________________
ગુર્જરાતની મહત્તા અને અવનતિ. ૧૩૦૦ સુધી રાજ્ય હતાં; એ ગૌરવાન્વિત ગૂર્જર દેશ; જે ગૂર્જર દેશ સંબંધમાં રત્નમાલાને કૃષ્ણજિત કવિ, શંકર કવિના મુખદાર કાન્યકુંજની રાજધાની કલ્યાણમાં આવી મહારાજશ્રી ભુવર સમીપ પંચમ રત્ન વિષે વદે છે કે –
“મહીકે ઉત્તમ અંગ કહાવે, જહાં સુ ગૂર્જરદેશ સુહાવે, જલ-તૃણ-દ્રુમયુત મહી રસાલા, ધન સંપૂર્ણ હિલેક દયાલા. ૨૦
+ + + + + તહાં બડી વિદ્યાકી શાલા, રહી પ્રત્યક્ષ તહાં અજબાલા.
દ્રવ્યસાર પારસમણિ, વપુએ વદન કહાત,
સાર તનકે ફલ પુંહિ ઉર્વીસાર ગૂજરાત” ૨૫ અહે! એવી ગુર્થી ગૂજરાત! જહિ પછી ઉદયાસ્તનો નિયમ લાગુ પડી અધકાર થશે. જે અન્ધકારના કાલમાં, સદ્ગણ માત્ર ઉપર ત્રાસદાયક બલાત્કારના પ્રહાર પડતા તે રૂઝવા વેલા જ આવતી નહિ. જે અન્ધકારના રાજયમાં મનુષ્ય પ્રાણીને સાર્થક કરનાર ગુણો ઉપર,—અથવા જે ગુણેથી મનુષ્યપ્રાણી અવર પ્રાણીથી ઓળખાઈ મનુષ્ય કહેવાય છે, એવા વ્યાવર્તક ગુણો ઉપર-દુસહ ભાર આવી પડ્યો તેથી પાંચસે ઉપર વર્ષ લગી તે ગુણ ચગદાઈ રહ્યા હતા, તે અલ્પકારનો અંત આવવાની ક્રિયાઓને આરંભ ચાલ્ય, તેવા સંધિમાં આપણું ફાર્બસ સાહેબનું અમદાવાદમાં પધારવું થયું.
ગાયકવાડ અને પેશવાની વારા ફરતી ચડતી પડતી ગૂર્જરાતમાં થતી, તે તે વારામાં તેઓના અધિકારીઓ ગૂર્જરાતને ચૂસતા; ગૂર્જરાત એક અને તેને ચૂસનાર ક્ષુધાતુર અનેક. એટલે ગૂજરાતની દુર્દશામાં શી ન્યૂનતા! સન ૧૮૧૮ સુધી ગૂર્જરાતવાસીથી નિર્મલ વસ્ત્ર પણ પહેરાતાં નહિ. કોઈને ઊજળે દીઠે તો ચાડિયા તૈયાર હતા. તેઓ ચાડી ખાય અને તે પ્રમાણે તે કાલના મૂર્ખ રાજાના અતિ મૂર્ણ અધિકારીઓ તેને લુટે. ધન નામ ધરનારા સર્વે પદાર્થોને પૃથિવીમાં ડટાઈ રહેવું પડતું હતું. તહિ પૃથિવીના સંગમાં સંતાઈ રહેતે ક્ષય, પિતાનું પરિપૂર્ણ બલ ચલાવી પૃથિવીને અધીન થયેલા ધનને નાશ કરતો. તે કાલમાં સર્વ વિપરીત જ દીઠામાં આવતું. લક્ષ્મીજે અંતમાં મલિના પણ ઉપરથી પ્રકાશી બહુનાં મન હરણ કરી ફાંફાં મરાવે છે, તે લક્ષ્મીએ બાહ્ય ઉપર-પણુ મલિન રહેતી, એટલું જ નહિ પરંતુ સરસ્વતી જે ઉજજવલ પ્રકાશવતી, કાન્તિમતી અને સદા ઉચ્ચ સંગે સ્વતંત્ર વસનારી–તેની પણ વિપરીતા દશા તે કાલે હતી. સરસ્વતી બંધનમાં બંધાઈ ભૂયરાં રૂપા બંદિશાલામાં પડેલી! જેને સુગડ પંડિતે સેવે તેને કનિક કીટેએઉધાઈઓએ-સેવવા માંડેલી ! ગર્જરાતમાં જ્યાં ત્યાં અક્ષર-શત્રુ વિના બીજું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com