________________
સુરત નામના મુનિની કથા.
(૯૭) આવ્યા. તેટલામાં પ્રધાનના ઘરને રહેનારે કુતરે ક્રોધ કરી પેલા કુતરા ઉપર ધસી આવ્યું. બન્ને કુતરાઓનું પરસ્પર યુદ્ધ થતું હતું એવામાં તે તે પક્ષના વ્હોટા કુતરાએ પોત પોતાના પક્ષના બીજા બહુ કુતરાઓને એકઠા કરી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પછી ગોખમાં બેઠેલા વાર્તક પ્રધાને વિચાર્યું કે, “ નિચે આવા અનર્થ થવાના વિચારથીજ આવા હેતુવડે સાધુએ પાયસાન વહાર્યું નહીં.” આવા શુભ વિચારથી જાતિસ્મરણ જ્ઞાનને પામી પ્રતિબંધ પામેલા તે વાર્તક પ્રધાનને શાસનદેવીએ વેષ આવે જેથી તેણે તુરત વ્રત અંગીકાર કર્યું. નિરંતર અતિચારરહિત વ્રત પાલતા એવા તે વાર્તક મુનિ એકદા સુંસુમાર નગરને વિષે જઈ ત્યાં એક યક્ષમંદિરના ચોકમાં રહ્યા. હવે એમ બન્યું કે જેમ સૂર્યને તાપ ઘુવડથી સહન ન થાય તેમ જેને પ્રતાપ શત્રુઓ સહન કરી શકતા નહોતા એ તે સુંસુમાર નગરમાં ધુંધુમાર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ઉત્તમ રૂપાલી, નવીન વન વાળી, જીવાજીવાદિ તત્વને જાણનારી અને સમકત રૂપ વ્રતને ધારણ કરનારી અંગારવતી નામે પુત્રી હતી.
એકદા મિખ્વાત્વવાસિત કોઈ એક પરિવાજિકા તેની પાસે આવીને જિનધર્મની અવજ્ઞા કરવા લાગી. પરંતુ જિનશાસનથી સર્વ સ્થાનકે વિજય મેળવનારી અંગારવતીએ તેણીને યુક્તિ પ્રયુક્તિથી બોલતી બંધ કરી દીધી. પછી રાજપુત્રી ઉપર અત્યંત ક્રોધ પામીને તે પરિત્રાજિકાએ એવી પ્રતિજ્ઞા કરી કે, “હું તને આ જિનમતથી ભ્રષ્ટ કરીશ. ” પછી તે અંગારવતીના યથાર્થ રૂપને પટ ઉપર આલેખી તે પરિત્રાજિકા ઉજ્જયિની નગરીને વિષે મહા સમર્થ એવા ચંડપ્રદ્યતન રાજા પાસે ગઈ. ભૂપતિએ બહુ આદર સત્કાર કર્યા પછી તેણુએ આશ્ચર્ય ઉત્પન્ન કરવા માટે પેલે પટ તેના આગળ મૂકો. ભૂપતિએ તે ચિત્રપટના રૂપને જે અત્યંત વિસ્મય પામીને પૂછયું. “હે તપસ્વિનિ ! આ કઈ દેવીનું સ્વરૂપ છે ? ” પરિત્રાજિકાએ ઉત્તર આપે. હે ગૃપ ! આ કઈ દેવીનું સ્વરૂપ નથી પરંતુ એ અંગારવતી રાજકન્યાનું સ્વરૂપ છે. “ ચંડપ્રદ્યોતને પૂછયું “ એ કોની પુત્રી છે. અને ક્યાં રહે છે? ” પરિત્રાજિકાએ કહ્યું. “ એ સુંસુમાર પુરના ધુંધુમાર ભૂપતિની પુત્રી છે. ” પછી અંગારવતીને વિષે જેનું મન આસક્તિ પામ્યું છે. એવા તે ચંડપ્રદ્યતન રાજાએ વસ્ત્ર પાત્ર વિગેરેથી તે પરિત્રાજિકાને સત્કાર કરીને રજા આપી. ત્યાર બાદ મહા સમદ્ધિથી મર્દોન્મત એવા તે ભૂપતિએ એક દૂતને સમાચાર આપીને તુરત ધુંધુમાર ભૂપતિ પાસે મોકલ્યો. દ્વત પણ ધુંધુમાર ભૂપતિને નમસ્કાર કરી નિર્ભયપણે કહેવા લાગ્યા. “ હે રાજન ! તમારી અંગારવતી કન્યા ચંડપ્રદ્યોતન મહારાજાને આપે. નહિંતર હમણાંજ રાજ્ય તજી ઘો. કારણ કે તે રાજા રોષ પામે છતે તમે અહિં રહી શકવાના નથી. હે આર્ય ! મનુષ્યનું ચાતુર્ય તે એજ કહેવાય કે જે તે પ્રકારે કરીને પોતાનો સ્વાર્થ સાધવે. ” દૂતનાં આવાં વચન સાંભલી હાસ્ય કરતા