ્રી નામે શ્રેષ્ઠી પુત્રી થઈ. ઉત્તમ પુણ્યના પેગથી વૃદ્ધિ પામતા આદ્રકકુમાર અનુક્રમે અનુપમ કલાકેલિના મંદીર રૂપ વન અવસ્થા પાપે. આ વખતે શ્રી શ્રેણિક મહારાજાએ પૂર્વથી ચાલતી આવતી પ્રીતિની વૃદ્ધિને અર્થે હર્ષથી આદ્રકી રાજાને ભેટ મોકલી. આ વખતે શ્રી માન આકકુમાર પોતાના પિતા પાસે બેઠો હતો. તેથી તે આવેલી ભેટ જોઈ વિસ્મયથી વિચાર કરવા લાગ્યું “ શ્રીશ્રેણિક ભૂપતિ હમણાં હેટ રાજા સંભલાય છે. અને તે હારા પિતાને મિત્ર છે તે હારે પણ તેના પુત્રની સાથે મૈત્રી કરવી જોઈએ. ” આમ ધારી તેણે ભેટ લઈ આવેલા માણસને પોતાના મહેલમાં બેલાવીને પૂછ્યું કે “ શ્રી શ્રેણિક રાજાને કોઈ એવો પુત્ર છે કે જે સદ્દગુણની સાથે હું પણ મૈત્રી કરું ? ” શ્રી શ્રેણિક રાજાને મહા બલવંત એવા ઘણુ પુત્રો છે. પરંતુ તેમાં સુકૃતી, સર્વ ગુણયુક્ત, મિત્ર ઉપર સ્નેહ રાખનારે અને કર્યા ગુણને જાણુ એ અભયકુમાર નામનો મુખ્ય પુત્ર છે. ” અભયકુમારનું નામ સાંભલી આદ્રકકુમાર પૂર્વ જન્મના અનુરાગથી બહુ આનંદ પામ્યો. પછી તેણે તે રાજપુરૂને કહ્યું. “હે ભદ્રો ! તમે જ્યારે પિતાના પુર પ્રત્યે જાઓ ત્યારે અભયકુમાર માટે હારી ભેટ તથા પત્ર લઈ જજો. તે વિના તમારે જવું નહી. વલી તમારે તે મિત્રને હારા સ્નેહ પૂર્વક આદરથી પ્રણામ કહેવા. ” પછી રાજ પ્રસાદને લઈ તે શ્રેણિક રાજાના પુરૂષો પોતાના પુર પ્રત્યે જવાની તૈયારી કરતા આદ્રકકુમાર પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા. “ હે કુમાર! અભયકુમાર માટે ભેટ અને પત્ર આપો. અમે નિચે આજે રાજગૃહ નગર પ્રત્યે જવાના છીએ.” પછી અતિ હર્ષ પામેલા આદ્રકકુમારે પોતે મિત્ર અભયકુમાર માટે ભેટ સહિત પત્ર તે રાજપુરૂષને આપે. રાજપુરૂષે ચાલ્યા અને થોડા દિવસમાં રાજગૃહ નગર પ્રત્યે આવી પહોંચ્યા. ત્યાં તેઓએ આદન દેશના અધિપતિના સર્વ સમાચાર હર્ષપૂર્વક શ્રેણિક રાજાને કહ્યા. અને આદ્રકુમારે એકલાવેલ પત્રસહિત ભેટ અભયકુમારને આપી. અભયકુમારે કહ્યું. “ હે ભદ્રો ! આ ભેટ કેની છે અને