________________
પ્રકરણ ૧૩ મું
રાજવંશી જૈનાચાર્યોએ ગુર્જર સાહિત્યની બજાવેલ અપૂર્વ સેવા
પૂર્વ પરંપરાથી અવંતિ રાજ્યકુટુંબમાં બે જાતના ધર્મો પળાતા; સનાતન અને જેના માલવ રાજનરેશોમાંથી તેમના કુટુંબીઓએ અને ઉચ્ચ કોટિના અધિકારીઓએ જેને ધર્માચાર્યો, ધર્મ અને રાષ્ટ્રની અપૂર્વ સેવા બજાવેલ હતી અને મહારાજ ભેજના સમકાળે પણ બજાવતા હતા. આ સમર્થ જૈનાચાર્યોમાં અવંતિના અનેક વિદ્વાન એવા પંડિતેને સમાવેશ થત હતે; જેઓ શાસ્ત્રપારંગત ગણાતા. તેઓને ચારે વેદે કંઠસ્થ હતા. તેમજ તેઓ યજ્ઞક્રિયાકાંડના કર્તા, વેદાંત ધર્મમાં શ્રેષ્ઠ આચાર્ય પદને દીપાવનારા અને ખાસ પૂજનીય ગણતા.
આવા વિદ્વાન તત્વજ્ઞાની દાંતિક શાસ્ત્રીઓએ પણ વેદાંત ધર્મ સાથે જૈન દર્શનના સુક્ષમ તત્વજ્ઞાનનું સમન્વય કરી “અહિંસાવાદી જેને ધર્મ એ જ આત્મ અને રાષ્ટ્રકલ્યાણ અર્થે સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે એટલું જ નહિ. પણ વિશ્વધર્મ તુલ્ય છે, આ પ્રમાણે પરિપૂર્ણતાથી ખાતરી કરી. પછી જ તેઓએ પંચ મહાવ્રત ધારી જૈન સાધુપણું અંગીકાર કર્યું હતું. અને જીતેન્દ્રીય વીર ધર્મની અપૂર્વ સેવા બજાવી, અમર કીતિ સંપાદન કરી હતી.
અવંતિ, મારવાડ, (ગડદેશ) અને ગુજરાતના ઇતિહાસમાં જૈન મુનિરાજે ' સેવા અજોડ ગણાઈ છે. જેનચાર્યોને સહકાર રાષ્ટ્રહિતાર્થે પણ ઉચ્ચ કોટિને મનાય છે. જેમના સહકાર અને સેવાથી એ સમયે માલવ, મારવાડ, અને ગુજરાત સંસ્કારની ટોચે પહોંચ્યું હતું. જેમના મહત્ત્વતાભર્યા ધર્મકાર્યો માર્ગદર્શક બન્યાં હતાં.
(૨) મહારાજા ભોજ જાતે એક સિદ્ધ કવિ અને વૈદાંતિક શાસ્ત્રોને અભ્યાસી હત; એટલું જ નહિ પણ તે ખાસ વ્યાકરણશાસ્ત્રનો ખાસ રસિયું હતું,