________________
૮ શ્રી મેતાર્ય નામના મુનિવરની કથા (૧૦૩) આપ પરીક્ષા કરે.” ચાંડાલનાં આવાં વચન સાંભળી વિરમય પામેલા અભયકુમાર મંત્રી છાગને મેતાર્યની પાસે લઈ ગયા. ત્યાં તો તેણે રત્નમય છાણ કર્યું. પછી બહુ આશ્ચર્ય પામેલા અભયકુમારે કહ્યું કે “આ શું?મેતાર્યે કહ્યું. “હે મંત્રીશ્વર! આપ હૃદયમાં આશ્ચર્ય ન પામે. કારણ મહાત્મા પુરૂષોને દિવ્યપ્રભાવથી શું શું નથી મલતું?” અભયકુમારે કહ્યું, “હે શ્રેષ્ઠ! જે ત્યારે દિવ્યપ્રભાવ છે તે આ વૈભાર પર્વતને વિષે રથ ચાલે તે સરળ માર્ગ કરાવી આપ. જેથી શ્રેણિક રાજાને તે પર્વત ઉપર શ્રીવીર પ્રભુને વંદન કરવા જતાં આવતાં થતી અડચણે દૂર થાય.” મેતાર્યો તુરત દેવસહાયથી વિભાર પર્વત ઉપર સુખે જવાય તેવી સડક બનાવી દીધી કે જે અદ્યાપિ સુધી વિદ્યમાન છે. અભયકુમારે ફરી મેતાર્યને કહ્યું. “આ રાજગૃહ નગરને ફરતે કાંગરાવાલ ઉો સુવર્ણને કેટ બનાવી આપ.” આ કાર્ય પણ મેતાયે પિતાના દિવ્ય પ્રભાવથી તુરત કરી આપ્યું. પછી તે બહુ આશ્ચર્ય પામેલા અભયકુમારે કહ્યું કે “જો તું ક્ષીર સમુદ્રને અહિં લાવી તેના શુદ્ધ જલવડે કુટુંબ સહિત સ્નાન કરી પવિત્ર થાય તે હું તને રાજકન્યા આપીશ.” મેતાયે પણ પિતાના દિવ્ય પ્રભાવથી ઉચ્છલતા કલ્લોલ વડે મનુષ્યને આશ્ચર્યકારી એવા ક્ષીર સમુદ્રને ત્યાં આ અને તેની વેલામાં કુટુંબ સહિત સ્નાન કરીને પવિત્ર થયો. પછી અભયકુમારે મેતાર્યનું રાજકન્યા સાથે પાણગ્રહણ કરાવ્યું. આ વખતે પૂર્વના આઠ શ્રેષ્ઠીઓએ જે પોતાની પુત્રીએ નહાતી પરણાવી તે પણ મહેચ્છવપૂર્વક મેતાર્યને દીધી. પછી મહા ભાવાલા તે રાજગૃહ નગરમાં મેતાર્ય પોતાની મરજી પ્રમાણે શિબિકામાં બેસીને નિરંતર હર્ષથી ફરવા લાગ્યા. એકદા રાત્રીએ પેલા દેવતાએ ફરી આવી મેતાર્યને કહ્યું. “મેતાર્ય ! પ્રતિબોધ પામ અને સંસારમાં ફરી ન પડ.” જો તું હવે શીધ્ર હારૂં કહ્યું નહીં કરે તે હું હારી ફરી તેવીજ વલે કરીશ.” દેવતાનાં આવાં વચનથી બહુ ભય પામેલા મેતાર્યો તેના ચરણમાં પડીને કહ્યું. “હે સુરેશ્વર! હમણું હારું મન વ્રત લેવા ઉત્સાહ પામતું નથી માટે હારા ઉપર દયા કરી મને બાર વર્ષ પર્યત ગ્રહસ્થાવાસમાં રહેવાની રજા આપ પછી હું સર્વ વ્યારા કહેવા પ્રમાણે કરીશ.” દેવતા મેતાર્યનું કહેવું દયાથી માન્ય કરી સ્વર્ગ પ્રત્યે ચાલ્યો ગયે અને ફરી બાર વર્ષને અંતે મેતાર્યને કહેવા લાગ્યો કે “હે મેતાય ! પ્રતિબંધ પામ અને સંસારરૂપ સમુદ્રમાં ન પડ.” દેવતાનાં આવાં વચન સાંભળી ભેગને ત્યજી દેવાને તેમજ દેવતાના ભયથી ગૃહસ્થાવાસમાં રહેવાને અસમર્થ એવો મેતાર્ય પરતંત્રતાને લીધે જેટલામાં મન ધારીને ઉભો રહ્યો તેટલામાં અતિ દીન થએલા મુખવાળી તેની નવે સ્ત્રીઓ દેવતાના ચરણમાં પડી તેને વિનંતિ કરવા લાગી કે
હે સુરાપીશ! હે કૃપાનિધિ ! અમારા ઉપર કૃપા કરી અમારા પતિને ફરી બીજા બાર વર્ષ ગૃહસ્થાવાસમાં રહેવાની આજ્ઞા આપે.” દેવતાએ પણ તેણીઓના વચનથી દયાને લીધે ફરી બીજા બાર વર્ષ પર્યત મેતાર્થને ગૃહસ્થાવાસમાં રહેવાની આજ્ઞા આપી