________________
ફાર્બસજીવનચરિત્ર. કોઈ દીઠામાં જ આવે નહિ, અદૂરદષ્ટિ રાજાના દુષ્ટ બિલાડા જેવા કાર્યભારીઓના ત્રાસથી રંક પ્રજા ઉંદરની પેઠે પોતાના દરમાં જ ભરાઈ બેસી રહે. જ્યાં ત્યાં બલાત્કાર, અન્યાય, અનીતિ, વ્યભિચાર, આદિ દુર્ગુણોને પરિવાર મહાલી રહેલે. અરે! ઈતિહાસમાં વાંચતાં, અને કઈ ઘરડા માણસનાથી સાંભળતાં, આજ પણ કમકમી આવે એવી અવસ્થામાં ગૂર્જરાત પચી રહ્યું હતું. એવા અંધકારમાં ઈસ્વી સન ૧૮૦૦ ના વર્ષથી કહિ કહિ કિરણ દેખાવા માંડ્યાં. અને સન ૧૮૧૮ માં આપણું ગૂર્જરાતમાં ઇંગ્લિશ રાજ્ય થયું, અને અંધકાર ખસવા માંડ્યો. એ સંધિમાં ફાર્બસ સાહેબ આવ્યા. ગૂર્જરાતની ફલદાત્રી વાટિકા દૂરસ્થ રાજાના જંગલી કાર્યભારીઓથી ભિલાડી મૂકાઈ હતી. ઘણાં વર્ષ સુધી ગુર્જર ક્ષેત્ર વાવેતર વિનાનું પડતર પડી રહી અધિક ફલ આપે એવું થયું હતું. તે સમયમાં ફાર્બસ જેવા “માલી'નું ત્યાં આવવું થયું.
ફાર્બસ સાહેબ વિદ્યામાં અને કલામાં ઉભયમાં કુશલ હતા. વિદ્યાને પ્રકાશ કલા ઉપર અને કલાને પ્રકાશ વિદ્યા ઉપર નાંખી, ઉભયના સાધનથી પ્રકટતા સિદ્ધાંત કરવા ફાર્બસ સાહેબ સમર્થ હતા. ગૂજરાતની ભવ્યા શિલ્પકૃતિ જોઈ તેઓને લાગ્યું કે કોઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લોકના મહિમાનાં એ અવાચિક ચિહ્યું છે. પોતે કુલીન તેથી કુલીન ચિહવાન પણ દીન થઈ ગયેલા ગૂર્જરાતસહ સમભાવ થઈ તેને અંતઃકરણથી દયા આવી. તેને પરિણામ એ થયો કે ગૂર્જરાતને અનુગ્રહ કરવા તે તત્પર થયા. તેનું આધુનિક સમયને અનુકૂલ સમર્થ સાધન ઐતિહાસિક લેખ છે. તે ઐતિહાસિક લેખ-રાસમાલા નામે પ્રતિભાવથી લખી ગૂર્જરના સમર્થ મહાકવિને અર્થ ફાર્બસે સાયો છે. દુહા-કરનલ ટાડ કુલીન વિણ, ક્ષત્રિયયશ ક્ષય થાત;
ફાર્બસ સમ સાધન વિના, ન ઉદ્ભરત ગૂજરાત. કલા ઉપર વિદ્યાને પ્રકાશ (તાપ અને તેજ ) પાડી તેને વાગ્મિની કરવાને ફાર્બસે નિશ્ચય કર્યો. એ હેતુથી દેશીય વિદ્યાને શોધ કરવા માંડ્યો. પ્રથમ રા. ભેગીલાલ માસ્તર પાસે શીખવા માંડયું. તેમાં સ્વાદ લાગ્યાથી વિશેષ અભ્યાસ કરવા સારૂ અભિરુચિ થઈ અને રા. ભોલાનાથ સારાભાઈની ભલામણ ઉપરથી કઇ દલપત્તરામને સન ૧૮૪૮ના નવેમ્બર માસમાં પોતાની પાસે તેડાવ્યા. રાજ્યકાર્ય કરતાં અવકાશ મળતા તે વિદ્યાભ્યાસ કરવામાં વાવતા. ગૂર્જરાતનો પૂર્વને મહિમા તેના જાણવામાં આવવા માંડ્યો તેમ તેમ, તેને ગૂર્જરાત ઉપર અધિક અધિક અનુકંપા અને સ્નેહમમતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com