________________
ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી
૧૩
મોકલ્યા. દર્શનવિજયજીએ ત્યાં જઈ હઠીભાઈની ધર્મશાળામાં ચોમાસું કર્યું. સંઘના આગેવાનો તો યતિ પાસે જતા, પરંતુ યુવાનો તો સાધુઓની સમાચારીથી પ્રભાવિત થવા લાગ્યા. તેઓ સાધુઓ પાસે આવવા લાગ્યા અને ધર્મની વાતો સાંભળવા લાગ્યા. યુવાનોમાં નગરશેઠના બે દીકરાઓએ તો પોતાની મેળે એવી પ્રતિજ્ઞા કરી કે રોજ જ્યાં સુધી સાધુભગવંતનાં દર્શન ન થાય ત્યાં સુધી ઘી ખાવું નહિ. સાધુઓ પાસે જનાર યુવકોની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હતી. એટલે યતિઓએ નગરશેઠને તે અટકાવવા માટે આગ્રહ કર્યો. જે કોઈ જાય તે સંઘ બહાર થાય તેવો ઠરાવ કરવા પણ કહ્યું. એ પ્રમાણે સંઘની સભા બોલાવી ઠરાવ કરી તેના ઉપર સહી લેવામાં આવી. કેટલાકે સહી કરી, કેટલાકે ન કરી. જેમણે ન કરી તેમને થોડા દિવસની મુદત આપવામાં આવી. તે મુદતમાં સહી ન કરે તો સંઘ બહાર મૂકવાની ધમકી આપવામાં આવી. પરંતુ એથી પ્રશ્ન ઊકલ્યો નહિ. ખુદ નગરશેઠ હરખચંદ શેઠના ઘરે જ પ્રશ્ન ઊભો થયો, કારણ કે એમણે દીકરાઓને સાધુ પાસે જતા અટકાવ્યા તો તેઓએ ઘી ખાવાનું અને કુટુંબના બધા સભ્યો સાથે જમવાનું બંધ કર્યું. આવી સ્થિતિ બીજાં કેટલાંક ઘરોમાં પણ હતી. એથી મુદત પૂરી થયા પછી સંઘ ફરી
જ્યારે મળ્યો ત્યારે નગરશેઠે ઠરાવ ફાડી નાખ્યો અને કહ્યું, “દરેક પોતપોતાની મરજી મુજબ કરી શકે છે. જેને યતિ પાસે જવું હોય તે યતિ પાસે જાય અને સાધુ પાસે જવું હોય તે સાધુ પાસે જાય.”
યતિઓ પણ પરિસ્થિતિને પામી ગયા અને પોતાનો આગ્રહ છોડી દીધો. આ ઘટના પછી દર્શનવિજયજી મહારાજે વ્યાખ્યાન વાંચવાનું ચાલુ કર્યું. એમણે સમરાદિત્ય કેવળી ચરિત્રનો વિષય વ્યાખ્યાનમાં શરૂ કર્યો. દિવસે દિવસે વ્યાખ્યાનમાં શ્રાવકોની સંખ્યા વધતી ગઈ અને યતિઓ તરફથી કોઈ ત્રાસ ન થાય એ માટે ધર્મશાળાના વ્યવસ્થાપકોએ અને ગામના સશક્ત યુવકોએ સંગઠિત થઈને પાકી વ્યવસ્થા કરી એ વર્ષથી પાલિતાણામાં સાધુઓના વ્યાખ્યાનની શરૂઆત થઈ અને યતિઓનું જોર નબળું પડ્યું.
ત્યારપછી મૂળચંદજી મહારાજ પણ પાલિતાણા આવ્યા. તેઓ યુવાનોને શાસ્ત્રજ્ઞાન આપતા અને ભક્તિસંગીત સહિત રાગ-રાગિણીમાં પૂજા ભણાવવાનું શીખવતા. એ વખતે સંઘમાં હજુ પણ કેટલાક લોકો યતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org