________________
- શ્રીનવિમલ વૃત્તિ-ઉત્તરદ્ધ, माहणमहिलं सपइं, सगभमवि च्छिन्नुपत्तवेरग्गो॥
घोरागारं च तवं, काउं सिद्धो दढपहारी ॥ ७५ ॥ ગર્ભ અને પતિ સહિત બ્રાહ્મણ સ્ત્રીને તથા ગાયને હણી વૈરાગ્ય પામેલ દઢપ્રહાર અતિ દુષ્કર એવા તપને કરી સિદ્ધિ પદ પામે છે ૭૫ છે
__ 'श्रीदृढपहारी' नामना चरमशरीरी महापुरुषनी कथा
આ ભરતક્ષેત્રને વિષે આ પ્રમાણે સંપત્તિથી સુશોભિત એવી માર્કદી નગરીમાં મહા પુણ્યરૂપ યશના સમૂહવાલો સુભદ્ર નામે ન્હોટે શ્રેષ્ઠી વસતે હતું. તેને ઉત્તમ રૂપવાલે, સુંદર આકૃતિવાલે, સંપત્તિથી કામદેવની ઉપમાવા અને ગુણલક્ષમીના થાનરૂપ દત્ત નામને પુત્ર હતો. પિતાએ સ્નેહથી કઈ કલાચાર્ય પાસે તે પુત્રને સર્વ કળા અને શાસ્ત્રો ભણવ્યાં. અનુક્રમે વનાવસ્થા પામ્યું એટલે પિતાએ તેને એક સારી કન્યા પરણાવી. પરંતુ તે દત્ત, પૂર્વ કર્મના વશથી ધૂતકારી થયે. એકદા ઘુતના રસમાં મગ્ન થએલો તે પિતાના જેવા બીજા ઘુતકાની સંગાથે ઘત રમતાં બહુ દ્રવ્ય હારી ગયે. પછી તે તે દર બીજાઓના કુસંગ દષથી તે નગરીમાં ચોરી કરવા માટે વિશેષે બીજાઓના ઘરમાં પેસવા લાગ્યા. આ વાત સમુદ્ર શ્રેષ્ઠીએ જાણું તેથી તે રાજદંડના ભયથી પોતાના પુત્રને રાજસભામાં ઘસડી ગયો. ભિલ સમાન આચારવા અને શિષ્ટાચારથી રહિત એવું તે દત્ત પણ રાજનિગ્રહથી ભય પામીને કઈ પલ્લીને વિષે નાશી ગયે. ત્યાં તે ભિલ્લ લોકોને મળે અને તેઓની સેબતથી તે તેના જેવી કુર બુદ્ધિવાળો થયો. આ દત્ત એકજ પ્રહારથી સર્વ વસ્તુના બે કકડા કરી નાંખતા તેથી ભલ્લ લેકેએ તેનું દ્રઢપ્રહારી નામ પાડયું. પછી તે દ્રઢપ્રહારી હંમેશા ભિલોની સાથે ચેરીનું પાપ કરતે.
એકદા તે દઢપ્રહારી ચોરી કરવા માટે બીજા ભિલો સહિત માર્કદી નગરીને વિષે ગયે. ત્યાં બીજા ભિલો બીજા કોઈના ઘરને વિષે પિઠા અને દઢપ્રહારી કઈ બ્રાહ્મણના ઘરને વિષે ગયે. આ વખતે નિદ્રામાંથી જાગી ગયેલ ઘરનો માલીક વિપ્ર જેટલામાં તેના સામે દોડ તેટલામાં પાપી દઢપ્રહારીએ ખડગવતી તેના બે કકડા કરી નાખ્યા. પાછળ ગર્ભસહિત એવી બ્રાહ્મણ પોકાર કરવા લાગી. તેને પણ તેણે મારી. એટલું જ નહીં પણ ઉંચા સીંગડાં કરીને પ્રહાર કરવા માટે આવતી એવી ગાચને પણ તે દુષ્ટ દઢપ્રહારીએ મારી નાખી. પછી જતા એવા તેણે જ્યારે પૃથવીઉપર લોટતા બ્રાહ્મણીના ગર્ભને દીઠે ત્યારે તેને સ્પષ્ટ વૈરાગ્ય પ્રગટ થયા. “ અહા! પાપી એવા મેં આ ઘોર પાપ શું કર્યું? મનુષ્ય જન્મને વિષે ઘોર પાપ કરનારા અને ધિકાર થાઓ, ધિક્કાર થાઓ, નરકના અનંત દુઃખના કારણરૂપ આવું ઘોર પાપ કરી હવે હું ક્યાં જાઉં” આ પ્રમાણે મનમાં વિચાર કરી તે દ્રઢપ્રહારીએ પંચ