________________
(૮૮).
શ્રીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધિ, શ્રી વીરપ્રભુના આગમનને સાંભલી અત્યંત હર્ષ પામેલા તે બન્ને ભૂપતિઓ તત્કાલ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે ગયા. ત્યાં કાર્યના જાણ અને ઉન્ન થએલી ભક્તિથી ભાવિત ચિત્તવાલાતે બન્ને બંધુઓએ શ્રી જિનેશ્વરને ત્રણ પ્રદિક્ષણા કરી વિધિથી પ્રણામ કર્યા. પછી ઈષ્ટ વસ્તુ આપવામાં કલ્પવૃક્ષરૂપ અને શાંત તેજથી સુશોભિત એવા શ્રી પ્રભુએ ભવ્ય જીના ઉપકાર માટે મને હર ધર્મ દેશનાને આરંભ કર્યો.
હે ભવ્યજનો ! દેવરત્નની પેઠે દુર્લભ સર્વ સામગ્રી યુક્ત આ મનુષ્યભવ પામીને કુગતિરૂપ સ્ત્રીને મેલવનાર આલસ્યને અંગીકાર ન કરે. યવન, નદીના પુરની પેઠે અસ્થિર અને અનર્થકારી છે. લક્ષમી નદીના કલ્લોલ જેવી ચંચલ છે. પાંચ વિષય પણ કિંપાકફલ સમાન છે. તેમજ સ્વજનાદિકેને સમાગમ પણ સ્વમ જેવો છે. હે ભવ્યજન? ઈત્યાદિ સર્વ વિચાર કરીને સંસારદાયક પ્રમાદ ત્યજી દઈ અને શાશ્વત આનંદ તથા સુખ આપનારા અરિહંતના ધર્મને સે.”
આવી શ્રીજિનેશ્વર પ્રભુની ધર્મદેશના સાંભલીને પ્રતિબોધ પામી વૈરાગ્યવંત થએલા શાલ અને મહાશાલ પ્રભુને વિનંતિ કરવા લાગ્યા કે –
હે વિભો? અમે હાલમાં રાજ્યની વ્યવસ્થા કરી શીવ્ર અહિં આવીએ ત્યાં સુધી આપે કૃપા કરી અહિંયાજ રહેવું.”
પ્રભુએ કહ્યું. “આ કાર્યમાં તમારે વિલંબ કરો નહીં કારણકે મોટા પુરૂને પણ ઉત્તમ કાર્યો બહુ વિઘવાલાં થઈ પડે છે.”
પછી તે બન્ને ભાઈઓએ નગરીમાં આવી પિતાની બહેન કે જે કાંપીત્યપુરના પિઠર ભૂપતિની સ્ત્રી થતી હતી, તેના પુત્ર (ભાણેજ) ગોગલિને પોતાના રાજ્યને અભિષેક કર્યો અને પછી પોતે તત્કાલ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે આવ્યા ત્યાં તેઓએ દીક્ષા લીધી પછી સત્તર પ્રકારના શુદ્ધ સંયમને પાલતા એવા તે બને સાધુઓ અનુક્રમે એકાદશાંગીના-સૂત્ર તથા અર્થના જાણ થયા.
એકદા તે બને મુનિઓ, શ્રી મહાવીર પ્રભુને વિનંતિ કરવા લાગ્યા કે, “હે તીર્થેશ્વર પ્રભુ! જે આપ અમને ધર્મ લાભ માટે આજ્ઞા આપો તો અમે શ્રી ગૌતમ ગુરૂને સાથે લઈ પૃષચંપા નગરીમાં ગેગાલિઆદિકને પ્રતિબંધ કરવા માટે જઈએ.”
પ્રભુએ એમણે એમ હો' એમ કહ્યું એટલે તે બન્ને મુનિરાજ શ્રી શૈતમને સાથે લઈ પૃષચંપા નગરીમાં ગયા. પછી સાલ, અને મહાસાલ સહિત આદિ ગણનાથ એવા શ્રી ગૌતમને આવ્યા જાણું માતાપિતા સહિત ગાગલિ બહુ હર્ષ પામ્યું. ત્યાર પછી માતાપિતાદિ પરિવાર સહિત તે ગાગલિ ભૂપતિ તેમને વંદન કરવા માટે સુકૃતિ નામના ઉદ્યાનમાં આવ્યું. ત્યાં તેણે પ્રથમ ગોતમ ગણધરને ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક નમસ્કાર કરીને પછી ભકિતથી સાલ મહાસાલ મુનિને વંદના કરી. શ્રી ગૌતમ પાસે ધર્મોપદેશ સાંભલી માતાપિતા સહિત ગાગલિ ઉત્કૃષ્ટ સંવેગ પાપે. તેથી