________________
(૧૮)
શ્રીષિસંલ વૃત્તિ-ઉત્તરદ્ધ, સમય આવ્યું હતું. હવે પછી શું શું નહિ થાય ? માટે હે જીવ! દુર્ગતિના
ચાનરૂપ રાગને તજી દે તજી દે. કારણ મૃત્યુ પામવાના સ્વભાવવાળા કયા પુરૂષને વધ્ય અને સ્ત્રી વિગેરે પોતાનું થયું છે?”
આ પ્રમાણે ભાવના ભાવતા એવા તે ઈલાપુત્રને ઘાતિ કર્મના ક્ષયથી વંશના ઉપરજ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તુરત ત્યાં આવેલા દેવતાઓએ તેજ વંશને ઉત્તમ બનાવી તેના ઉપર સુવર્ણના કમલમાં દિવ્ય સિંહાસનની રચના કરી. પછી ઈલાપુત્ર કેવલી પંચમુષ્ટિ લેચ કરી યતિષ ધારણ કરી તે સિંહાસન ઉપર બેઠા. આ વખતે દેવતાએ દુંદુભિના નાદ અને હર્ષના શબ્દો કર્યા તેમજ દેવાંગનાઓએ પણ કેવલીનું ગીત ગાન કરવા માંડયું. કેવલીએ ઉત્તમ ધર્મદેશનાને આરંભ કર્યો તે જાણીને રાજાદિ મુખ્ય પુરૂષે ત્યાં આવી કેવલીને પ્રણામ કરવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી કેટલાકે ચારિત્ર અંગીકાર કર્યું, કેટલાકે શ્રાવકનાં બાર વ્રત આદર્યો અને કેટલાકે શુદ્ધ સમકિત લીધું. પછી તે ઈલાપુત્ર કેવલી, વિશ્વમાં વિહાર કરી, અનેક ભવ્ય પુરૂષને પ્રતિબંધ પમાડી. સર્વ કર્મને ક્ષય કરી મોક્ષપુર પામ્યા. પ્રથમજ મહેટા શ્રેષ્ઠીના કુલમાં ઉત્પન્ન થઈને નટની પુત્રી મિઈ તેના ઉપર આસક્ત થયા, ત્યાર પછી માતા પિતાને તજી નટ થઈ વંશ ઉપર ચડી નૃત્ય કરવા લાગ્યા ત્યાંથી મુનિને જોઈ વૈરાગ્ય પામી ભાવનાથી કેવલજ્ઞાન પામ્યા. તે ઇલાપુત્રની હું સ્તુતિ કરું છું. ઈતિ
છે શ્રી વિપુત્રની યા/
उवसमाववेगसंवरपय-चिंतणवज्जदलिअपावगिरी ॥
सोदुवसग्गो पत्तो, चिलाइपुत्तो सहस्सारे ॥ ८९॥ ઉપશમ, વિવેક અને સંવરના ચિંતવન રૂપ વજે કરીને દલન કરી નાખ્યો છે પાપરૂપ પર્વત જેમણે તથા કીડીઓના ઉપસર્ગને સહન કરનારા ચિલાતિપુત્ર સહસાર નામના આઠમા દેવકને પામ્યા. ૮૯ છે
चालणिगंपिच भयवं, समंतओ जा कओ अ कीडीहिं ॥
घोरं सरीरवियणं, तहविअ अहिआसए धीरो ॥ ९० ॥ ધીર અને સામર્થ્યવાન એવા ચિલાતિપુત્રે પોતાનું સર્વ અંગ કીડીઓએ ચાલણી સમાન કર્યા છતાં તે અસહ્ય શરીરવેદનાને સમ્યફ વૃત્તિથી સહન કરી. . ૯૦
अट्ठाइझेहिं राइदिएहि, पत्तं चिल्लाइपुतेण ॥
देविंदामरभवणं, अप्परगणसंकुलं रम्मं ॥ ९१ ॥ ચિલાતિપુત્રે અઢી અહોરાત્ર વડે અપ્સરાઓના સમૂહવાલું અને રમ્ય એવું મહેસું વિમાન પ્રાપ્ત કર્યું. ૯૧ છે