________________
મીતિયુક્ત મુનિની કથા.
( ૫ ) ચંદ્ર રાજર્ષિના અને વલ્કલચીરીના ઉત્તમ ચરિત્રને સાંભળી ધર્મધ્યાન કરવામાં તત્પર થએલી બુદ્ધિવાલે શ્રી શ્રેણિક રાજા પ્રભુને નમસ્કાર કરી હર્ષ પામતે જીતે ઇંદ્રની પેઠે પોતાના રાજગૃહ નગર પ્રત્યે ગયે.” इति शुभवर्द्धनगणिविहितायां ऋषिमंडलवृतौ द्वितीयखंडे
प्रसन्नचंद्रराजर्षिसंबंधः समाप्तः
जं चेवय जाणामी, सं चेव न वेत्ति भणिअ पव्वइओ ॥
अइमुत्तरिसी, सिरिवीर अंतिए चरमदेहधरो॥६५॥ ચરમદેહધારી શ્રી અતિમુક્ત ત્રાષિએ પોતાના માતાપિતાની પાસે “હું જે. જાણું છું તે નથી જાણત” એમ કહીને શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. . ૫
/ શ્રીમતિમુનિનીથા | પૂર્વે પિલાસપુર નગરમાં વિજય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને લક્ષ્મીની પેઠે વિશ્વમાં પ્રશંસા કરવા યોગ્ય શ્રી દેવી નામે પ્રિયા હતી તેઓને ગુણગરિક એ અતિમુક્ત નામે એક પુત્ર હતે.
એકદા છ વર્ષને તે અતિમુકત બાલક અને બાળકીઓની સાથે રમતો હતે. એવામાં તેણે ગોચરી માટે જતા એવા ગોતમ ગણધરને જોયા. “તમે કોણ છે અને ક્યાં જાઓ છે? ” એમ તે અતિમુક્ત બાલકે પૂછ્યું એટલે મૈતમે કહ્યું. “અમે મહાવ્રતધારી શ્રમણે છીએ અને આ નગરમાં પ્રાસુક આહારને માટે ઘર ઘર પ્રત્યે ફરીએ છીએ.” અતિમુક્ત કહ્યું કે હે ભદંત ! “ત્યારે તે તમે હારે ઘરે ચાલે, હું આપને નિર્મલ ભિક્ષા વહોરાવું.” એમ કહી આંગલી પકડી પિતાને ઘેર તેડી ગયે. હર્ષિત ચિત્તવાલી શ્રીદેવીએ તેમને પાસુક આહાર વહેરા. એટલે ફરી અતિમુકતે પૂછયું. “હે ભદતે? તમે કેણુ છે અને કયાં રહો છો?” ગૌતમે કહ્યું. “હે સુંદર! અમે શ્રી વીરપ્રભુના ધર્મના આચાર્યો છીએ અને અહિં આ નગરીના ઉદ્યાનને વિષે વસીએ છીએ.” તેણે કહ્યું. “હે પૂ ! હું પણ ત્યાં શ્રી વીર જિનેશ્વરને વંદન કરવા આવું છું.” ગામે કહ્યું. “હે વત્સ? જેમ સુખ ઉપજે તેમ” પછી ગૌતમગુરૂની સાથે અતિમુકત લોન પ્રત્યે આવી શ્રી વિરપ્રભુને નમસ્કાર કર્યો. ત્યાં તે ધર્મ સાંભળી પ્રતિબોધ પામ્યા પછી પોતાના ઘર પ્રત્યે આવી સંસારથી ઉદ્વેગ પામેલ અતિમુકત બાલક માતાપિતાને કહેવા લાગ્યો. “મને આજ્ઞા આપો હું દીક્ષા લઉં.” માતાપિતાએ કહ્યું. “હે બાલ ! અપકવ બુદ્ધિવાલો તું શું તત્વને જાણે છે?” અતિમુક્ત કહ્યું. “હું જે જાણું છું તે નથી જાણતો, અને જે નથી જાણતો તે જાણું છું.” તેના આવાં વચન સાંભળી માતાપિતાએ કહ્યું. “હે વત્સ! એમ કેમ? ?' તેણે કહ્યું. “હે માતાપિતા ! હું જાણું છે કે ઉત્પન્ન થએલા