________________
રાજમાતાની યેય સિદ્ધિ ] » કરી. મંદીરમાં જ પિતાની સન્મુખ હાજર થએલ આ કાપડી બારી પાસેથી મહારાણીએ પ્રેમપૂર્વક યાત્રાનું પુણ્ય માંડ્યું. ત્યારે તેણએ દ્રઢતાથી જણાવ્યું કે, “આ પુણ્ય હું કોઈપણ પ્રકારે અર્પણ કરી શકું એમ નથી. કારણકે તે અણમોલ અને આત્મ કલ્યાણકારી છે.”
ત્યારે રાજ્યમાતાએ જણાવ્યું કે, હે યોગીની ! અહી' સુધી યાત્રાએ આવતાં આપને શો ખર્ચ થયો છે !
ત્યારે તેણીએ જણાવ્યું કે, હે રાજ્યમાતા ! મારું જીવન ભિક્ષુકી તરીકેનું હોવા છતાં, યાત્રાને નિર્ણય કરી, આ તીર્થ સ્નાનાર્થે ૮૦૦ માઈલ દુરથી હું અહીં આવી છું. આગલે દીવસે તીર્થોશ્વાસ કરી, પારણુને દીવસે એક પુણ્યશાળી પાસેથી માત્ર (સાથવો) પ્રાપ્ત કર્યો. તેમાંથી એક કટકાને સોમેશ્વરજીને નિવેદ તરીકે ધરી, બીજો ભાગ અતિથીને આપી, બચેલ ભાગથી મેં પારણું કર્યું છે.
આ પ્રમાણે મેં સોમેશ્વર દેવની ભકિતપૂર્વક સેવા કરી છે.
હે માતુશ્રી ! આપ પુણ્યશાળી છે. આપના પિતાશ્રો, બંધુઓ, અને પુત્ર એ બધાએ રાજવીઓ છે. અને આપ બાહુલે જેવા મહાન તીર્થને કર રદ કરી અધિષ્ઠાયક દેવનું પૂજન કર્યું છે. તેમાં આપે પૂર્વજન્મના જ્ઞાની તરીકે મહાન પુણ્ય ઉત્પાર્થને કર્યું છે. તે પછી, મને આશ્ચર્ય થાય છે કે, આપ જેવાને મારા જેવી બાવીના પુણ્યથી કઈ જાતની અધિકતા રહે છે ? આપ જે ગુસ્સે ન થાઓ, તે આપને હું સાચી રીતે બે શબ્દો દેવમંદીરમાં જ પ્રભુ સનમુખ જણાવું છું કે, “ખાસ રીતે તમારા પુણવથી મારું પુણ્ય પૃથ્વી ઉપર અધિક ચઢિયાતું છે. કારણકે, સંપત્તિવાળી (1) સ્થિતિમાં સંયમ રાખવે, (૨) શક્તિ હોય છતાં સહન કરવું, (૩) જુવાનીમાં ઈદ્રિયવશ રાખવાનું વ્રત પાળવું અને (૪) દારિક સ્થિતિમાં થોડુંઘણુ પણ દાન કરવું. એ સર્વે મહાન લાભ આપનારા છે.
તેજ પ્રમાણે મેં દારિદભરી સ્થિતિમાં પણ, પ્રાપ્ત થએલ એળ. કે જે, ગાય અને ભેંસને અપાય છે તેથી પણ સંતોષ પામી ઉપવાસનું પાર કરી પ્રભુને હૃદયના ચઢીયાતા ભાવપૂર્વક સંખ્યા છે. તે? આ જાતનું મારૂં કર્મ તમારી પુણ્ય કરતાં ઘટે? કે ચઢે?