________________
કામ
જ તે વેળા
દર સો
૧૦
ફાર્બસજીવનચરિત્ર. તેજમાં ન તણાતાં, તે ધર્મ નિષ્પક્ષપાતથી યથાર્થબજાવતા. રાજ્યકર્તવર્ગના સર્વ અધિકારીઓ ફાર્બસ જેવા મહામના અને ઉદાર હોવા દુર્લભ જ. યુરોપમાં નથી તો આ દેશમાં તે આશા જ શી ? વર્તમાનપત્રમાં એક બે વિષય, રાજ્યકર્તા ઉપર અધિકારી વર્ગને પ્રતિકૂલ લાગે એવા આવ્યા. તેને જાગ્રત કરે એવો ગંધ “સદર અદાલતના ન્યાયાધીશે સુધી ગયો, તેથી તેઓ ચમક્યા. તેઓએ જાણ્યું કે કોઈ પ્રતાપી સૂત્રધાર પટાંતરમાં છે, તેથી તેઓએ તત્કાલ “સર્કયુલર' કહાડ્યો કે “સરકારી નેકરે વર્તમાનપત્રના કામથી દૂર
રહેવું.” ફાર્બસ સાહેબને “કનિષ્ઠા સેવા” કહેવાય છે તેને અનુભવ તે વેળા યથાર્થ થયે હશે. ફાર્બસને પિતાના મનના માન્યા કામથી દૂર થવું પડયું. સોસાઈટીના (સભાના) મંત્રીનું કામ ડાકટર સીવર્ડને સંપ્યું.
સાઈટીએ એક નિશાલ પણ સ્થાપી હતી, તે નિશાળમાં ડાકટર સીવડે પોતાના એક ઢેડ ચાકરનો છોકરો પોતાની ચીઠી સાથે ભણવા મોકલ્યો. મહેતાજીએ ડાકટર પાસે જઈને કહ્યું કે, છોકરાને દાખલ કરતાં એથી ભારે હાનિ થશે. બીજા નિશાલીઆ ઉઠી જશે. પણ કેટલાક યુરેપીઅને આપણું રીતિભાતિથી કેવલ અજાણ્યા હોય છે. તેઓ ધીરતા રાખીને માનસિક શાસ્ત્ર શીખ્યાને ઉપયોગ કરી સામાના મનોભાવ જોવા રહેતા નથી. પિતાના મતથી વિરૂદ્ધ તે ખાટું માની પ્રતિપક્ષીના ઉપર કોપાયમાન થાય છે. ડાક્ટર સીવર્ડે તેમ જ કર્યું. મહેતાજીને મૂર્ખ ગણુ કહાડી, તેને શિક્ષકસ્થાનેથી કહાડી મૂકવાની ધમકી આપી. કેને શરણ જવું એ તે મહેતાજી જાણતા હતા. ફાર્બસ સાહેબનાં ગુણજ્ઞાન ત્યાં સર્વેના જાણ્યામાં હતાં, તેથી તત્કાલ ત્યાં ગયે. વિવેકી અને ક્ષમાવાન પુરુષની બલીહારી છે. મહેતાજીએ ફાર્બસ સાહેબ આગળ માંડીને વાત કરી. અન્ય અન્યના વિચારથી અજ્ઞાત એવા બન્ને જણ વચ્ચે થયેલી કેવળ તુચ્છા વાર્તાએ ભારે રૂપ ધર્યું છે જાણું, વિચારવાન ફાર્બસ સાહેબને બહુ જ હસવું આવ્યું. પછી ડાકટર અર્વડના ઉપર એક પત્રિકા લખી, તેમાં લખ્યું છે કે, આ દેશમાં એવું થવાને અજી બસે વર્ષને અવકાશ જોઇયે, હાલમાં એવું બની શકવાનું નથી ઈત્યાદિ. તેથી ડા. સીવીને ક્રોધ શાન્ત થયા.
તા૨૨ મી નવેમ્બર સન ૧૮૪૯ થી તા. ૨ જી જાન્યુઆરી સન ૧૮૫૦ સુધી “જજજ અને સેક્શન્સ જજજનું કામ ફાર્બસ સાહેબે અમદાવાદમાં ચલાવ્યું. પછી તા. ૧૫ મી એપ્રિલ સન ૧૮૫૦ માં સુરતના આસિસ્ટન્ટ જજ અને સેક્શન્સ જજ થયા. જ્યાં સુધી પોતે અમદાવાદ રહ્યા ત્યાં સુધીમાં ત્યાં અત્યુપયોગિની વિદ્યાકલાનાં બીજ નાંખી તેનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com