________________
( ૧૨૦ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તા
એવુ હિત જાણ્યું. જે તમે ભવાંતરને વિષે બહુ ફ્લેશ આપનારૂં રાજ્ય મને આપી પેાતે શાશ્વત સુખને અર્થ વ્રત લેવાની ઇચ્છા કરે છે. માટે મ્હારે પણ એ દુ:ખદાયી મ્હોટા રાજ્યનું કામ નથી. હુતા નિર્વાણુના સુખને આપનારૂં વ્રત અંગીકાર કરીશ. ” પછી પુત્રના આવા મહા આગ્રહને જાણી જિતશત્રુ ભૂપતિએ ધર્મરૂચિ પુત્ર સહિત તાપસ વ્રત લીધું.
*
એકદા ચાદશને દિવસે તાપસાએ એવી ઉદ્દાષણા કરાવી કે “ હું તાપસેા ! આજે ભાજન માટે ઉત્તમ એવાં ફૂલ ફુલ વિગેરે ગ્રહણ કરવાં. કાલે પાપને નાશ કરનારા અમાવાસ્યાના દિવસ છે માટે અતિ સાવધાનપણે અનાટ્ટિ કરવી. લ પત્રાદિકને નહિ તેાડવું તેને વિદ્વાન પુરૂષોએ અનાકુટ્ટિ કહેલ છે, અને અમાવાસ્યાને દિવસ તે અનાકુટ્ટિ ઉત્તમ મુનિઓએ નિશ્ચે કરવી જોઈએ. ” પછી ચાદશને દિવસે ફળપત્રાદિકના ચાગ્ય સંગ્રહ કરી ધર્મચિ અમાવાસ્યાને દિવસ પોતાના આશ્રમમાં બેઠા હતા. એવામાં તેણે સાધુઓને જતા જોઇ કહ્યુ કે “ હું ભતા ! આજે તમારે અના≠િ નથી ?” સાધુએએ ! “ અનાકુટ્ટિ અહિંસા કહેવાય છે. અને તે અમારે જાવજીવ પર્યંત છે. ” એમ કહ્યું. એટલે તે ધર્મરૂચિ અનાર્કેટ્ટિને વિચાર કરવા લાગ્યા. એટલામાં તેને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી ઉત્તમ બુદ્ધિવાલે તે કાર્યન્ન ધર્મરૂચિ જૈન દિક્ષા લઇ પ્રત્યેક યુદ્ધ થઇ અનુક્રમે કર્મ ક્ષય થવાથી સિદ્ધ થયેા. પેાતાની માતાના મુખકમળથી નરકદાયી રાજ્યને જાણી પિતાની સાથે તાપસી દીક્ષા લેનારા ધ ફિચ સાધુના સુખથી “ અમારે જાવજીવ પર્યંત અનાકુદ્ધિ છે ” એવું વચન સાંભલી પ્રતિમાષ પામીને જૈની દીક્ષા લઇ સિદ્ધિપદ પામ્યા તે ધમ રૂચિ મુનિની હું સ્તુતિ કરૂં છું.
,,
• શ્રીયમેવ ’ નામના મુનિની જ્યા સંપૂર્ણ
पुक्खलवईई पुंडरगिणी य, राया अहेसि महपउमो ॥ चउदसपुव्वी संलेहणाइ पत्तो महासुके ।। ९५ ।।
પુષ્કલાવતિ વિજયને વિષે પુંડરિકણી નગરીમાં મહાપદ્મ નામે રાજા હતા, તે દીક્ષા લઇ ચાદ પૂર્વના ધારણહાર થઈ અને સલેખનાથી મૃત્યુ પામી મહાશુક નામના દેવલાકમાં દેવતા થયા. ॥ ૫ ॥
तत्तो तेअलिपुत्तो, वयणेण पुट्टिलाइ जाइसरो || વનાળી માસફ, તેનિામ મુદ્રાવળ ૫-૧૬ ॥
પછી મહાશુક્ર દેવલાકથી ચવી તે મહાપદ્મને જીવ તેતલિ પુત્ર થયા. તે ભવમાં પણ તે પાતાની પુટ્ઠિલા સ્ત્રીના વચનથી જાતિસ્મરણ જ્ઞાન પામી દીક્ષાથી કેવલજ્ઞાની થઇ તેમણે તેતલિ નામે શ્રુતાચયન રચ્યું ॥ ૯૬ u