________________
સુરિશ્વર અને સમ્રાટ ].
૨૦૧ આ જાતની બનેલ ઘટનાથી રાજવીને અત્યંત દુ: ખ તો થયું છતા, પિતાના જીવન ની રક્ષા માત્ર સૂરિશ્રીના અગાધ જ્ઞાનશકિતના કારણેજ થઈ એમ ચોકમાં થયું. તે જ સમયે કુમારપાળે પુરતો નિશ્ચય કર્યો કે, સૂરિશ્રીના સંત સમાગમમાં નિત્ય રહી, હવે પછીના જીવનની સાર્થકતા કરવી. આ સમયે કુમારપાળ લગભગ ૬૨ વર્ષની પ્રૌઢાવસ્થાએ પહોચેલ હતા.
. જો કે-આ બાર વર્ષના ગાળામાં કુમારપાળ સનાતન ધર્માચાર્યોના પુરતા સમાગમમાં આવેલ હોવાથી બહુદાએ શીવમાર્ગનું રાગી બનેલ હતા.
બીજે દિવસે પ્રભાતેજ મહારાજા કુમારપાળે -સુરીશ્રીને રાજસભામાં પધારવાનું ભાવભીનું આમંત્રણ ઉષ્યનમંત્રિ દ્વારા મોકલાવ્યું. જેને ધર્મોતના કારણ ભૂત ગણી સુરિશ્રી રાજસભામાં પધાર્યા.
રાજવીને પશ્ચાતાપ
સૂરીશ્રીને શિષ્ય સમુદાય સહ રાજ સભામાં પધારતા-ઈ,-ગુજરરાજ તુરતજ સિંહાસન પરથી ઉભા થયા, નીચે ઉતર્યા, ને રાજકારે પધારતા સૂરિ શ્રીને સામે જઈ પરણીએ પડી ભાવપુર્વક નમન કર્યું. વહેતા અશ્ર પ્રવાહ વચ્ચે-રાજવીએ કહ્યું કે, “હે ભગવંત? બાર બાર વર્ષ સુધી–મેં આપને સંભાર્યા પણ નહિ. અને કરતા તે માટે કયો મોટો અપરાધ ગણાય ? હે. ઉપકારી ? આપની સામે ઉભા રહેતા પણ મારો અંતર આત્મા દુઃ ખાય છે.
હે સુરિશ્રી? મારા પરના ઉપકારે પરંપરાને બદલે મારે આપને કઈ રીતે વાળી આપવો તેની સમજણ પડતી નથી.
હે ઉપકારીદવ? મારી જીવન દોરી રક્ષણનું કરજ હું કઈ રીતે વાળી શકીશ તે જણાવો ?
જવાબમાં સૂરીશ્રીએ જણાવ્યું કે રાજન ? એ પ્રમાણે પરંપરાથી બનતુજ આવ્યું છે. છત ઉપકારી સાધુ સંસ્થા, ઉત્તમ પુરૂષોના હાથે-ઉકેટીના કાર્યો થવાના હેય છે તેથીજ, તેમના રક્ષક બનતી હોય છે –તે જાતની તે મેં માત્ર મારી ફરજ બજાવી છે.-એમાં મને ખોટું લાગવા જેવું કંઈ જ નથી. છતાં “હે રાજન? આપના હૃદયમાં ખરેખર–બદલે આપવાની ધગશ હોય તે-આપ હવે ફકત “અહિંસા પરમોધર્મ એટલે વીરધર્મનો સ્વીકાર કરો-” જેમાં મારી આશીષ છે.'
કમારપાળે ભરસભામાં તેજ ક્ષણે-જણાવ્યું કે “ સૂરિશ્રી આજથી આ કુમારપાળ આપના આશીષને હિતકારી માની જૈન ધર્મ