________________
૮ મી મેતાર્યું ? નામના મુનિવરની કથા.
“આપણા બન્નેમાંથી જે પહેલા ચવીને મનુષ્ય થાય તેણે પાછળ પ્રયત્નથી પ્રતિખાધ કરવા,”
( ૧૧ )
રહેલા દેવતાએ
હવે પુરાહિતના પુત્રના જીવ સ્વર્ગથી ચવીને મુનિની દુગચ્છા કરવાથી રાજગૃહનરમાં કાઇ એક ખેતી ( ચાંડાલણી ) ના ઉદરને વિષે અવતર્યાં. ચાંડાલણીને અને કાઇ એક શ્રેણીની સ્ત્રીને દૈવયેાગથી પરસ્પર પ્રીતિ થઈ તેથી એક દિવસ ગવતી એવી શ્રેણીની સ્ત્રીએ માંસ વેચવા જતી એવી તે ચંડાલણીને કહ્યું કે “ કે મેતી ! તું માંસ વેચવા માટે ખીજાના ઘરે જઇશ નહીં હું ત્હારૂં સર્વ માંસ દિન દિન પ્રત્યે લઈશ. ” પછી તે મેતી હુ ંમેશા તે શ્રેષ્ઠીને ઘરે માંસ આપવા લાગી અને અધિક અધિક મૂલ્ય લેવા લાગી. આ પ્રમાણે કરતા તેઓને પરસ્પર અવર્ણનીય પ્રીતિ થઇ જેથી તે મેતી પાતાના કુટુંબ સહિત શ્રેણીના ઘરને વિષેજ રહેવા લાગી. ખેતી પણ ગર્ભવતી થઇ. પ્રસવને સમય નજીક આવ્યે . એટલે શ્રેષ્ઠીની સ્ત્રીએ મેતીને કહ્યું. “ હે શુભે ! ત્યારે તે પુત્રજ થાય છે માટે આ ફેરાના હારા પુત્ર તું મને આપ અને મ્હારે મૃત્યુ પામેલું પુત્ર અથવા પુત્રી જે ખાળક થાય તે તું સ્વીકાર, મેતીએ પ્રીતિના યાગથી આ સર્વ વાત કબુલ કરી. પછી અવસર આવ્યે શ્રેષ્ઠીની સ્ત્રીએ એક મૃત્યુ પામેલી પુત્રીને જન્મ આપ્યા. આ વખતે પેલી મેતીએ પણ કાંતિથી દેદીપ્યમાન એવા એક પુત્રને જન્મ આપ્યા. શ્રેષ્ઠીની સ્ત્રીએ પેાતાની મૃત્યુ પામેલી પુત્રી મેતીને આપી તેની પાસેથી ચિંતામણિ સમાન પુત્રને લઈ લીધા. શ્રેષ્ઠીની સ્ત્રીએ ત પુત્રને મેતીના ચરણમાં નમાડીને કહ્યું કે હું જીવિતેશ્વરી ! ત્હારા મહિમાથી આ પુત્ર જીવા. પછી નામ સ્થાપનાને અવસરે માતાએ મ્હાટા એચ્છવ પૂર્વક તે ખાલકનું મેતાર્યું એવું યથા નામ પાડ્યું. પૂર્વ જન્મે કરેલા ઉત્તમ પુણ્યના ચેાગ્યથી વૃદ્ધિ પામતા એવા તે મેતા કુમારે સુખેથીજ સર્વ કલાઓના અભ્યાસ કર્યાં. આ વખતે વચનથી બંધાયલા તેના પૂર્વ ભવના મિત્ર દેવતાએ આવીને તેને પ્રતિધ કરવા માંડયા, પરંતુ તે પ્રતિષેધ પામ્યા નહી. પછી પિતાએ આઠ શ્રેષ્ઠીની પુત્રીઓની સાથે તેના મ્હોટા મહેાચ્છવથી એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. તે વખતે શિખિકામાં બેઠેલા તે કુમાર મેતાર્યું, જયંતની પેઠે રાજમાર્ગમાં જતા હતા. આ વખતે પેલા દેવતાએ રાજમામાં ઉભેલી મેત (ચંડાલ ) ના શરીરમાં પ્રવેશ કર્યા. તેથી તે ચાંડાલ મહુરાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે
૬૮ જો હા તે મ્હારી પુત્રી જીવતી હાત તેા હું તેના આવા મ્હોટા આચ્છવથી પાણિગ્રહણ કરાવત અને તેથી મ્હારી જ્ઞાતિવર્ગને ભેાજન પણ મલત,
""
“ અરે
તેની આવી વાણી સાંભળીને ચાંડાલણીએ પેાતાની સર્વ ખરી હકીકત પાતાના પતિને કહી. પછી અત્યંત ક્રોધ પામેલા ચાંડાલે દેવતાના પ્રભાવથી ઉત્તમ વૈભવવાળા મેતાને શિખિકામાંથી પૃથ્વી ઉપર પાડી દીધા એટલુંજ નહિ પણ તું આપણા કુલને અયેાગ્ય એવી કન્યાઓનું પાણિગ્રહણ કરે છે ? ” એમ કહીને