________________
૧૯
શ્રી જૈન પ્રવચન કિરણવલી હું જગતના તમામ જીવોને મારા જેવા ગણીને તેમની ઉપર દ્રવ્યદયા ને ભાવદયા રાખું, એ પથ્થભેજન. આ ત્રણ સાધનો અને ભવોભવ મળજો, ૪ હવે મંત્રી વસ્તુપાલ આત્મહિતકર સાત પદાર્થોની માગણું આ પ્રમાણે કરે છે:
शास्त्राभ्यासो जिनपदनतिः संगतिः सर्वदायः सद्वत्तानां गुणगणकथा दोषवादे च मौन ।। सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे
संपद्यन्तां मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥ ५ ॥ અષ્ટાર્થ– (૧) જન શાસ્ત્રાદિનો અભ્યાસ એટલે મુનિપણામાં આગમનું ભણવું અને સાંભળવું, અને શ્રાવકપણામાં ફક્ત સાંભળવું વગેરે. (૨) દેવાધિદેવ પ્રભુશ્રી તીર્થકરાદિ ઈષ્ટ દેવના ચરણકમલને દરરોજ નમસ્કાર કરવો. આમાં પ્રભુપૂજાતિને પણ સમાવેશ થાય છે. એટલે નમસ્કારપદથી પ્રભુપૂજા વગેરે પણ લઈ શકાય. (૩) જે કાર્ય કરવાથી પાપકર્મનો બંધ થાય, તેવા હિંસાદિ અધર્મના કાર્યને પ્રાણાંત કષ્ટમાં પણ જેઓ ન જ કરે, તે પુરૂષો આર્ય કહેવાય. તે આર્ય પુરૂષોની સાથે સોબત (પરિચય). (૪) સદાચારી મહાપુરૂષોના ઉત્તમ શીલ, દાન, તપશ્ચર્યા, સંયમ, વગેરે ગુણ સમુદાયનું નિરંતર ગુણગાન કરવું. અને તેમના જીવનમાંથી સાર ગ્રહણ કરીને પોતાના જીવનમાં ઉતારી નિર્મલ આરાધના કરી માનવભવ સફલ કરે. (૫) બીજા માણસની નિંદા કરવાના પ્રસંગે મૌન રહેવું, ને તેવા નિદાનાં વચનો સાંભળવાના પ્રસંગે બહેરા જેવા થઈ જવું. કારણ કે બીજાની નિંદા કરવામાં કે સાંભળવામાં કંઈ પણ લાભ નથી. આવા અવસરે આત્માથી ભવ્ય છે એમ વિચારે છે કે
બુરા જગમે કે નહીં, બુરા અપના ખેલ;
ખેલ અપના સુધાર લે તે, ગલીએ ગલીએ સહેલ. ૧ જ્યારે બીજાની નિંદા કરવાનું મન થાય ત્યારે એમ વિચારવું કે હે જીવ! જગતમાં કઈ ખરાબ નથી, પોતાના બેલ (આચાર, વિચાર, ઉચાર) ખરાબ છે, તે ખેલને સુધારીશ તે તું ઠેકાણે ઠેકાણે (જ્યાં જઈશ ત્યાં) સુખ શાંતિ ને આનંદ પામીશ. તથા સામે માણસ આપણી નિંદા કરે, તે વિચારવું કે-બેબીની સામે ધોબી થવું, તે સમજુ છવોને શોભે નહિ, તારી જે ભૂલ જોઇને સામે માણસ તારી નિંદા કરતે હેય, તે તારી ભૂલ તારે જરૂર સુધારવી જોઇયે. ભૂલ સુધાર્યા પછી કઈ તારી ૧ આ વાતને અંગે શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર (વંક્તિાસત્ર)ની “
વિજયવિષriળી. મસાક્ષમાળg વરવી નિrfafથવું, વોરંતુ મે : ૬ ૫ આ ગાથાનું રહસ્ય જરૂર વિચારવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org