________________
પ્રત્યેકબુદ્ધ ચીનગારીનું ચરિત્ર, ને પાછી વાલશે તેને હું તે હારી પુત્રી પરણાવીશ.” રાજાના આવાં વચન સાંભળી ચાર પુરૂષ તૈયાર થયા તેમાં એક જોશી, બીજે સુથાર, ત્રીજો સુભટ સહસ્રોધ અને ચોથે વૈદ્ય. વિદ્યાધર કઈ દિશામાં ગયા છે તે વાત જોશીએ કહી. સુથારે દિવ્ય રથ તૈયાર કર્યો. પછી તેમાં બેસી આકાશ માર્ગે જતા એવા સુભટે વિદ્યાધરને હણ્યો વિદ્યાધરે પણ મરતાં મરતાં પેલી કન્યાનું મસ્તક છેદી નાખ્યું. પરંતુ તેણીને વૈદ્ય તુરત જીવતી કરી. પછી રાજાએ તે પિતાની પુત્રી ચારે જણને આપી. કન્યાએ કહ્યું “જે મ્હારી સાથે અગ્નિમાં પ્રવેશ કરશે તેનીજ હું પ્રિયા થઈશ એ હાર નિશ્રય છે.” પછી બીજે દિવસે મનુષ્યરહિત સ્થાનકે સુરંગના દ્વાર ઉપર રચેલી ચિતામાં જે પુરૂષ તે કન્યાની સાથે પેઠો તે ઉત્સાહ પૂર્વક તેણુને પરણ્ય.” મદનાએ “હે તત્વિ! એ ચારે પુરૂષમાંથી કયે પુરૂષ, તે કન્યાને પર તે મને કહે ?” એમ કહ્યું એટલે કનકમંજરીએ તે વાત પૂરી કરવાનું આવે તે દિવસે કહ્યું. બીજે દિવસે રાજા ત્યાં જ આવ્યા અને કપટનિદ્રાથી સુતે. પછી દાસીના પૂછવાથી કનકમંજરીએ કહ્યું. “કન્યાનું મૃત્યુ થવાનું નથી એમ જે નિમિત્તજ્ઞ જાણતો હતો તે તેણીને પતિ થયો.”
| કૃતિ નવી જથા |
વલી પણ મદના દાસીના પૂછવાથી રાણી કનકમંજરીએ વાત કહેવાનો આરંભ કર્યો. પૂર્વે જયપુર નામના નગરથી કાંતિએ કરીને સુંદર એવા રાજાને કેઈ અવિનિત અશ્વ, વનમાં લઈ ગયા. ચોકઠું ઢીલું કરવાથી ઉભા રહેલા અશ્વ ઉપરથી નીચે ઉતરેલા તે ભૂપતિએ એમ તેમ જેવાથી ત્યાં કેઈ એક નિર્મલ જળથી ભરેલું તલાવ જોયું. આ વખતે બહુ લાવણ્યવાળી કઈ તાપસકન્યા ત્યાં આવી. રાજા તે તાપસકન્યાને પિતાની રાગવાલી દ્રષ્ટિથી અભિલાષ પૂર્વક જેવા લાગ્યો. પછી તાપસ કન્યાએ પોતાની સખીના મુખથી તે રાજાને આદર સત્કાર કરીને તેને દાનમાનવડે પોતાના આશ્રમ પ્રત્યે આવવાનું નિમંત્રણ કર્યું. આશ્રમમાં આવેલા રાજાની કુલપતિએ તાપસજનને યોગ્ય એવી પૂજા કરી. ત્યારબાદ તે ભૂપતિ, કુલનાથે આપેલી તે તાપસકન્યાને મહોત્સવ પૂર્વક પરા . બીજે દિવસે અત્યંત પ્રસન્ન એ તે રાજા, તાપસની રજા લઈ પોતાની નવી પત્ની સહિત અશ્વ ઉપર બેસી પોતાના રાજ્ય તરફ પાછા વલ્યો. અનુક્રમે આવતા એવા તે રાજાએ સાંજ થવાને લીધે એક તલાવને કાંઠે વૃક્ષની નીચે પડાવ કર્યો. ત્યાં તાપસકન્યા ઉંઘી ગઈ એવામાં કઈ રાક્ષસ રાજાની પાસે આવી તેને કહેવા લાગ્યા. “હું છ માસ થયા ભૂખ્યો છું. સારું થયું જે આજે તું મને ઈષ્ટ જનરૂપ પ્રાપ્ત થયે. હે ભૂપ! હું ત્યારથી અત્યંત તૃપ્ત થઈશ. અથવા તું મને ઈષ્ટ વસ્તુ ભેજનને માટે આપ. તે એજ કે કેઈ બ્રાહ્મણને