________________
(૬૦)
શ્રી ષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ ત્યજી દઈ અમારા આશ્રમ પ્રત્યે આવી અમારા સરખા થાઓ.” પછી મોદક રૂપી ફળના ભક્ષણથી તે વેશ્યારૂપ સાધુને વિષે અત્યંત લુબ્ધ થએલા મુગ્ધ વલ્કલીરી તેણીઓની સાથે જવાને સંકેત કર્યો, અને તાપસોના યોગ્ય પાત્રોને એક સ્થાનકે સંતાડી પ્રથમથી કરી રાખેલા સંકેતસ્થાન પ્રત્યે આવ્યો. વેશ્યાઓએ રાખેલા ચરપુરૂએ વૃક્ષ ઉપર ચડીને જોયું તે પાછળ સેમચંદ્ર રાજર્ષિને આવતા જોયા તેથી તેઓએ વેશ્યાઓને તુરત તે વાત નિવેદન કરી. વેશ્યાઓ પણ “એ અમને શ્રાપ દેશે” એવા ભયથી ઝટ એકઠી થઈને મૃગલીઓની પેઠે નાશી ગઈ. પિતા આશ્રમ પ્રત્યે ગયે છતે વલ્કલચીરી વનમાં વેશ્યાઓને બહુ શોધવા લાગ્યું પણ તે મળી નહી. પછી મૃગયુક્ત વનમાં ભમતા એવા તેણે એક રથિકને દીઠે. તેથી તે તેને તાપસ માનતે “હે તાત! હું વંદના કરું છું.” એમ કહેવા લાગ્યા. રથિકે પૂછયું. “હે કુમારેંદ્ર! તું ક્યાં જાય છે? તેણે કહ્યું. “હે મહર્ષિ ? મહારે પિતનનામના આશ્રમમાં જવું છે.” રથિકે કહ્યું. “હું પણ પિતનાશ્રમ પ્રત્યે જાઉં છું.” રથિકનાં આવાં વચન સાંભળી અતિ મુગ્ધ બુદ્ધિવાળે તેમજ બહુ ગુણવાળે વલ્કલચીરી તેની પાછળ પાછળ ચાલ્યા. માર્ગમાં વકલચીરીએ રથમાં બેઠેલી રથિકની સ્ત્રીને દીઠી તેથી તે તેણીને “હે તાત ! હું વંદના કરું છું” એમ વારંવાર કહેવા લાગે. સ્ત્રીએ રથિકને કહ્યું. “આ બાળક મને તાત કહે છે. એ તેની કેવી વાણી?” રથિકે કહ્યું. “એ સ્ત્રી વિનાના વનમાં વસેલે મુગ્ધ તાપસપુત્ર છે. એને સ્ત્રી પુરૂષના ભેદની માલમ નહિ હોવાથી તેને પણ પુરૂષરૂપજ જાણે છે.” વળી વલ્કલચીરીએ રથને જોડેલા બળદેને જોઈ હ્યું “હે તાત ! આ મૃગને શા માટે આમ આધ્યા છે. મુનિઓને આમ કરવું તે યોગ્ય નથી. રથિકે કાંઈક હસીને કહ્યું. “હે મુનિ ! એ મૃગોનું એવું કર્મ છે જેથી તે એમ પીડા પામે છે પછી રથિકે તેને હર્ષકારી સ્વાદિષ્ટ મેદકે આપ્યા. વલ્કલચીરી પણ ભક્ષણ કરી તેના સ્વાદના સુખમાં મગ્ન થયે છતે કહેવા લાગ્યું. “હે મુનિ ! પૂર્વે પિતનાશ્રમવાસી મહર્ષિઓએ આપેલાં આવાં ફળે મેં ખાધેલાં છે.” આમ કહેતે અને બિલાં તથા આમલાદિ ફળોને ખાઈ ખાઈ અત્યંત ખેદ પામેલે તે વલ્કલીરી મોદકના સ્વાદથી પિતનાશ્રમ પ્રત્યે જવા બહુ ઉત્સાહ ધરવા લાગ્યા. રસ્તામાં સારથીને કઈ બળવંત એવા ચોરની સાથે યુદ્ધ થયું તેમાં તેણે ગાઢ પ્રહારથી ચેરને માર્યો. ચેર કહ્યું “ શત્રુને પણ પ્રહાર વખાણવા ચોગ્ય છે. તે મને પ્રહારથી જીત્યા તેથી હું હમણું હારા, ઉપર પ્રસન્ન થયો છું માટે હે ભાઈ, અહિંયાં હારું બહુ દ્રવ્ય છે તે તું લઈ જા. રથિકે તે સર્વ દ્રવ્ય પોતાના રથમાં મૂકયું. પછી રથિકે પિતનાશ્રમ નગર પ્રત્યે જ. ઈને વલ્કલીરીને કહ્યું “હે મુનિ? તમને જે પ્રિય હતું તે આ પિતનાશ્રમ છે. ” એમ કહીને તેણે પિતાના માર્ગને મિત્ર એવા તે વલ્કલચીરીને થોડું દ્રવ્ય આપ્યું. ત્યારપછી તે પોતાને ઘેર ગયો.