________________
- “શ્રી દશાર્ણભદ્ર નામના રાજાની કથા. (૯૫ ) તૃણ સમાન ગણતા એ તે દશાર્ણભદ્ર નૃપતિ ભક્તિથી શ્રી વિરપ્રભુને વંદન કરવા માટે ચાલ્યો. શ્રી જિનેશ્વર પ્રભુને વંદના કરવા જતા દશાર્ણભદ્ર ભૂપતિને જોઈ સોધર્મેન્દ્ર વિસ્મયથી વિચાર કરવા લાગ્યો. “વિશ્વ મધ્યે આ રાજાને ધન્ય છે. વલી તેનુંજ જીવિત કૃતાર્થ છે કે જે તે આવી મહા ભક્તિથી વરપ્રભુને વંદન કરવા જાય છે. પરંતુ પૂર્વે બીજા કોઈ રાજાએ પ્રભુને ન વાંદ્યા હોય એવી મહા સમૃદ્ધિથી હારે પ્રભુને વાંદવા” એવા અભિમાનથી એ ભૂપતિએ પોતાની ભક્તિને દૂષિત કરી છે. જો કે ચોસઠ ઇંદ્રો પોતાની સર્વ સમૃદ્ધિથી એકી વખતે શ્રીજિનેશ્વરને વંદન કરવા આવે તે પણ તે તીર્થપતિ સંતુષ્ટ થાય તેમ નથી કારણ કે જિનેશ્વરી અનંત બળ, જ્ઞાન અને આનંદવાલા હોય છે. માટે આ ભૂપતિના અભિમાનને દૂર કરાવવાને આ અવસર છે. ” એમ વિચાર કરીને ઇ, ઐરાવણને આજ્ઞા કરી. પછી રાવણે પણ ઇંદ્રની આજ્ઞાથી સાઠ હજાર હસ્તિના રૂપ વિકુવ્ય. પ્રત્યેક હાથીને પાંચસે બાર મુખ, પ્રત્યેક મુખે આઠ આઠ દાંત, પ્રત્યેક દાંતે જલથી પૂર્ણ એવી આઠ આઠ વાગે. પ્રત્યેક વાવ્યમાં લાખ લાખ પાંખડીનાં આઠ આઠ કમલે. પ્રત્યેક પાંખડીઓ બત્રીશબદ્ધ દિવ્ય નાટકે થાય છે. વલી પ્રત્યેક કમલની કાર્શિકા ઉપર એક એક મહા સમૃદ્ધિવાળો મહેલ ર. અને તે દરેક મહેલના અગ્રભાગમાં રહેલા સિંહાસન ઉપર પિતાની આઠ અગ્ર પટ્ટરાણીઓની સાથે બેઠેલે ઇદ્ર છે, તે દેવતાઓ સહિત શ્રી જિનેશ્વર પ્રભુના ગુણ ગાય છે. આવી મહાસમૃદ્ધિથી અરાવણ હતિ ઉપર બેઠેલા ઈંદ્ર ભગવંતને ત્રણ પદક્ષિણ પૂર્વક નમસ્કાર કર્યા. આ વખતે પાછલા એ ઉગ્ર પગથી પૃથ્વી ઉપર ઉભા રહેલા રાવણુ હસ્તિના આગલા બે પગ પ્રભુના પ્રભાવથી પર્વત ઉપર ગયા. તે ઉપરથી લેકાએ અરિહંત પ્રભુના ચરણથી પવિત્ર એવા તે દશાર્ણકૂટ પર્વતનું ગજાગ્રપાદ એવું નામ પાડ્યું.
ઈંદ્રની આવી સમૃદ્ધિ જોઈ દશાર્ણભદ્ર ભૂપતિ પિતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા. કે “ મેં વિશ્વને આશ્ચર્યકારી આવી સમૃદ્ધિ વિસ્તારી તે પણ આ ઇંદ્રની સંપત્તિથી હું અત્યંત લઘુપણું પામી ગયે. હા ! મેં જે પૂર્વ પ્રતિજ્ઞા કરી હતી તે નિષ્ફળ થઈ. નિચે આ ઈંદ્ર પૂર્વભવે અગણ્ય પુણ્ય કર્યું છે, મેં તેવું પુણ્ય કર્યું નથી. તેથી જ હું અ૫ વૈભવવાલે થયા. હવે હું આ ભવમાં નિર્મલ એવો અરિહંત ધમને એવી રીતે આચરું કે જેથી આવતા ભવમાં બીજાઓથી અલ્પપણું પામું નહીં. ” આવી રીતે વિચાર કરી વૈરાગ્યવાસિત થએલા તે દશાર્ણભદ્ર ભૂપતિએ પંચમુષ્ટિ લોન્ચ કરી દેવતાએ આપેલો યતિષ અંગીકાર કર્યો અને તે જ વખતે જિનેશ્વર પ્રભુને ત્રણ પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી મુકિતરૂપ વધુની સાથે પાણગ્રહણ કરાવનારું ચરિત્ર અંગીકાર કર્યું.
પછી દશાર્ણભદ્ર ભૂપતિને મુનિરૂપે જોઈ અત્યંત હર્ષ પામેલા છે તેમની પ્રશંસા કરી કે “ ત્રણ લેકને સ્તુતિ કરવા ગ્ય સદગુણવાલા હે રાજર્ષિ ! તમે