________________
દીકરગડ તથા કેડીશ, દિશા અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા (૮૭) સમર્થ એવું કેવલજ્ઞાન ઉપ્તન થયું. દેવતાઓએ સુવર્ણ કમલ ઉપર સિંહાસન કર્યું. તેના ઉપર કૂરગડુ કેવલી બેઠા. આ વખતે “કેવલજ્ઞાને કરીને સૂર્યરૂપ છે કૂરગડુ મુનિ ! તમે જ્યવંતા વર્તા” એમ કહેતા એવા દેવતાઓએ આઠ પ્રાતિહાર્ય રચ્યા. કૂરગડુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ જાણું પેલા ચાર સાધુઓ શાંત થયા છતા પરસ્પર કહેવા લાગ્યા “અહો ! રાત્રીએ દેવતાએ સત્ય કહ્યું હતું જે એને ભાવસાધુ કહ્યો હતો અને આપણને ક્રોધી જાણીને દ્રવ્ય સાધુ કહ્યા હતા. હા ! પાપી એવા આપણે એ મહા મુનિને બહુ અપરાધ કર્યો. જેથી આપણને બેલિબીજ પણ દુર્લભ થયું. ” પછી “ આજ ભગવાન આપણને સંસાર સમુદ્રથી તારશે ” એમ વિચારીને શાંત થએલા તે ચારે મુનિઓ, સર્વજ્ઞમાં શ્રેષ્ઠ એવા તે કુરગડુ મુનિના ચરણમાં પડી પ્રાદુર્ભાવ પૂર્વક પિતાના અપરાધની એવી રીતે ક્ષમા, માગવા લાગ્યા કે અત્યંત શાંત એવા તે ચારે મહાત્માઓને તુરત લોકાલોકને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉપ્તન થયું.
અહિ ! જે કે પોતે પાપસમૂહને નાશ કરનારા એવા થોડા પણ તપને કરી શક્તા નહતા તેપણ મહેટી એવી એક ક્ષમાએ કરીને કેવલજ્ઞાન મેલવું તે શ્રી કુરગડુ મુનીશ્વર, તે ચારે ક્ષપક સાધુની સાથે ઉત્તમ લેકને પ્રતિબંધ કરવા નિમિત્તે પૃથ્વી ઉપર દીર્ઘકાલ પર્યત વિહાર કરી સિદ્ધિપદ પામ્યા.
श्रीकुरगडु मुनिनी कथा संपूर्ण.
कोडिन्नदिन्नसेवाल-नामए पंचपंचसयकलिए ॥
पडिबुद्धे गोयमदंसणेण पणमामि सिद्धे अ॥७८ ॥ શ્રી ગૌતમસ્વામીના દર્શનથી પ્રતિબંધ પામેલા, પાંચસેં પાંચસે સાધુના પરિવાર યુક્ત, અને સિદ્ધિપદ પામેલા કોડિન, દિન્ન અને સેવાલ નામના મુનિએને હું વંદન કરું છું. જે ૭૮ છે
एगस्स रवीरभोअणहेऊ, नाणुप्पया मुणेयव्वा ।
बीअस्स य परिसाए, दिछीइ जिणंमि तइअस्स ॥ ७९ ॥ તેમાં પહેલા કેડિન મુનિને જ્ઞાનેત્તિનું કારણુ ક્ષીરજન જાણવું, બીજા દિન્ન મુનિને જ્ઞાનેત્તિનું કારણ ખાઈનું દર્શન જાણવું અને ત્રીજા સેવાલ મુનિને જ્ઞાતિનું કારણ જિનદર્શન જાણવું. એ ૭૯ છે
श्रीकोडिन्न, दिन्न अने सेवालनामना त्रण मुनिओनी कथा.
આ ભરત ક્ષેત્રમાં સ્વર્ગ સંપત્તિને પરાજય કરનારી ચંપાપુરીમાં સાલ અને મહાસાલ નામના બે રોજાએ રાજ્ય કરતા હતા. એકદા ત્યાં શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા, એટલે દેવતાઓએ ભક્તિથી તેમનું સમવસરણ રચ્યું. વનપાલના મુખથી