________________
પ્રાથમિક પ્રસંગપટ
અમદાવાદ શહેરની એ મધ્યમ કક્ષાની પોળ (મહોલ્લો) હતી. લગભગ આઠ દાયકા પહેલાંની સ્મૃતિ પ્રમાણે કહું તો જૈન કુટુંબોથી ભરપૂર ગર્ભશ્રીમંતોના નિવાસવાળી પોળનું ચિત્ર ગૌરવવંતું હતું. યદ્યપિ સંભવ છે કે ઘણા દાયકા પછી એ પરિસ્થિતિ ઘણી પલટાઈ હોય છતાં આજે દહેરાસર, ઉપાશ્રયનું સ્થાન યથાવત્ જળવાયું છે. વળી ઘણા સમય પહેલાં આ સ્થળે લુહારો વસતા હશે કે કોઈ પણ કારણ હોય, હાલના માણેકચોકની નજીક એ લુહારની પોળ અપભ્રંશ બની લવારની પોળ એ નામે આજે પણ તેની પ્રખ્યાતિ છે. એ પોળમાં મારું મોસાળ હતું, અને જન્મસ્થળ પણ હતું.
એ પોળમાં એક સામાન્ય સ્થિતિનું જૈન કુટુંબ રહેતું. ત્રણ ભાઈ, એક બહેન અને વિધવા મા. પિતા તો યુવાન વયે અવસાન પામ્યા હતા. ઘરનું ઘર પણ સ્થિતિ સામાન્ય. ત્રણે ભાઈઓ કામે લાગ્યા હોવાથી સ્થિતિમાં સુધારો થતો ગયો હતો.
વિધવા મા અને દીકરી ચંપા બંને ફુરસદના સમયે ઘરના ઓટલે બેસી નિર્વાહમાં સહાયરૂપ થવા ભરતગૂંથણ કરે. તે પોળની બાજુની પોળનો એક જૈન યુવાન દહેરાસરે આવે અને આ યુવાન કન્યાને જુએ. કન્યા રૂપાળી અને મુખાકૃતિમાં ગુણનાં દર્શન પણ થાય તેવું સૌષ્ઠવ હતું. એ યુવાનને આ કન્યા ગમી ગઈ, મનમાં વસી ગઈ.
લગભગ સો વર્ષ પહેલાં સમાજની રચના એવી હતી કે ઘોડિયામાં સૂવા જેવાં બાળકોનાં વિવાહ-લગ્ન થતાં. તે સમયે વર-કન્યાની કોઈ સરખામણી કરવાની ન હતી. ફકત કૌટુમ્બિક ખાનદાની સંપન્નતા, પ્રતિષ્ઠા જેવાં પરિબળોની મુખ્યતા રહેતી. તે રીતે આ યુવાનના પણ ઘોડિયા લગ્ન થયાં હતાં. વર-કન્યા ઉંમરલાયક થતાં તેમનાં લગ્ન થયાં.
પત્ની સાથે ઘરસંસાર શરૂ થયો. એક સંતાનની પ્રાપ્તિ થઈ, તેનું નામ રમણલાલ પાડ્યું. આમ બેત્રણ વર્ષ નિર્વિઘ્ન નીકળી ગયાં.
પરંતુ હવે યુવાનની નજરે ચંપા નજરાઈ. સ્વતંત્ર વિચારસરણીવાળા
મારી મંગલયાત્રા
૨૭
વિભાગ-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org