________________
(૮૬ )
શ્રીઋષિમડલ વૃત્તિ-ઉત્તાપૂ
એકદા રાત્રીને વિષે પહેલી પારસીમાં વિધિથી સ્વાધ્યાય કરી તે મુનિ પેાતાના આત્માની નિંદા કરતા છતા ઉપાશ્રયમાં બેઠા હતા તે નિદા આ પ્રમાણે:—
“ વિરતિ નહિ પામેલા અને થાડા પણુ તપ કર્મ રહિત એવા મને ધિક્કાર થાઓ. મ્હારાં સર્વ કર્મો શી રીતે ક્ષય પામશે ? આ કાયાત્સગે રહેલા શ્રેષ્ઠ ચાર સાધુએ અનુક્રમે એક, બે, ત્રણ અને ચાર માસના નિર ંતર તપ કરે છે. આ પ્રમાણે પોતાની નિંદા અને બીજાની પ્રશ ંસા કરતા એવા તે કૂરગડુ સાધુ ધર્માંધ્યા
નમાં લીન થયા.
આ વખતે દિવ્ય આભૂષણથી પ્યમાન એવી કાઇ દેવીએ પેલા ચાર સાને ત્યજી કૂરગડુ મુનિને નમસ્કાર કર્યાં. અને અતિ હર્ષિત ચિત્તથી તેણીએ વારવાર ફૂરગડુને કહ્યુ કે “હે ભાવસાધુ ગડુ મુનિ ! તમે દીર્ઘકાળ પર્યંત જયવતા વ.” આ પ્રમાણે કહીને જેટલામાં તે દેવી પાછી વળી એટલે પેલા ચાર સાધુએ ક્રોધથી તેણીને પ્રગટપણે કહેવા લાગ્યા.
અહા ! આપણે સાંભળીએ છીએ કે દેવ અને દેવીઓને વિષે પરમ વિવેક હાય છે તા આ દેવીએ તપસ્વી એવા આપણને ત્યજી દઈ એ અવિરતિને કેમ વાંદ્યો ? ” દેવીએ પાછા વળીને કહ્યું. “ હું શ્રેષ્ઠ મુનિએ ! તમે વૃથા ક્રોધ ન કરે કારણ આ ભાવ સાધુ છે અને તમે દ્રવ્ય સાધુ છે. તે માટે મે તમને ત્યજી એમને વંદના કરી છે વળી એમનું ભાવસાધુપણું તમે સવારમાંજ જાણુશે. આ પ્રમાણે કહીને દેવી તુરત પાતાને સ્થાનકે ગઈ અને ચાર સાધુએ પણ ક્રોધથી આકુળ વ્યાકુળ
""
થતા છતા રહ્યો.
હવે સવારમાં નિર્મલ મનવાલા કુરગડુ મુનીશ્વર પોતાનું આવશ્યક કરી તેમજ એ ઘડીનું પચ્ચખાણ પૂરૂં કરી વિધિપૂર્વક શુદ્ધ આહાર લઈ આવ્યા. ત્યાર પછી તે વિધિથી પેલા સાધુઓની વિન ંતિ કરીને જેટલામાં ભાજન કરવા બેસે છે. તેટલામાં ક્રોધાતુર થઇ રહેલા પેલા સાધુઓએ આવીને તેના ભાજનમાં (બ્લેમ, સુખ અને નાસિકાના મલ ) નાખ્યા. અહા ! ક્રોધી પુરૂષષ શું શું નથી કરતા ? પછી તેટલા પ્રમાણુ આહાર જુદો કરી ક્ષમાવત એવા તે ઉત્તમ બુદ્ધિવાલા સૂરગડુ મને બાકીના આહાર કરતા છતા ચિત્તમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા કે:–
“ ચેડા પણું તપ કર્મથી રહિત એવા મને પ્રમાદીને ધિક્કાર થાએ. જે હું આ સાધુઓની વૈયાવચ્ચ પણ કરી શકતા નથી. વલી એ પણ મ્હારા પ્રમાદ છે જે એમના શ્લેષ્મ મ્હારા ભાજનમાં પડયા. જો મેં એમના શ્લેષ્મ નિવૃત્ત કર્યો હાત તા આમ થાત નહિ, તપ અને વૈયાવચ્ચ કરવામાં અસક્ત છતા હે જીવ! જો તું આવી રીતે મદ કરીશ તેા ત્હારી શી ગતિ થશે ? આ પ્રમાણે હાથમાં ભાજનના કાલીએ લઈ શૂન્ય ચિત્તથી પેાતાનાજ દોષને જોતા એવા તે મુનિ બહુ ખેદ કરવા લાગ્યા. પછી ધર્મ ધ્યાન કરી શુકલધ્યાન કરતા એવા તે કૂરગડુ મુનિને સર્વ અર્થ આપવામાં