________________
(૧૧૦)
શ્રી બષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, તે હું ચિલાતીપુત્ર છું. તું જતાં છતાં હું હારું દ્રવ્ય અને સુસુમ પુત્રી લઈ જાઉં છું માટે જે હારામાં શક્તિ હોય છે ત્યારે જેમ કરવું હોય તેમ કર.” આ પ્રમાણે કહી પરિવાર સહિત તે એરરાજ, ધન શ્રેષ્ઠીના ઘરમાંથી દ્રવ્ય અને સુસુમાને લઈ ચાલ્યો ગયો.
પછી ધન શ્રેષ્ઠી નગરના રક્ષકને બોલાવી કહેવા લાગ્યો કે–“હે રક્ષકે ! હારી પુત્રી અને દ્રવ્ય એ બન્ને વરતુને ચેર લેકે ચોરી ગયા છે માટે તમે તે વસ્તુને પાછી લાવે તે હું તમને તે દ્રવ્ય આપીશ.” તુરત તૈયાર થએલા રક્ષક કે તે ધાડ પાછળ દોડયા. ધન શ્રેષ્ઠી પણ પોતાના પુત્ર સહિત સર્વે પ્રકારનાં આયુધ લઈ તેમની સાથે . રક્ષક લોકે ધાઢને મલી ચાર લોકોને મારી દ્રવ્ય લઈ પાછા વળ્યા. કહ્યું છે કે પ્રાયે લોક પોતાના અર્થનાજ સાધક હોય છે. આ વખતે ચિલાતીપુત્ર નામને ચેરરાજ ભયથી જેટલામાં સુસુમાને લઈ બીજી દિશા તરફ નાસવા લાગ્યો તેટલામાં તે પ્રમાણે નાસી જતા એવા તે ચેરને જોઈ યમની પેઠે ક્રોધ પામેલે ધન શ્રેણી ધોતાના પુત્ર સહિત તેની પાછળ દોડયો. પિતાની પાછળ ધન શ્રેણીને આવતે જોઈ અત્યંત ભયભીત થએલો ચિલાતીપુત્ર ચેરરાજ વિચારવા લાગ્યો કે “હવે હું આ કન્યાસહિત ધનના આગલથી નાસી જવા સમર્થ નથી. એટલું જ નહિ પણ આ કન્યાને અહીં તજી દઈને જવા હું સમર્થ નથી માટે હવે તે હું ફક્ત તેણીનું મસ્તક લઈ આ ધનની પાસેથી નાશી જાઉં કારણ કહ્યું છે કે જીવતે માણસ ફરી ભદ્ર પામે છે.” આ પ્રમાણે વિચાર કરી ચિલાતી પુત્ર ખવડે સુસુમાના મસ્તકને કાપી સાથે લઈ નાસી ગયે. તે વખતે ધન શ્રેષ્ઠી ત્યાં આવી પહોંચે અને પોતાની પુત્રીની તેવી અવસ્થા જોઈ પુત્ર સહિત તે બહુ શાક પામે. પછી તેણે તે વનમાં દીર્ધકાળ પર્યત બહુ વિલાપ કર્યો. બહુ વખત થવાને લીધે પુત્રસહિત તે ધનશ્રેષ્ઠીને પ્રાણાંતકારી ક્ષુધા લાગી પરંતુ તે વનમાં ભક્ષણ કરાય તેવી ફળાદિ કંઈ વસ્તુ નહોતી.
પછી ધન શ્રેણી વિચાર કરવા લાગ્યું “ક્ષુધા બહુ લાગી છે તેથી અમે સે અહિંજ મૃત્યુ પામીશું અને તેમ થવાથી આ પ્રકારના વૈભવને વિનાશ અને કુળને ક્ષય થશે. માટે જે કોઈ પ્રકાર વડે કરીને જીવિતનું રક્ષણ થાય તે ફરીથી વૈભવનું સુખ અને પિતાના કુળની વૃદ્ધિ થાય.” આમ વિચારી ધન શ્રેણીએ પોતાના પુત્રને કહ્યું. “હે પુત્ર ! તમે મને મારી અને હારા માંસનું ભક્ષણ કરી ઝટ નગર પ્રત્યે જાઓ” તેનું આવું વચન કોઈ પુત્રે અંગીકાર કર્યું નહિ. મ્હોટા પુત્રે પણ પિતાની પેઠે સર્વેને પોતાનું માંસ ભક્ષણ કરવાનું કહ્યું આમ ચારે જણાએ પ્રીતિથી કહ્યું પણ કોઈએ તે માન્ય કર્યું નહિ. એટલે ફરી ધન શ્રેષ્ઠીએ કહ્યું. “હે પુત્રે? આપણે સૌ ચિલાતીપુત્રે મારી નાખેલી સુસુમાનું ભક્ષણ કરી જીવિતનું રક્ષણ કરીએ.” પુત્રએ તે વાત અંગીકાર કરી તેથી પુત્ર સહિત ધન શ્રેષ્ઠી સુસુમાનું માંસ ભક્ષણ કરી સુખે પોતાના નગર પ્રત્યે ગયે. આ પ્રમાણે જીવિતને ધારણ કરી