Book Title: Mahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 276
________________ સુરિશ્વર અને સમ્રાટ] - ૨૦૯ મહારાજા જયસિંહના પ્રભાવિક કાર્યોની નોંધ 1. સંવત ૧૫ર માં સિદ્ધપુર વસાવ્યું. તેમજ ત્યાં રૂદ્રમાળ નામે શિવાલય બંધાવ્યું. ૨. નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ તેમજ પ્રભુ મહાવીરના એમ બે જીન પાસાદે પાટણમાં બધાવ્યા ૩. સિદ્ધપુરમાં ચાર જીનપડિમા યુકત સિધ્ધપુરવિવાર અને પાટણમાં રાજવિહાર બંધાવ્યું. ૪. સૌરાષ્ટ્રના રાખેગારને જીતી ત્યાં ગુજરાતની આણ ચાલુ કરી તેની યાદમાં સંવત ૧૧૭૦ માં અશાડ સુદ ૧ થી સિંહ‘સવિતસર ચાલુ કર્યો, આ પ્રાંતને વહીવટ સજજન મહેતાને સુપ્રત કરવામાં આવ્યો. જેમને સંવત ૧૧૭૬ માં શ્રી નેમીનાથ પ્રભુને છણે મદીરનો જીર્ણોદ્ધાર ૨૭ લાખના ખર્ચે કરાવ્યું. મહારાજા કુમારપાળના સમયમાં આ સંવતસરને પ્રચાર ચાલુ થએલે એમ શ્રી અભયતિલકસૂરિ સંવત ૧૩૧રમાં તેમને વાશ્રય કાવ્યનું પુનરાવર્તન કર્યું તેને ૧૨ માં સર્ગમાં જણાવે છે. માંગલેર ઉફે મ ગલપુરમાં સોઢલ નામે વાવ છે તેના લેખમાં સિંહ સંવતસર ૩૨, વિક્રમ સંવત સર ૧૨૦૨નો લેખ છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે મહારાજા જયસિંહે સંવત્સર ચાલુ કરેલ હતો. ૫. રાવસાહેબ મહીપતરામ રૂપરામ નીલંકઠ સિદ્ધરાજના કરેલા કાર્યોની નેધ લેતા જણાવે છે કે, ભઈનો કીલે અને તેના ચાર માઈલના અંતરે ધર્માદાવીશીઓ, કપડવંજમા કુંડ, ધોળકામાં માલવ્ય સરોવર, રૂદ્રમહાલય તથા દહેરા, રાણીની વાવ, સહસ્ત્રલીંગ સરોવર, કુંડે, સાયબાને કિલ્લે, દશહજાર દેરાનેદશાસહસ્ત્ર, વીરમગામનું મુનતલાવ, તેમજ ઝઝુવાડા, વીરપુર, ભદુલા, વેસીંગપુરને થાનનાગઢ, કંડલા, સિલિંજપુરના મહાલે, દેદા કીતિ સ્તંભ જેતપુર અને અનંતપુરના કુંડો એ સર્વે એને કરાવ્યાં છે. આવા ઉચકાટીના પરોપકારી પ્રજા કલ્યાણના કાર્યોમાં સોલંકીવંશની રાજકીર્તિ પર સુવર્ણ કળશ ચઢાવનાર મહારાજા જયસિંહ, પાટણના સહસ્ત્રલિંગ તળાવના બાંધકામ સમયે સતિ શીરોમણી પ્રભાવિક જસમાં ઓઢણની ધંધુકા મુકામે છેડતી ન કરી હોત ? તેના પતિ અને પુત્રનો ઘાત કરી દેવીનો શ્રાપ ન લીધો હતો તે રાજમાતા મીનલદેવીની હાર્દિક ભાવ

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286