________________
ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી
પાલખીમાં ઉપાશ્રયે આવી, સામાયિક લઈ, વ્યાખ્યાન સાંભળવા બેસે અને વ્યાખ્યાન પૂરું સાંભળે. એક વખત પ્રેમાભાઈ શેઠે કોઈકને મોઢે કહ્યું કે, ‘આપણો વેપારીઓનો સમય તો બજારમાં ક્યાં ચાલ્યો જાય તેની ખબર પડે નહિ, પરંતુ આપણા જૈન સાધુઓ આખો દિવસ ઉપાશ્રયમાં બેસીને શું કરતા હશે ? એમનો સમય કેમ કરીને પસાર તતો હશે ? તેમને સાધુજીવનનો કંટાળો નહિ આવતો હોય ?'
પ્રેમાભાઈ શેઠે કરેલી આ ટીકા ફરતી ફરતી મૂળચંદજી મહારાજને કાને આવી. એમને એમ લાગ્યું કે પ્રેમાભાઈ શેઠને આ ટીકાનો જવાબ યુક્તિથી આપવો જોઈશે. એક દિવસ એમણે પોતાના શિષ્યોને સૂચના આપી કે, ‘આજે મારું વ્યાખ્યાન ગમે તેટલું મોડે સુધી ચાલે તો પણ તમે મને સમયની યાદ અપાવતા નહિ.’ પછી એ દિવસે એમણે વ્યાખ્યાનમાં અધ્યાત્મનો એવો સરસ વિષય વિવિધ દૃષ્ટાંતો સાથે ચાલુ કર્યો અને ત્રણ સામાયિક કરતાં પણ વધુ સમય એ વિષય ચલાવ્યો. પ્રેમાભાઈ શેઠ અને બીજા બધા શ્રોતાઓ તો તલ્લીન બનીને સાંભળી જ રહ્યા હતા.
વ્યાખ્યાન પૂરું થયું ત્યારે પ્રેમાભાઈ શેઠને ખબર પડી કે, આ એક નહિ પણ ત્રણ સામાયિક જેટલો સમય પસાર થઈ ગયો હતો. એમણે મહારાજને કહ્યું, ‘ગુરુમહારાજ ! અધ્યાત્મની વાતોમાં આજે તો એટલો બધો રસ પડ્યો કે સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી.' મૂળચંદજી મહારાજે કહ્યું, ‘પ્રેમાભાઈ, તમે તો કોઈક જ દિવસ આવી અધ્યાત્મની ઊંડી વાતમાં રસ લેનારા છો, પરંતુ અમે સાધુઓ તો અધ્યાત્મની આવી વાતોમાં દિવસ-રાત રસ લેનારા રહ્યા. અમારો સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર જ ન પડે. ઊલટું અમને તો આવી વાતોમાં દિવસ-રાત વીતી જાય તો પણ સમય ઓછો પડે.’
૧૫
ગુરુમહારાજનો આ જવાબ સાંભળી પ્રેમાભાઈ સમજી ગયા કે ગુરુમહારાજે આજે વ્યાખ્યાન શા માટે વધુ સમય ચલાવ્યું હતું. અગાઉ બીજા આગળ કરેલી અજ્ઞાનયુક્ત ટીકા માટે પશ્ચાત્તાપ થયો અને તે માટે તેમણે મૂળચંદજી મહારાજની ક્ષમા માગી.
એક વખત પ્રેમાભાઈ શેઠના વડે વૈષ્ણવોની નવનાત મળી હતી. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org