________________
પ્રત્યેકબુદ્ધ શ્રી નગતિનું ચરિત્ર
(૩૯) વિવિધ પ્રકારના મનહર ઉપચારથી રાજાનો બહુ સત્કાર કર્યો. ભૂપતિ પણ આ વખતે પોતાના જન્મને સફલ માનતો છતો મનમાં વિચાર કરવા લાગ્યું. “આ ભયંકર અરણ્યમાં વિમાન સમાન આ મહેલ કયાંથી? આ રસ્સા સમાન દિવ્ય કન્યા ક્યાંથી ? વળી એ કન્યા અમૃત સમાન અપ્રતિમ વચનથી હારે વિષે અપૂર્વ પ્રેમ શા કારણથી ધારણ કરે છે? પ્રભાતનાં સર્વ કાર્ય કરી, ફરીથી જિનેશ્વર પ્રભુનું પૂજન કરી અને ઉત્તમ પદાર્થનું ભેજન કરી છેવટ આ સર્વ વૃત્તાંત એ કન્યાને પૂછું” આ પ્રમાણે વિચાર કરીને પછી કાર્યને જાણ અને કૃતાર્થ એ તે રાજાનું નમસ્કાર સ્મરણ કરતે છતે શય્યામાંથી ઉઠી આવશ્યકાદિ દેહશુદ્ધિ કરી, પવિત્ર વસ્ત્ર પહેરી વિધિથી જિનેશ્વરનું પૂજન કરી અને તે પોતાની પ્રિયા સહિત આસન ઉપર બેસી હર્ષથી વ્યાપ્ત થયો છે તે કન્યાને કહેવા લાગ્યું. “હે પ્રિયે ! પૂર્વની પેઠે આપણે સંબંધ પૂર્વના નિમલ પુન્યથી જ થયે છે. તે કારણથીજ તને સ્પષ્ટ પૂછવામાં મહારૂં મન બહુ લજજા પામે છે કે નિશ્ચય C કેણ છે? હે તત્વિ હારા વચનરૂપ અમૃતનું પાન કરવાની મને તૃષ્ણ છે માટે તું પોતાનું આનંદકારી સઘલું સ્વરૂપ મને કહે.” પિતાના પતિના આવા આદેશથી અત્યંત હર્ષ પામેલી તે કન્યા જાણે સાક્ષાત સરસ્વતી પોતેજ હાયની? એમ અમૃતને પણ મિસ્યા કરી દેનાર વાણુના વિલાસથી પિતાનું સઘળું સ્વરૂપ કહેવા લાગી.
હે રાજન “ જેવી રીતે અલકા નગરીમાં કુબેર, સ્વર્ગમાં ઈદ્ર અને આકાશમાં ચંદ્ર રાજ્ય કરે છે તેવી જ રીતે પૃથ્વી ઉપર ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મહા પ્રતાપ્રવાલે જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. એકદા તે ભૂપતિ, પૃથ્વીના સર્વ ભૂપાલાથી પિતાના વૈભવને અધિક માનતે છતે પિતાના ચરપુરૂષને કહેવા લાગ્યું કે “ હે પુરૂષે ! બીજાઓના રાજ્યથી મહારા રાજ્યમાં શું ન્યૂન ? ” સર્વે ચરપુરૂષોએ વિનંતિ પૂર્વક કહ્યું કે “હે રાજેદ્ર! આપની સભામાં ચિત્રકારનાં બનાવેલાં ચિત્ર નથી એજ એક ન્યૂન દેખાય છે. ચરપુરૂષનાં આવાં વચન સાંભલી મહા લક્ષ્મીવંત એવા તે રાજાએ મહા વિચક્ષણ એવા ચિત્રકારોને બોલાવીને, તેઓને સમાન ભાગે પિતાની ચિત્રશાલા ચિતરવા માટે સેંપી. તે ચિત્રકામાં મનેહિર ચિત્રને બતાવનાર અને અતિવૃદ્ધ એવો કોઈ એક ચિત્રાંગદ નામને ચિતાર પિતાને પેલા ભીંતના ભાગ ઉપર શીધ્ર વિચિત્ર પ્રકારના ચિત્રો ચિતરતો હતો. સહાય રહિત એવા તે ચિતારાની અતિઉત્તમ રૂપાલી કનકમંજરી નામની પુત્રી હંમેશાં ભક્તિપૂર્વક પિતાના ઘરેથી તેને ભાત આપવા આવતી હતી.
એકદા ઉત્તમ વૈવનાવસ્થાવાલી અને ચતુર કન્યાઓમાં શ્રેષ્ટ એવી તે કન્યા પિતાના પિતાને માટે ઘેરથી ભાત લઈ જેટલામાં રાજમાર્ગ પ્રત્યે આવી તેટલામાં તેણુએ મનુષ્યથી ભરપૂર એવા રાજમાર્ગમાં પિતાની મરજીથી અશ્વને ખેલાવતા અને રાજ્યસંપત્તિથી યુક્ત એવા કેઈ એક જતા એવા ઘેડેવારને દીઠે. ભયથી