________________
(૧૦)
શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. તેને તુરત નગરની ખાલમાં પછાડે. આ વખતે દેવતાએ ફરી પ્રગટ થઈને મેતાર્થને કહ્યું. “જે હજી સુધી પ્રતિબધ પામ, તે હારું કાંઈ પણ નાશ થયું નથી.” મેતા કહ્યું. “હે દેવેશ ! હવે પ્રતિબંધ વડે કરીને પણ શું, કારણુ લોકમાં હું અવર્ણનીય થયે અપવાદ પામે. અને હારી લક્ષ્મી પણ ગઈ. હે દેવ! જે હવે તું મને ફરીથી તેવું પ્રભુપણું આપે તે હું હારા કહેવા પ્રમાણે સર્વ કરીશ. ” દેવતાએ કહ્યું. “જે એમ છે તે કહેહું હારું શું કામ કરું ? ” મેતાર્યે કહ્યું. “હમણાં તું હારે શ્રેણિક રાજાની પુત્રી સાથે પાણિગ્રહણ કરાવ. જેથી આ હારે માટે અપવાદ નાશ પામે, હેટાઈ મલે તેમજ અધિક લક્ષ્મી પણ પ્રાપ્ત થાય. એટલું જ નહિ પણ તે વિશે ! ઉત્સવરહિત જૈન દીક્ષા લેતી વખતે હારે આ લોકમાં યશ, સંપત્તિ, ધર્મ અને શોભા વૃદ્ધિ પામે. અન્યથા નહીં.” મેતાર્યનું વચન અંગીકાર કરી દેવતાએ તેને એક છાગ ( બોકડો ) આપે. તે છાગ હંમેશાં મેતાર્યના ઘરને વિષે રત્નમય છાણ કરવા લાગ્યા. મેતાર્ય તે રત્નો વડે થાળ ભરી પોતાના પિતાને કહેવા લાગ્યા. “ હે તાત! તમે આ રત્ન થાલ શ્રી શ્રેણિક રાજાને અપર્ણ કરો. જ્યારે તે ભૂપતિ તમારા ઉપર પ્રસન્ન થાય ત્યારે તમારે મહારે માટે તેની પુત્રીનું માગું કરવું. બીજું કાંઈ પણ માગવું નહીં.” પુત્રના આવાં વચન સાંભલી અત્યંત હર્ષ પામેલ ચાંડાલે રત્નને થાલ લઈ શ્રેણિક રાજાને અર્પણ કર્યો. તે દિવ્ય રત્નને જોઈ અતિ પ્રસન્ન થએલા શ્રેણિક રાજાએ કહ્યું “ અરે મેત ! હારી મરજી હોય તે માગ. ” ચાંડાલે કહ્યું કે–હારા પુત્રને માટે આપની પુત્રી આપે.” શ્રેણિક રાજાએ “અરે ! તેં આ ગ્ય માગ્યું ?” એમ કહીને તેને રાજસભામાંથી કાઢી મૂક્યું, તેથી તે પોતાને ઘેર આવ્યા.
પછી તે દિવસથી આરંભીને દિન દિન પ્રત્યે ચાંડાલે આણેલા રત્નના થાલને શ્રેણિક રાજા સ્વીકારે છે પરંતુ તેને પોતાની પુત્રી આપતા નથી. આ પ્રમાણે હંમેશાં રત્નથાલ ભૂપતિને આપતા એવા ચાંડાલને જોઈ અભયકુમાર મંત્રીએ તેને પૂછયું.
અરે! તું આવા ઉત્તમ રત્નો ક્યાંથી લાવે છે? ચાંડાળે કહ્યું. “હારે ત્યાં એક છાગ છે. તે છાણને બદલે આવાં રત્ન કરે છે.” અભયકુમારે કહ્યું. “હે મહાશય! જે તું તે છાગ ભૂપતિને આપે તે હું ત્યારું સર્વ ઈષ્ટ કાર્ય કરીશ.” ચાંડાલે “એમ થાઓ” એમ કહીને તુરત પિતાને ઘેરથી છાગ લાવીને શ્રેણિક રાજાને અર્પણ કર્યો. શ્રેણિક રાજા તે છાગને જેટલામાં પોતાના અંતઃપુરમાં લઈ ગયો તેટલામાં તેણે એ દુર્ગધી મલમૂત્ર કર્યો કે જેથી તત્કાળ સર્વ રાજકુલ આકુલ વ્યાકુલ થઈ ગયું. પછી અભય કુમારે ચાંડાલને બોલાવીને કહ્યું કે “તું જુઠું કેમ બોલ્યો? ચાંડાલે કહ્યું. “હું ભૂપતિની આગલ ક્યારે પણ જુઠું નથી બોલતે. આમાં કાંઈ કારણ દેખાય છે. કેમકે મહા ભાગ્યવંત એ મ્હારો પુત્ર જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં તે છાગ સહજથી રત્નમય છાણ કરે છે. તે સ્વામિન્ ! તે વાતની હારે ઘેર આવીને