________________
પ્રકરણ ૮ મું.
જૈન દર્શનની મહત્તા ન–બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં પાંડવ, કરવ, શ્રીકૃષ્ણ, બળદેવ, આદી મહાપુરૂષો થયા. તેના અંગે મહાભારત જેવા ગ્રથોની રચના થઈ.
પાંડવોએ શેત્રુંજયને ઉધાર કરાવી ઘણો મહિમા વધાર્યો હતો. અને છેવટે દીક્ષા લઈ મેક્ષે ગયા હતા.
નેટર–પાંડવ અને કૌરવ એ બંને કુળવાચક શબ્દો ગણાય. આ બંને રાજ્યકુળમાં ઉત્પન્ન થયેલ દરેક વ્યક્તિઓ પાંડવ અને કૌરવનાં ઉપનામથી પ્રસિધિને પામેલ હતી. જે પાંડવોએ શેત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવી જૈન ધર્મને મહિમા વધાર્યો હતો અને છેવટે દીક્ષા લઈ લે ગયા હતા. તે પાંડ પાંડવકુળમાં જન્મેલા, અને વેદાંતિક મહાભારતમાં દર્શાવેલ પાંડવ કરતાં આ વિભૂતિઓ અન્ય હતી. જેને લગતો ખુલાસે સિધ્ધરાજ જયદેવનાં પ્રસંગમાં શ્રી હેમચંદ્રાચાર્યે આપેલ શંકાનાં સમાધાન જવાબમાં મળી રહે છે. - આ પાંડવો તેમજ શ્રીકૃષ્ણ બળદેવાદિ મહાપુરૂષે રાજ્યકુળમાં જન્મેલા અને સગાસંબંધીઓ હતા. જેમનાં સમકાળે જેન તેમજ સનાતન ધર્મ સમાનતા પ્રાપ્ત કરી હતી. જૈન મહાભારત અને હરિવંશ પ્રબંધ આને અંગે વધુ ખુલાસો આપી શકે છે) * નેટ–અમારા તરફથી હરિવશ રાસ ૪૪૦૦ ગાથાઓ સહિત પ્રાચિન હસ્ત લેખીત કૃતિને આધારે બહાર પડશે. [ જેમાં મહાભારત, પાંડવપ્રબંધ વગેરે ગ્રંથોના પ્રકાશનમાં ઉપયોગી સાહિત્યનું દિવ્ય દર્શન થઈ શકશે.]. - ત્યાર પછી ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથના સમયમાં જેન ધર્મ પ્રાધાન્યતા પ્રાપ્ત કરી હતી. જેમના શિષ્ય પરંપરામાં તેમના મુખ્ય ગણધર