________________
ફાર્બસજીવનચરિત્ર. કિન્તુ અધિક ગુણવાન સ્વગ્રાહક યશોધન રાજાઓ સમીપ જ કરતા, પછી તે સફલા થાય વા નિષ્ફલા જાય. કવીશ્વર કાલિદાસ કહે છે કે –
"याचा मोघा वरमधिगुणे नाधमे लब्धकामा." मेघदूत. ६ For, better far, solicitation fail
With high desert, than with the base prevail,” પરંતુ તેવા યશેલભી રાજાઓને દુર્ભાગ્યે અભાવ થતાં, તેવાને યોગ્ય કવિઓને પણ દુષ્કાળ પડ્યો. તેની પ્રજા રંક અધમો પાસે યાચના કરવા લાગી, અને સ્થાનભ્રષ્ટ થઈ ઉતરી ગઈ તે એટલે સુધી કે, કવિ શ્યામલભટ્ટને ભોજ-રખિદાસ પટલ-તેના વર્ગના મુખીપટલે પણ તેવા કંટકવત પતિત કવિપુત્રાથી કંટાળી જઈ કહેવા લાગ્યા કે –
“ભાટ બ્રાહ્મણનું લાકડું વણ પસારયું પેસે,
કહ્યું હોય ચેરે આવજે તે ઘેર આવીને બેસે.” દેશીય રાજયમાં વિદ્યાના અભાવે કવિઓનાં ગ્રાહક ન હતાં તેથી તે ઉચ્ચ વર્ગ નીચ થઈ ક્ષય પામ્યો હતો. કેાઈ કાઈ નામના કવિ તેમાંથી બચી ગયેલા તેઓ પાછા ફાર્બસથી પ્રેત્સાહન પામી ગર્જના કરી ઉઠ્યા, અને ફાર્બસને ભોજની ઉપમા આપવા લાગ્યા. અને કવવા લવવા લાગ્યા કે,
કરેલ કીર્તિમેર, દુનિયામાં તે દેખવા
ફાર્બસ રૂપે ફેર, ભેજ પધાર્યો ભૂમિમાં.” કવિઓની પ્રતિભાશક્તિમાં (Imaginative Power) અથવા ક૯૫નાશક્તિમાં પાછો જરા જરા જીવ આવવા માંડ્યો. તેઓએ કઈ કઈ કલ્પનાઓ કરવા માંડી. એક કવિ ઉધાઈને (પુસ્તકે ખાઈ જનાર કીડાને) કહે છે –
“કુછ્યા પુસ્તક કાપિને, એને ન કરીશ અસ્ત;
ફરતે ફરતે ફારબસ, ગ્રાહક મળે ગૃહસ્થ.” એ પ્રકારે ગૂર્જરાતમાં થઈ રહ્યું. મધ સમયના રાજ્યના ત્રાસદાયક બલાત્કાર દૂર થયા તેથી લેકે જંપી નિરાંતે બેસવા લાગ્યા. તેઓને સર્વ નવું નવું લાગવા માંડયું. જ્યાં જંગલી, મૂર્ખ સ્વછંદી સરદારને તિરસ્કાર અને અન્યાય ! અને ક્યાં વિદ્વાન, નાગર, પ્રજાહિતૈષી અને વિવેકી ફાર્બસ જેવા અધિકારીએને સત્કાર અને ન્યાય! ક્યાં પહેલાંને દુઃખદ ત્રાસ! અને ક્યાં બીજાની સુખદા માયા મમતા! જાણે નવા વાયુચક્રમાં આવ્યા હોય એવું વૃદ્ધ લેકાને લાગવા માંડયું. શાતિનાં પરિવાર–વિદ્યા, કલાકૌશલ્ય, સાંસારિક સુખ
આદિ-વધવા માંડ્યાં. ફાર્બસ સાહેબ એ સુખદા સામગ્રી વધારવામાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com