________________
આત્મ શક્તિ-પ્રેમ સ્વરૂપે
શૂલપણે જોતાં લોખંડનો ટૂકડો કઠણ છે પાણી નરમ છે. પરંતુ પાણીમાં સૂક્ષ્મપણે લોખંડીબળ પડયું છે. લોખંડને પાણીના પાત્રમાં મૂકી રાખવામાં આવે તો કટાઈને લાલ લાલ કણ થઈને હવામાં ઉડી જશે, ત્યારે પાણીનું બળ સમજાય છે. તેમ સ્થૂલ દૃષ્ટિએ જોતા કર્મોથી આવૃત્ત જીવને કર્મ બળવાન લાગે છે. આત્મા નિર્બળ લાગે છે. પરંતુ અતંર દૃષ્ટિથી જોતાં આત્માના જ્ઞાનાદિ બળ છે તેનાથી દીર્ઘકાળના કઠિન કર્મોનો નાશ પામે છે. - જેનો વિકાસ નથી તેવા જડભૌતિક પદાર્થોનો કેવળ પરિચય કરજો . પણ જેઓ વિકાસશીલ આત્મા છે, ભલે જંતુ તો પણ તેમનો પ્રેમ કરજો, સુખી થવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
- પૂ. પન્યાસજી (ભદ્રંકર ગણિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org