________________
(૭૫)
wwwwwwwwwwwwwwwwwww
wwwળ
શ્રીવારસ નામના રાષિની કથા. શાઓને અભ્યાસ કર્યો, તેથી શ્રી અરિહંત પ્રભુના ધર્મને વિષે તેની વિશેષે બુદ્ધિ થઈ. પિતાના નિર્મલ ગુણાથી સર્વ મનુષ્યોને આનંદ પમાડે એવો તે સુજાત, અનુક્રમે કામિનીઓના કામની ખાણ રૂપ થવન પામે. શુદ્ધ પક્ષવાળે તે કુમાર, પિતાના સમાન ગુણ અને વયવાલા ઉત્તમ મિત્રોની સાથે હંમેશાં શુદ્ધ પાંખોવાળા હંસની પેઠે કીડા કરતે હતે. - હવે તે નગરમાં તે વખતે રાજાને ધર્મઘોષ નામે સત્યવાદી પ્રધાન હતા. તેને પ્રિયંગુ નામની સ્ત્રી હતી. એકદા પ્રિયંગુ, નિરૂપમ એવા સુજાતને જોઈ તેના ઉપર અત્યંત અનુરાગ ધરવાથી પિતાની સખી પાસે તેની પ્રશંસા કરવા લાગી. આ પ્રમાણે સખીની પાસે સુજાતની પ્રશંસા કરતી એવી પોતાની પ્રિયાને સુજાત ઉપર અનુરાગ વાળી થએલી જાણું ધર્મશેષ પ્રધાન પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો. “ હા ! હારું ઘર નાશ પામ્યું જે હારી પ્રિયા બીજા ઉપર આસક્ત થઈ. હવે એ સુજાત જીવતાં છતાં મને સુખ મળવાનું ક્યાંથી? કારણ બીજાને વિષે આસક્ત થએલી નર્દય સ્ત્રી, પિતાના પતિ વિગેરેને હણું નાખે છે. માટે કેઈ ઉપાયથી ધનમિત્રના પુત્રને મારી નાખ્યું જેથી નિચે કુટુંબ સહિત મને સુખ થાય, પરંતુ તેને પિતા રાજયમાન્ય અને સર્વ નગરમાં શ્રેષ્ઠ કહેવાય છે. જેથી તેના પુત્રને અપરાધ વિના શી રીતે મારી શકાય ? હા, જેણે કરીને રાજાઓ પણ પોતાના અસાધ્ય કાર્યને સાધી શકે છે, તેવી બુદ્ધિ હારે છે તે પછી શી ચિંતા રાખવી. જેને માટે કહ્યું છે કે –
__ यस्य बुद्धिर्बलं तस्य, निर्बुद्धेश्च कुतो बलं ॥
वने सिंहो मदोन्मत्तः, शशकेन निपातितः ॥१॥ જેની બુદ્ધિ તેનું બલ, બુદ્ધિ રહિતને બલ ક્યાંથી હોય ? બુદ્ધિના બલથી સસલાએ મદેન્મત્ત સિંહને કુવામાં નાખે. એ ૧ છે
પછી કપલેખથી તે ધર્મઘોષ મંત્રીએ રાજાને સુજાત ઉપર બહુ કપ પમાડે.
હવે એમ બન્યું કે યારખુરી પુરીના રાજા ચંદ્રવજ આ મિત્રપ્રભ રાજા પાસે કાંઈ કામની માગણી કરતા હતા. તેથી મિત્રપ્રભે આ સુજાતને એક ચીઠી આપી તેની પાસે મારી નાખવા મે . સુજાત પણ નિષ્કપટપણે ચંદ્રધ્વજ રાજા પાસે જઈ હર્ષને નાશ કરનારી પોતાના રાજાની ચીઠી આપી. ચીઠી વાંચી વૃત્તાંત જાણી બહુ ખેદ પામેલા ચંદ્રધ્વજ રાજાએ તેને ચીઠી ન દેખાડતાં છતાં પૂછયું કે “હે ઉત્તમ બુદ્ધિવાળા વત્સ ! તે રાજાને એવો શો અપરાધ કર્યો છે કે જેણે તને આ અધમ હુકમ કરીને મહારી પાસે મેકલ્યો?” સુજાતે કહ્યું. તેમને કાંઈ પણ અપરાધ કર્યો નથી તેમજ મને વધ કરવા માટે અહીં શામાટે મેક તે પણ હું જાણતું નથી. આપ તે રાજાના હુકમ પ્રમાણે ઝટ કરે. એમાં તમારે દેષ છે. કારણ ક્યાં પુરૂષનું પૂર્વ ભવોપાર્જિત કર્મ નાશ પામે છે?” ચંદ્રધ્વજ રાજાએ તેને