________________
પ્રત્યેકબુદ્ધ શ્રીનગતિ ગાંધારનું ચરિત્ર (૪૯) એકદા ઉદ્યાનમાં વિમલાચાર્યને આવેલા સાંભળી ભૂપતિ, પટ્ટરાણી સહિત તેમને વંદન કરવા ગયે. પાંચ અભિગમનથી અવગ્રહની અંદર પ્રવેશ કરીને ભૂપતિએ ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક ગુરૂને નમસ્કાર કર્યા. પછી રાજાદિ સર્વે મનુષ્ય પોત પોતાને યોગ્ય આસને બેઠા એટલે ગુરૂએ મેઘની પેઠે દેશના રૂપ અમૃતને વર્ષાદ કરવા માંડયો. “જેમ સમુદ્રમાં પડી ગએલું ચિંતામણિ રત્ન દુર્લભ થાય છે તેમ આ સંસાર સમુદ્રમાં ખોવાઈ ગએલો મનુષ્યભવ પણ ફરીથી મલ મુશ્કેલ થઈ પડે છે. હા ! જે મનુષ્યો, કામની ઈચ્છાથી પિતાના મનુષ્ય ભવને વૃથા ગુમાવે છે તેઓ નિ પોતાના આંગણામાં ઉગેલી ક૫લતાને ઉખેડી નાખી વિષવલ્લીને વાવવા પ્રયત્નો કરે છે. હે ભવ્ય જી! રાગાદિ દોષથી નિમુક્ત એવા દેવ, પરિગ્રહરહિત ગુરૂ અને જિનભાષિત ધર્મ એજ તત્ત્વ છે. માટે તમે નિરંતર તે તત્વને આશ્રય કરે. જે દેવાદિકને વિષે બેધ તે જ્ઞાન કહેવાય છે. અને તે જ્ઞાનને વિષે જે પ્રીતિ તેનું નામ સમક્તિ કહેલું છે.
જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ માર્ગ દેવ, ગુરૂ અને ધર્મ રૂપ ત્રણ તત્વથી ગોચર હોવાથી ત્રણ પ્રકારનો કહેલો છે. હે નૃપતિ ! તેજ માર્ગ નિચે ભવ્ય જીને મોક્ષાથે થાય છે.” આ પ્રમાણે સૂરિનું ધર્મવ્યાખ્યાન સાંભલી ધર્મકાર્યમાં વિશેષે તત્પર થએલો ભૂપાલ, કનકમંજરીની સાથે શ્રાવક ધમ પાલવા લાગ્યો. પછી તે જિતશત્રુ રાજા નિરંતર આ લોક તથા પરલોકને માટે રાજ્યનું અને અરિહંત ધર્મનું પરસ્પર અવિરેાધથી ન્યાયીરીતે પાલન કરવા લાગ્યા.
એકદા રાણુ કનકમંજરીએ પિતાના પિતાને માંદે પડેલે જઈ નમસ્કાર મંત્ર આપે. ચિત્રાંગદ પણ તે નમસ્કારનું સમરણ કરતે છતે કાલથી મૃત્યુ પામ્યો. પછી કનકમંજરી પણ કેટલાક કાલે કરીને અરિહંત ધર્મનું આરાધન કરી કાલ ધર્મ પામીને દિવ્ય સુખના સ્થાન રૂપ દેવીપણું પામી. ત્યાંથી ચ્યવીને તે વૈતાઢય પર્વત ઉપર ભારતરણ નામના નગરમાં દંડશક્તિ નામના વિદ્યાધરાધિપતિની કનકમાલા નામે પુત્રી થઈ. એકદા કામદેવથી તપ્ત થએલા વાસવ નામના વિધાધરે તે વૈવનાવસ્થા પામેલી કનકમાલાને હરણ કરી ? આ મહા પર્વત ઉપર લાવ્યો. ત્યાં તેણે મંગલ ચિત્યની આગળ એક વેદી બનાવી. કારણ કે દેવતાઓની પેઠે વિદ્યારૂપ દ્રવ્યવાલા વિદ્યાધરો પણ પોતાની મરજી પ્રમાણે વિલાસ કરનારા હોય છે. પછી વિદ્યાના બલથી સર્વ સામગ્રી તૈયાર કરીને જેટલામાં તે વિદ્યાધર ઉત્સાહ પૂર્વક કનકમાલાનું ગાંધર્વ વિવાહથી પાણગ્રહણ કરવા તૈયાર થયો, તેટલામાં કનકમાળાને સુવર્ણ તેજ નામને મોટો ભાઈ તે ચાર રૂપ વાસવ વિદ્યાધરનો તિરસ્કાર કરતે છતો તેની પાછલ આવી પહોંચ્યો. પછી દુસહ એવા તે બન્ને જણા પરસ્પર ખકાનું યુદ્ધ કરતા છતા ક્રોધરૂપ અગ્નિમાં બળિદાન રૂપ થયા. આ અવસરે કનકમાલાને પ્રસન્ન થએલા કેઈ દેવતાએ બંધુના અગાધ શેકથી પીડા પામેલી અને ભયબ્રાંત થએલી