________________
પ્રકરણ ૨ જુ
કુમારપાળનો રાજ્યાભિષેક
સંવત ૧૧૯૯ના કાર્તક માસમાં મહારાજા સિધ્ધરાજ માંદગીને બિછાને પડયા. ત્યારે તેમની નજર સામે રૂખામાં પણ કુમારપાળનું દર્શન ગુજરાધિપતિ તરીકે થવા લાગ્યું. અને ઝખણ પણ તેજ જાતની વધી પડી.
પાટણની રાજગાદી, અને તેના હકદાર વારસ તરીકે કુમારપાળ ? આ બન્ને વસ્તુઓ દેવદુતની માફક રાજવી સામે તરવા લાગી. અને રાજવી લગભગ ભ્રમિત સ્થીતિએ ભાન ભુલે બન્ય,
આખાએ દેહસ્થલી પરગણાને રાજ વહીવટ સંભાળનાર કીર્તિ પાળ અને મહીપાળ પર રાજવી તરફથી કડક પહેરે મુકાયે. સારૂ થયું કે, આ સમયે પાલાદેવી અને તેને કુમાર અજયપાળ માલવ ખાતે યશોવર્મા રાજવીને ત્યાં રક્ષણમાં હતા. નહિ તે તેમને ક્યારનોએ ઘાત થયું હોત?
સિધ્ધરાજને અંત સમયે સદબુધિ દેનારા રાજમાતા મીનલદેવી હૈયાત હતા નહિ. તેજ માફક જેને પિતે પુજય માનતે હતું તે, કાશમીરીદેવી ( કુમારપાળની મા) પણ વિધ્યમાન ન હતા, તેમજ રાજવીએ અવિચારીકૃત તરીકે મંડલેશ્વર ત્રીવનપાળ (કુમારપાળના પિતા ) જેવા શુભેચ્છકનું ખુત કરાયું હતું.
મહારાજાની માંદગી સમયે સતત પશ્રિમ ઉઠાવનાર દંડનાયક ઉશ્ચન મંત્રિનો વાંગભટ નામનો પુત્ર રાજમહેલમાં વિધ્યમાન હતુંજેને મહારાજાએ પિતાની પાસે ઘણું વર્ષોથી રાખી તેનું પાલનપોષણ ઘણુંજ ઉચકેટીથી કર્યું હતું. જેના પર સિધરાજની ગાદીવારસ તરીકેની પસંદગી ઉતરી.
મહારાજાએ અંત સમયની કંઈક ઘટીકાઓ પુર્વે રાજ્યના અમાત્યને મહેલે બેલાવ્યા. ને જણાવ્યું કે, “હવે મારે અંત નજદીકમાં છે” તેણે પિતાના ગળા પર હાથ મુકાવી મેગન લેવરાવ્યા કે “પાટણની ગાદી પર કુમારપાળને બેસાડે નહિ ?