________________
શ્રીમતા મુનિ અને ઈલાચી કુમારની કથા.
) હતું. તે નિર્દોષ એવા મુનિને વૃથા ઘાત કર્યો છે, માટે તેજ વધ કરવા લાયક છે.” લોકેએ આ પ્રમાણે સોનીને કહીને જેટલામાં તે વાત શ્રેણિક રાજાને નિવેદન કરી તેટલામાં અતિ રૂષ્ટ થએલા તે ભૂપતિએ સનીને મારી નાખવા માટે યમરાજ સમાન પિતાના દૂતોને ઝટ આજ્ઞા આપી. પાછળ અહિં અતિ ભયભીત થએલા સનીએ ઝટ બારણું બંધ કરી પિતા કુટુંબ સહિત જેટલામાં જેની દીક્ષા અંગીકાર કરી તેટલામાં, અતિ ક્રોધાતુર એવા શ્રેણિક રાજાના દૂતોએ ત્યાં આવીને સોનીને કહ્યું કે “અરે ! તેં આ શું દુષ્ટ કર્મ કર્યું. હવે તને અમે શું કરીએ? કારણ તે કુટુંબ સહિત દીક્ષા લીધી નહિ તે તને ઘેર વિટંબના થાત. જે હવે પછી પણ દીક્ષાને ત્યાગ કરીશ તો કુટુંબસહિત તને રાજદંડ થશે.” આમ કહીને તે સર્વે સુભાટે પોત પોતાના સ્થાનકે ગયા. પછી કુટુંબ સહિત સેની નિરરતર દીક્ષા પાળવા લાગ્યો. મેતાર્ય મુનિ પ્રાણુત ઘોર ઉપસર્ગ સહન કરી અંત કેવલજ્ઞાન પામી મોક્ષ પ્રત્યે ગયા. અહે! જે પ્રથમ સંકેતિક મિત્ર દેવના વશી મહા કષ્ટ મૂર્ખતાના નાશ કરનાર ઉત્તમ પ્રતિબંધને પામી અને સનીએ કરેલા વેર ઉપસર્ગને સહન કરી તત્કાળ મોક્ષ પદ પામ્યા તે શ્રી આર્ય મેતાર્ય મુનિની હું સ્તુતિ કરું .”
| “શ્રીમેતા” નામના મુનિવરની વાચા સંપૂર્ણ છે.
अभिरुढो वंसग्गे, मुणिपवरं दडे केवलं पत्तो ॥
जो गिहिवेसघरोवि हु, तमिलापुत्तं नमसामि ॥ ८९ ॥ વંશ ઉપર ચડેલા જે પુરૂષને ગૃહસ્થને વેષ છતાં પણ શ્રેષ્ઠ મુનિને જેવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તે ઈલાપુત્રને હું નમસ્કાર કરું છું. ૮૯
| || શ્રી ફાવી ગુમારની વાયા છે કોઈ ગામમાં કઈ એક બ્રાહ્મણે સુગુરૂ પાસેથી ધર્મ સાંભલી વૈરાગ્યથી પોતાની સ્ત્રી સહિત દીક્ષા લીધી. પછી પરસ્પર અધિક નેહવાલાં તે બન્ને જણ ઉગ્ર તપ કરતાં હતાં. પરંતુ વિપ્ર સ્ત્રી જાતિમદને લીધે સાધુની નિંદા કરતી હતી. ધિક્કાર છે એ જાતિમદને! અનુક્રમે મૃત્યુ પામીને તે બન્ને જણ સ્વર્ગ પ્રત્યે ગયાં અને ત્યાં સુખે રહેવા લાગ્યાં. ન આ અવસરે ભરત ક્ષેત્રમાં છલાવર્ધન નગરને વિષે ઈશ્ય નામે શ્રેષ્ઠી વસ હત તેને ધારિણી નામે સ્ત્રી હતી. પુત્રના અર્થવાલી તે સ્ત્રી હંમેશાં હર્ષથી ઉત્તમ મહિમાવાલી ઈલાદેવીને સેવતી અને તેની પાસે ઈષ્ટ ફલ ( પુત્ર ) ની યાચના કરતી.
હવે પેલે બ્રાહ્મણને જીવ કે જે સ્વર્ગને વિષે દેવતા થયે હતો. તે ત્યાંથી ચવીને ધારિણીના પુત્ર રૂપે ઉપન્ન થયે. માતા પિતાએ ઉત્સવ પૂર્વક તેનું ઈલાપુત્ર