________________
(૩) શ્રીના પુણ્યબળનેજ પ્રતાપ ગણાય
જ્યારથી શેઠ માણેકલાલે મુંબઈમાં પેઢીની સ્થાપના કરી ત્યારથી આજ સુધીમાં એટલે લગભગ ર૦ વર્ષોમાં મુંબઈના આંગણે આવતી દરેક ધાર્મિક કાર્યોની ટીપ જેવી કે, દેવાના બાંધકામ, ઉધ્ધાર ઉપાશ્રયો, જ્ઞાનમંદીર, પૌષધશાળાઓ, જ્ઞાન ભંડારે, તેમજ સાધુમુનિરાજોની જરૂરીયાત, સાહિત્ય સંશોધન અને પ્રકાશન ખાતાઓ, વગેરેમાં ઉદાર હાથે સખાવત કરી છે. તેમજ દુઃખથી સીઝાતા સ્વામી ભાઇઓના કુટુંબીઓને તેમને ગુપ્તતાથી સહપ્રેમ સહાયતા કરી છે. ને કરે છે.
આ પ્રમાણે તેમના અમીઝરતા દાનપ્રવાહનો આંકડો આજે 'લાખોને થવા જાય છે, તેમના વહેતા દાનપ્રવાહના પુણ્ય, કાચા સુતરના તાતણે બંધાએલ લક્ષમીદવી, પણ “મુઠીભરદે એર પાયલી ભરની માફક પોતાના સુપુત્રને ભંડાર તરતરીત ભરપુર રાખે છે.
જેના અધિકાધિક યોગે શેઠશ્રીને દાનપ્રવાહ અધિકાધિક તેજ બને છે. જેમાં સ્ત્ર, પર, તેમજ શાસન, અને સાતક્ષેત્રનું કલ્યાણ થાય છે. તેમજ ભવાંતરનું એવું તો ઉચકેટીનું ભાથુ બંધાય છે કે, જાણે નરદેહની પ્રાપ્તિ ઉત્તમોતમ સેવા ને આત્મ કલ્યાણાર્થેજ ન થઈ હોય?
શેઠ માણેકલાલના સંવત ૧૯૯૯ ના અંધેરીના ઉપધ્યાન, અલબેલી મુંબઇમાં તે શું પણ સમસ્ત ભારત માટે રેકર્ડ સમાન સુયશને પામેલ છે. આ સમયની તેમની ઉદારવૃતી, સ્વામી ભક્તિ, અને છુટાહાથને યશસ્વી દાનપ્રવાહ, અને સમુદ્રમાં જન સમુદાયનું એકત્રીત મીલન? ખરેખર ચોથા આરાની ઉપમાને લાયક હતું. એમ કહીએ તો તેમાં કાંઇ અતીશકતા ભર્યુ નહિ ગણાય?
આ પ્રમાણે ભારત વર્ષના અનેક ગામના ધાર્મિક કાર્યો અને સ્થાપત્યમાં પુરત સાથ આપેલ છે એવા, શેઠ માણેકલાલને અમારી મહાન ગુજરાતની કૃતિ આદર્શ ગુર્જરરત્ન' તરીકે સમર્પણ કરતા અતિ આનંદ થાય છે,
પરમાત્મા તેમને હવે પછીના વર્ષોમાં પણ ચઢતી કળાએ