________________
(૧૨૨).
શ્રી વષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધિ ઉત્તમ પુત્રને જન્મ આપે. આ વખતે દૈવયેગથી મંત્રીની સ્ત્રી પિહિલાએ એક પુત્રીને જન્મ આપે. આ વાતની પ્રધાનને ખબર પડી તેથી તેણે તુરત તે પોતાની પુત્રી રાણીને અર્પણ કરીને તેને પુત્ર પોતાની પ્રિયાને સોંપ્યો. પછી હર્ષિત ચિત્તવાલા મંત્રીએ જન્મમહોચ્છવ કરી તે રાજપુત્રનું કનકધ્વજ નામ પાડયું. પાંચ ધાવ માતાએથી લાલન પાલન કરાતા તે કનકધ્વજને મંત્રીએ સર્વ કલાશાસ્ત્રને અભ્યાસ કરાવ્યો. રૂપે કરીને જાણે શાક્ષાત્ કામદેવ હાયની? એ તે કનકધ્વજ કુમાર વનાવસ્થા પામ્યું. પછી કનકરથ રાજા મૃત્યુ પામે એટલે મંત્રીએ કનકધ્વજને રાજ્યાસને સ્થાપે. કનકધ્વજ કુમાર તે દિવસથી આરંભીને ક્યારે પણ ભક્તિથી તેતલિયુત પ્રધાનની આજ્ઞા ઉલ્લંઘન કરતો નહીં. - એકદા તે તેતલિસુત પ્રધાનને પિતાના પ્રાણથી પણ અધિક પ્રિય એવી પિટ્ટિલા પ્રિયા પૂર્વના કર્મથી અપ્રિય થઈ પડી. જેથી તે તેણીની પાસે રસોઈ કરાવવા લાગ્યું. કહ્યું છે કે દેવ પ્રતિકૂલ હોય તે કેને પરાભવ નથી થતું? પછી પોતાના કર્મથી પરાભવ પામેલી પિદિલા પોતાના પતિને વશ કરવા માટે અનેક માણસોને પૂછવા લાગી. એક દિવસ તેણીના ઘરને વિષે સાધ્વીઓ ગોચરી માટે આવી. એટલે પિદિલાએ તે મહાસતીઓને પોતાના પતિને વશ કરવાને ઉપાય પૂછ્યું. આ વખતે સાધ્વીઓએ કૃપાથી તેણીને ધર્મદેશનાવડે અરિહંતના ધર્મમાં એવી સ્થિર કરી કે જેથી તે તુરત વૈરાગ પામી. પછી પિટ્ટિલાએ દિક્ષા લેવા માટે પિતાના પતિની રજા માગી એટલે મંત્રીએ કહ્યું. “હે પ્રિયે ! જે તે સ્વર્ગમાં દેવપણું પામે છતે મને પ્રતિબધ કરે તે હું તને ચારિત્ર લેવાની રજા આપું.” પટ્ટિલાએ તે સર્વ વાત અંગીકાર કરી તથા તેને આરાધી દેવલોકમાં મહા સસદ્ધિવંત દેવતાપણે ઉત્પન્ન થઈ. પછી તે દેવે સાધુ શ્રાવક વિગેરે અનેક રૂપ ધારણ કરી બહુ પ્રકારે તેતલિયુત પ્રધાનને પ્રતિબોધ પમાડવા માંડે. પણ તે પ્રતિબોધ પામ્યું નહીં.
પછી તે દેવતાએ એક દિવસ તેતલિસુત પ્રધાન ઉપર કનકધ્વજ ભૂપતિને અત્યંત દુધાતુર કર્યો, જેથી પ્રધાન ભયથી સભાની બહાર ચાલ્યા ગયે અને બીજા લેક પણ તેવી જ રીતે વિદાય થયા. અહો ! દેવતાની કેવી અધિક દિવ્ય શક્તિ હોય છે. પછી અત્યંત ભયબ્રાંત થએલે પ્રધાન મૃત્યુ પામવાની ઈચ્છાથી ગલામાં પાશ નાખવા, અંધારા કુવામાં પડવા અથવા અગ્નિમાં ઝંપાપાત કરવા લાગ્યો, પરંતુ દેવતાએ તે સર્વ વૃથા કર્યું. છેવટ વનમાં નાસી જતા એવા પ્રધાનને આગલ ચારે તરફ ખાઈ અને પાછલ ભિલ્લુ લોકોના બાણેને વરસાદ માલમ પડ. પછી હવે શું કરવું. તેને કાંઈ રસ્તો ન મળવાથી મૂઢ થએલા તેતલિસુતને પોતાની પિટ્ટિલા યાદ આવી. આ વખતે પેલા દેવતાએ “ દુઃખના ઔષધરૂપ દીક્ષા અંગીકાર કર.” એમ કહ્યું. દીક્ષાનું નામ માત્ર સાંભલવાથી જાતિસ્મરણ જ્ઞાન પામેલા તેતલિયુત પ્રધાને પ્રતિબંધ પામીને દેવતાને કહ્યું કે “તું મ્હારા ઉપર ભૂપતિને પ્રસન્ન કર, કારણ