________________
ફાર્બસે ગુજરાતમાં આવી કરેલ શુભારંભ.
મુખ્ય સાધન થઈ રહ્યા. સ્વદેશને જે સાધનથી ઉત્કર્ષ થયેા હતેા, તેવાં જ સાધનનાં બીજ ગૂર્જરાતમાં વાવવાના પોતે આરંભ કહ્યો. કર્નલ ફુલજેમ્સ, કર્નલ વાલેસ, અને રેવરેન્ડ પીરીટ આદિ ગૃહસ્થાને સામીલ રાખી પ્રથમ સન ૧૮૪૮ માં ‘ગુજરાત-વર્નાકયુલર-સાસાઇટી' સ્થાપી. તેણે ગુર્જરાતમાં વિદ્યાવૃદ્ધિ સારૂ આજ સુધીમાં કેટલું બધું કર્યું છે, તે આ દેશમાં અજાણ્યું નથી, એટલે તે વિષયે વિશેષ લખવું અત્ર આવશ્યક નથી. એ જ સાસાઈટી’ના સંબંધમાં સન ૧૮૮૯ માં સરસ્વતી મંદિરનું પુસ્તકમાલાનું-સ્થાપન, ગૂર્જરાતમાં પ્રથમ જ અમદાવાદમાં ભદ્રના દરવાજા ઉપર થયું.
Ο
પૂર્વે ભટ્ટ ચારાદિ જેએ સંદેશવાહકાદિનું કર્મ કરતા હતા, જે રાજ્યના સંધિવિગ્રહનું કાર્ય કરતા હતા, જેએ અન્યના અભાવે રાજ્યકર્તાને મર્યાદામાં વર્તાવનાર ઉપયેાગી અંકુશ જેવા હતા, અને પ્રજાને પ્રાત્સાહક તથા મનેારંજક હતા, જેએ બહુ કારણથી રાજ્યનું એક અંગ જ ગણાતા, તેઓ અંતર્ધાન પામ્યા હતા; અને તેઓને સ્થાને તેવા કાઈ સાધનની સંપૂર્ણ અપેક્ષા હતી. આ દેશકાલના રાજ્યકર્તા તથા પ્રજા એએને અનુકૂલ અને ઉપયેગિ થાય એવું સાધન, વર્તમાનપત્રનેા અવતાર જ હતા. તે વર્તમાનપત્ર,—જે આજ કાલ અન્ય દેશામાં પૃથિવી ઉપરની વૃદ્ધિનું અને સુધારાનું મુખ્ય અને મહાબલવત્ સાધન ગણાય છે; જે રાજાના સખલ શિક્ષક અને પ્રજાની રક્ષિણી ઢાલ ગણાય છે; જે સ્વતંત્રતાનું અનુપમ વાહન ગણાય છે; અને જેનું સામર્થ્ય આપણા રાજ્યકર્તા દેશમાં એટલું બધું છે કે તે રાજ્યકર્તાથી પણ કાઈ કાઈ પ્રસંગે શિરેામણિ અને રાજ્યનું ચતુર્થં અંગ ગણાય છે, તેવું વર્તમાનપત્ર તા નહિ, કિંતુ તેની છાયા ગુજરાતમાં પ્રથમ ફાર્બસ સાહેબથી લેકે દીઠી. એક વારપત્ર (Weekly Paper) પ્રત્યેક મુધવારે ફાર્બસની સહાયતાથી નિઃસરવા માંડયું. તે બુધવારે પ્રકટતું તેથી ગૂર્જરાતમાં વર્તમાનપત્રાને લેાકા અજી યુધવારીઆને નામે ઓળખે છે. યુરેાપમાં જેવી પ્રવીણતાથી પત્રા પ્રકટ થાય છે, અને જેવા તે પત્રાતા ભાર અને પ્રતાપ પડે છે, તેની તુલના કરે એવાં પત્ર અજી પણ આ દેશમાં વિરલ છે, તે આરંભમાં તે। આશા જ શી! તથાપિ પ્રથમ સર્વ બીજ વેરવાં જોઇયે તેમાં એ ખીજ વેરવામાં પણ ફાર્બસ સાહેબ ચૂકયા ન હતા. વર્તમાનપત્રનેા મુખ્ય ધર્મ આ છે કેઃ-રાજા પ્રજાના પરસ્પર સદ્ભાવ વધારી પ્રજાની અપેક્ષાએ અને ઇચ્છાએ રાજ્યકર્તાને નિવેદન કરવી, અને એ પ્રકારે રાજ્યકર્તાને સહાયભૂત થઈ, તેઓને સ્વધર્મમાં જાગ્રત રાખવા. ફાર્બસ સાહેબ રાજ્યકવર્ગમાં હતા,પણ જે સમયે વર્તમાનપત્ર લખાવવાનું કામ કરતા, તે સમયે પ્રજાવર્ગમાં આવી રાજ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com