________________
( ૧૦૪ )
શ્રીગઢવિમલ વૃત્તિ ઉત્તરા. પછી ચોવીશ વર્ષ તેનું ભેગાવલી કર્મ ક્ષય થયું એટલે દેવતાના વચનથી મેતા પોતાની નવે સ્ત્રીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ગુરૂ પાસે નવપૂર્વને અભ્યાસ કરી શ્રી મેતાર્ય મુનિ એકલવિહારી થયા.
એકદા ઉત્તમ બુદ્ધિવાળા તે મહામુનિ રાજગૃહ નગરમાં ભિક્ષાને અર્થે ભમતા ભમતા કેઈ એક સોનીને ઘરે આવ્યા. તે વખતે સોનીએ સુવર્ણના એકસેને આઠ જવ ગેરૂવાળા કરી પોતાના ઘરના આંગણામાં મૂક્યા હતા કારણ કે શ્રી શ્રેણિક રાજા શ્રી જિનેશ્વરનું પૂજન કરી રહ્યા પછી હર્ષથી પ્રભુ આગળ તે જવ વડે નિત્ય
સ્વસ્તિક કરતે. મુનિએ તેના આંગણામાં આવીને એક ધર્મલાભને ઉચ્ચાર કર્યો હતું. પરંતુ અતિ વ્યગ્રપણાથી સુવર્ણકાર, મુનિ માટે પ્રાસુક આહાર લાવી શકો નહિ પછી મેતાર્યમુનિ, તે સનીના ઘરના બારણમાં આવ્યા એટલે સોની તેમના માટે પ્રાસુક આહાર લેવા માટે ઘરની અંદર ગયો આ વખતે કોઈ એક કૅચપક્ષીઓ આવીને પિલા સુવર્ણના સર્વ જવને ચરી લીધા પછી ભીક્ષા લઈ આવેલા સનીએ જોયું તે જવ દીઠા નહિ તેથી તે બહુ ભય પામતો છતે મનમાં વિચાર કરવા લાગ્યો કે “ હમણું શ્રેણુક ભૂપતિને શ્રી જિનેશ્વર પ્રભુની પૂજા કરવાને અવસર કર્યો છે અને જવ તે કેઈએ ચોરી લીધા માટે હાય ! હાય! હવે હું શું કરું? આ મુનિ વિના બીજું કોઈ આવ્યું નથી, માટે નિચે તેમણેજ સુવર્ણના જવ ચેરી લીધા” આમ ધારીને તેણે સાધુને પૂછ્યું. “હે સાધ! કહે, ભૂપતિના અહીં પહેલા જ તેણે ચેરી લીધા ?” સોનીનાં આવાં વચનથી મેતાર્ય મુનિ વિચાર કરવા લાગ્યા. “જે હું સત્ય કહીશ તો તે ક્રાંચ પક્ષીને મારી નાખશે, નહિ કહું છે તે સહુ એ મને અનર્થ કરશે.” પૂર્વે બાંધેલા અશુભ કર્મથી મને ભલે અનર્થ થાઓ પરંતુ હું તે પક્ષીનું નામ તે નહિ દઉં” આમ નિશ્ચય કરી તે મહામુનિ મન રહ્યા. મુનિને માન રહેલા જાણ સોનીએ તેમને કહ્યું. “હે મુનિ ! હમણાં સુવર્ણના જ મને પાછા નહિ તે તમને પ્રાણાંતકારી મહા અનર્થ થશે.” સનીએ આ પ્રમાણે બહુ કહ્યું પરંતુ મહામુનિ મેતાયે તે દયાથી પિતાને માનપણું ત્યજી દીધું નહિ. પછી અત્યંત ક્રોધ પામેલા દુષ્ટ ચિત્તવાળા સનીએ નિર્દયપણાથી લીલી વાધરવડે તે મુનીશ્વરના મસ્તકને એવું બાંધ્યું કે જેથી તેમનાં અને નેત્રો પૃથ્વી ઉપર ગળી પડયાં. તત્કાળ આયુષ્યને ક્ષય થવાથી તે મુનીશ્વર સિદ્ધિ પદ પામ્યા. લેકેને આ વાતની ખબર પડી એટલે તેઓ કોલાહલ કરવા લાગ્યા. એની પણ ત્યાં આવીને પોતાના આત્માની બહુ નિંદા કરવા લાગ્યા. મુનિના નેત્રોનું પૃથ્વી ઉપર ગલી પડવું તથા તેમનું મૃત્યુ પામવું જોઈ વળી મનુષ્યના કોલાહલને સાંભળી પેલે કંચ પક્ષી કે જે જવ ચરીને સામે વૃક્ષ ઉપર બેઠો હતે તે બહુ ભય પામે તેથી તેણે ચરેલા જવ વમન કરીને કાઢી નાખ્યા તે જોઈ લેકે સેનીને કહેવા લાગ્યા “અરે હારી જવ તે આ કાંચ પક્ષી ચરી ગયે